વડાપ્રધાન મોદીની સંગઠન નેતાઓ સાથે બેઠક બાદ એલાન : હવે અન્ય રાજયોનો વારો
New Delhi, તા.26
ભાજપે બિહાર અને રાજસ્થાનમાં પાર્ટી અધ્યક્ષ બદલવાનો નિર્ણય લીધો છે. જે અંતર્ગત પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ બિહારમાં દિલીપ જયસ્વાલ અને રાજસ્થાનમાં મદન રાઠોડને ભાજપ પ્રમુખ બનાવવાની જાહેરાત કરી છે.
આ સાથે જ ભાજપના રાષ્ટ્રીય નેતૃત્વમાં પણ ફેરફાર થયો. પીએમ મોદીએ શીર્ષ નેતૃત્વની સાથે મેરોથોન બેઠક કરી હતી. સુત્રોનું કહેવું છે કે પાર્ટીને ટુંક સમયમાં નવો કાર્યકારી અધ્યક્ષ મળશે.
પાર્ટી મહાસચિવ અરૂણસિંહે જણાવ્યું હતું કે રાજયસભા સાંસદ મદન રાઠોડને રાજસ્થાનના પ્રદેશ અધ્યક્ષ નિયુકત કરાયા છે. જયારે બિહારમાં સમ્રાટ ચૌધરીના સ્થાને હવે ડો. દિલીપ જયસ્વાલ ભાજપ પ્રમુખ બન્યો છે. બંને પદાધિકારીઓની નિયુકિત તત્કાલ અસરથી કરાઇ છે.