એરપોર્ટ આસીસ્ટન્ટ સીવીલ એન્જીનીયર્સ પતિએ અરજીની તારીખથી મંજૂર કરી રૂા.૮ લાખ ચૂકવવા આદેશ
Rajkot,તા.07
શહેરના મેઘમાયા નગર વિસ્તારની પરણીતા સંતાન સુખના મામલે સાસરીયા દ્વારા માનસિક ત્રાસ આપતા પહેરેલ કપડે કાઢી મુકતા પત્નીએ પોતાનું જીવન નિર્વા ચલાવવા માટે કરેલી ભરણ પોષણની અરજી અદાલતે મંજૂર કરી હિરાસર એરપોર્ટમાં નોકરી કરતા પતિએ માસિક 40,000 ચૂકવવા હુકમ કર્યો છે. વધુ વિગત મુજબ શહેરના મેઘમાયા નગર વિસ્તારમાં રહેતા મહેશભાઈ નામના યુવાન સાથે વર્ષ 2000 માં જોસનાબેન નામની યુવતી સાથે લગ્ન થયા હતા બાદ લગ્ન જીવનથી સંતાન સુખ પ્રાપ્ત ન થતા પરિવારજનો દ્વારા પરણીતા જોસનાબેન ને અવારનવાર ત્રાસ આપતા હોવાથી અને પત્ની જોસનાબેનને ઘરમાંથી કાઢી મૂક્યા હતા બાદ પત્ની જોસનાબેને પોતાનું જીવન નિર્વાહ ચલાવવા ભરણપોષણની માંગ કરતી અરજી કરી હતી સદર કામ કોર્ટમાં ચાલી જતાં બનેં પક્ષોના પુરાવાઓ રેકર્ડ પર આવતા પરણિતાના પતિ એરપોર્ટ ઓર્થોરીટી હીરાસર એરપોર્ટ ખાતે આસીસ્ટન્ટ સીવીલ એન્જીનીયર્સ(એએઆઈ) તરીકે નોકરી કરીને ગ્રોસ માસીક પગાર રકમ રૂા.૧,૬૧,૦૫૯ મેળવતા હોવાનું રેકર્ડ પર પગાર સ્લીપ ધ્યાને લઈને આવતા અને પરણિતાના વકીલ અજયસિંહ એમ. ચૌહાણએ વિગતવાર દલીલોને તથા ઉચ્ચ અદાલતોએ આપેલા ચુકાદાઓની વિગતવાર છણાવટ કરી હતી. અદાલતે ચુકાદાઓ ધ્યાને લઈને અરજદારની અરજી મંજુર કરી પત્નીને માસીક રકમ રૂા.૪૦,૦૦૦ પતિએ ભરણપોષણ ચુકવવા તેવો આદેશ કરેલો છે, અરજી ખર્ચના રૂા.૨,૫૦૦/- અલગથી મંજુર કરેલ હતો. આ રકમ અરજીની દાખલ તારીખથી એટલે કે તા.૨૧/૦૬/૨૦૨૩ થી પતિએ ચુકવવા તેવો પતિને હુકમ ફરમાવેલ હતો જે હુકમ મુજબ પરણિતા પતિ પાસેથી રૂા.૮ લાખ પુરા વસુલવા મેળવવા હકકદાર બનેલ છે. પરણિતા જોસનાબેન ઉર્ફે જશુબેન મહેશભાઈ સોમેશ્વરા તરફે રાજકોટના લગ્ન વિષયક કાયદાના નિષ્ણાંત એડવોકેટસ અજયસિંહ એમ. ચૌહાણ, ડેનિશ જે. મહેતા, તથા મદદનીશ તરીકે તુષાર ડી. ભલસોડ રોકાયેલ હતા.