Dubai તા.24
Champions Trophyના વન-ડે મેચમાં ભારતે કટ્ટર હરિફ Pakistanને ધૂળ ચાટતુ કરી દીધુ હતુ અને યાદગાર જીત હાંસલ કરી લીધી હતી. કુલદીપ યાદવ સહિતના ભારતીય બોલરોની કાતિલ બોલીંગથી પુરી 50 ઓવર પણ નહીં રમી શકીને 241 રનમાં ઓલઆઉટ થઈ ગયેલા Pakistanને પછી #Viratkohli સહિતના બેટરોએ પરચો બતાવી દીધો હતો. એક તરફી જેવા બની ગયેલા મેચમાં ભારતનો છ વિકેટે વિજય થયો હતો.
ભારત સામે ટોસ જીતીને પ્રથમ દાવ લેનાર Pakistanના બેટરો શરૂઆતથી જ શરણે થવા લાગ્યા હતા. એકમાત્ર શકિલ ફિફટીથી આગળ વધીને 62 રન બનાવી શકયો હતો. આ સિવાય રિઝવાનના 46 તથા ખુશદિલના 38 રન મુખ્ય હતા. ભારત વતી કુલદીપે 3, હાર્દિક પંડયાએ બે તથા હર્ષિત, અક્ષર અને રવિન્દ્ર જાડેજાએ એક-એક વિકેટ લીધી હતી.
242 રનના આસાન ટારગેટને ભારતે માત્ર 42.3 ઓવરમાં પુરો કરી લીધો હતો. વિરાટ કોહલીની અણનમ સદી ઉપરાંત શ્રેયસ ઐય્યરના 56 રન મુખ્ય હતા. ગીલે 46 તથા રોહિત શર્માએ 20 રન બનાવ્યા હતા.કટ્ટર હરિફ દેશો વચ્ચેનો મુકાબલો હાઈવોલ્ટેજ બનવાની અટકળોથી વિપરીત India માટે એકતરફી બની ગયો હતો. બોલીંગ, બેટીંગ અને ફીલ્ડીંગ એમ ત્રણેય મોરચે Indiaનો હાથ ઉપર રહ્યો હતો. આ મેચ વિરાટ કોહલીના નામે હોય તેમ તેણે અનેક નવા રેકોર્ડ બનાવ્યા હતા અથવા બરોબરી કરી હતી.
કોહલીએ આ પુર્વે એશિયાકપ 2023 તથા ટી20 વર્લ્ડકપ 2022માં પણ Pakistan સામે યાદગાર જીત અપાવી હતી. આ વિજય સાથે Indsia ગ્રુપ-એ માં ચાર પોઈન્ટ સાથે ટોપ પર પહોંચી ગયુ છે અને સેમીફાઈનલમાં પ્રવેશ નિશ્ર્ચિત કરી લીધો છે જયારે યજમાન અને વર્તમાન ચેમ્પિયન Pakistan Champions Trophy ટુર્નામેન્ટમાંથી ફેંકાઈ જવાના આરે છે. Pakistan સામેનાં મેચમાં અણનમ સદી ફટકારનાર મહાન Indian બેટર Virat Kohli એ અનેક નવા રેકોર્ડ સર્જવા સાથે ઈતિહાસ રચી દીધો હતો. વન-ડે ક્રિકેટમાં 14000 રન બનાવ્યા હતા. Sachin Tendulkar ને પાછળ રાખીને સૌથી ઝડપી 14000 રન બનાવનાર ખેલાડી બન્યો હતો.
Virat Kohli એ 287 ઈનીંગ્સમાં 14000 રન કર્યા છે. જયારે Sachin Tendulkarએ 350 ઈનીંગ્સ અને કુમાર સાંગાકારાએ 378 ઈનીંગ્સમાં આ સિધ્ધિ મેળવી હતી. 14000 રન પુરા કરનાર Virat Kohli ત્રીજો ખેલાડી હતો. Sachin Tendulkar નાં કુલ 18246 તથા સાંગાકારાના 14234 રન છે. Pakistan કપ્તાન મોહમ્મદ રિઝવાને મેચ બાદ કબુલ્યુ હતું કે, હવે ટુર્નામેન્ટનો દરવાજો લગભગ બંધ થઈ ગયો છે. Pakistan પ્રથમ બન્ને મેચ હારી ગયુ છે એટલે ICC Champions Trophy Tournamentમાંથી ફેંકાઈ જવાનો ખતરો છે. હવે અમારે બીજી ટીમોના પરિણામો પર આધાર રાખવો પડશે અને તેના આધારે સ્પર્ધામાં ટકી રહેવાનુ કઠીન છે. Cricket મેચના ટોસમાં Indiaના ગ્રહયોગ નબળા છે. India સળંગ 12 માં મેચમાં ટોસ હાર્યુ હતું. સળંગ 12 મેચમાં ટોસ હારવાનો પણ આ ખરાબ રેકર્ડ છે. આ 12 માંથી 9 મેચમાં Rohit Sharma તથા ત્રણ મેચમાં Rahul Captain હતો. છેલ્લે India 2023 ના World Cup Semi Finalમાં કિવીઝ સામના મેચમાં ટોસ જીત્યુ હતું. Pakistan સામેનાં મેચમાં Virat Kohli એ અનેક રેકોર્ડ કર્યા હતા. કેચમાં પણ અઝહરૂદીનથી આગળ નિકળી ગયો હતો. 299 માં મેચમાં તેણે 158 માં કોચ પકડયો હતો. અઝહરૂદીનના નામે 334 મેચમાં 156 કેચ પકડવાનો રેકોર્ડ હતો. Virat Kohli એ ગઈકાલનાં મેચમાં બે કેચ પકડયા હતા.