Pakistan તા.23
પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં પાકિસ્તાનના વિદેશ વિભાગે મગરના આંસુ સારતા સહેલાણીઓના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો છે. પાકિસ્તાનના વિદેશ વિભાગે એક નિવેદન જાહેર કરીને પહેલગામ હુમલામાં જે રીતે સહેલાણીઓના મૃત્યુ થયા તેને કમનસીબ ગણાવ્યા હતા.
તે સિવાય વધુ કોઈ પ્રતિભાવ આપ્યો નથી તથા તેમાં પાકિસ્તાન સ્થિત ત્રાસવાદી સંગઠનની ભૂમિકા અંગે પણ મૌન સેવ્યુ છે. પાકિસ્તાન દ્વારા પ્રથમ વખત આ પ્રકારે ભારતમાં થયેલા હુમલા અંગે 24 કલાકમાં જ પ્રતિભાવ આપ્યો છે.
બીજી તરફ પાકિસ્તાનની ચેનલોએ ભારત કાશ્મીરથી લઈ મણીપુર સુધી નિદોષ લોકો પર અત્યાચાર કરે છે તેવો આરોપ લગાવ્યો હતો અને લઘુમતીઓને પરેશાન કરતા હોવાનું પણ જણાવ્યું હતું.