Pakistan,તા.25
પહેલગામમાં થયેલા ત્રાસવાદી હુમલાના પગલે ભારતે હવે પાકિસ્તાન પ્રેરિત ત્રાસવાદીઓ સામે આકરી કાર્યવાહીની તૈયારીઓ શરૂ કરી છે. અને પાકિસ્તાન સાથેના વ્યાપારના મથક જેવા સરહદી માર્ગો પણ બંધ કરી દીધા છે. તેના કારણે પાકિસ્તાનના શેર બજારમાં કોહરામ જેવી સ્થિતિ બની ગઈ છે અને કરાંચી શેરબજારનો સેન્સેકસ કેએસઈ અંદાજે ત્રણ ટકા તુટીને નીચી સપાટીએ પહોંચી ગયો છે. આજે સવારે જ આ સેન્સેકસ 2485 પોઈન્ટ તૂટીને 114740 પર ચાલ્યો ગયો છે અને પાંચ મીનીટ સુધી ટ્રેડીંગમાં અફડાતફડી જેવી સ્થિતિ બની હતી. અગાઉથી જ પાકિસ્તાન શેર બજારમાં તેના નબળા અર્થતંત્રના કારણે અફડાતફડી જેવી સ્થિતિ છે તે વચ્ચે હવે ભારતે આકરી વલણ લેતા અને ખાસ કરીને સીંધુ પાણી સમજુતી જે પાકિસ્તાન માટે લાઈફલાઈન જેવી છે તે સસ્પેન્સ કરવા ભારતે કરેલી જાહેરાત પાકિસ્તાન માટે વધુ મુશ્કેલી લાવશે.