રાજ્યના ૧૨ જેલરોની બદલી અને પ્રમોશન, ગૃહ વિભાગ દ્વારા આદેશ જારી કરાયો

Share:

Gandhinagar,તા.૪

રાજ્યના ગૃહ વિભાગે જેલ વિભાગમાં મોટા ફેરફારો કર્યા છે. વિભાગે તાજેતરમાં જેલર ગ્રુપ-૧ અને ગ્રુપ-૨ના કુલ ૧૨ અધિકારીઓને હંગામી ધોરણે પ્રમોશન અને બદલી કરવાનો આદેશ જારી કર્યો છે. આ પ્રમોશન જેલ અને સુધારાત્મક વહીવટ કચેરી (અમદાવાદ) અને તેની હેઠળની કચેરીઓમાં ફરજ બજાવતા અધિકારીઓ સહિતને આપવામાં આવ્યા છે.

ગૃહ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા આદેશ અનુસાર, જેલર ગ્રુપ-૧ (વર્ગ-૨) અને ગ્રુપ-૨ (વર્ગ-૩)ના અધિકારીઓને સાતમા પગાર પંચ મુજબ હંગામી ધોરણે બઢતી અને બદલીઓ કરવામાં આવી છે.

આ પ્રમોશનથી જેલ વિભાગની કાયર્ક્ષમતામાં વધારો થશે અને કમર્ચારીઓને તેમની મહેનતનું યોગ્ય વળતર મળશે. આ ઉપરાંત, જેલ વિભાગમાં લાંબા સમયથી ખાલી પડેલી જગ્યાઓ પણ ભરાઈ જશે, જેનાથી વહીવટી કાર્ય સરળ બનશે. જેલ વિભાગમાં કરવામાં આવેલા આ ફેરફારોથી રાજ્યની જેલોમાં સુધારાત્મક વહીવટને વધુ મજબૂત બનાવવામાં મદદ મળશે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *