એક ભાઈ પ્રોડ્યુસર, બીજો ભાઈ સુપરસ્ટાર, છતાં Sanjay Kapoor ની ગાડી પાટે ન ચડી

Share:

સંજય કપૂરે ૧૯૯૫માં આવેલી ફિલ્મ પ્રેમથી ડેબ્યૂ કર્યું હતું, આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખરાબ રીતે પછડાઈ

Mumbai, તા.૩૦

સંજય કપૂરની કારકિર્દી ઉતાર-ચઢાવથી ભરેલી રહી છે. ભાઈ પ્રોડ્યુસર બોની કપૂર અને બીજો ભાઈ અનિલ કપૂર સુપરસ્ટાર છે. ફિલ્મી બેકગ્રાઉન્ડ હોવાથી તેણે પણ એક્ટિંગમાં કારકિર્દી બનાવવાનું પણ નક્કી કર્યું. પરંતુ તેણે એક ફ્લૉપ ફિલ્મથી પોતાની શરૂઆત કરી. ત્યારથી તે આજ સુધી સંઘર્ષની માયાજાળમાં ફસાયેલો છે.સંજય કપૂરે ૧૯૯૫માં આવેલી ફિલ્મ ‘પ્રેમ‘થી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં તેની સાથે તબ્બુએ લીડ રોલ અદા કર્યો હતો. પરંતુ તે સમયે આ ફિલ્મ ખરાબ રીતે ફ્લૉપ ગઈ, પરંતુ તેની બીજી ફિલ્મની સફળતાએ તેને ખૂબ જ ઓળખ આપી. આમ છતાં, સંજય ત્રીસ વર્ષ પછી પણ સંઘર્ષ કરી રહ્યો છે.સંજય કપૂરે ૧૯૯૫માં આવેલી ફિલ્મ પ્રેમથી ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખરાબ રીતે પછડાઈ. પણ સંજયને ક્યાંકને ક્યાંક તો ઓળખ ચોક્કસ મળી. આ પછી તેણે તેની બીજી ફિલ્મથી જબરદસ્ત લોકપ્રિયતા મેળવી. જોકે, આમ હોવા છતાં તે ક્યારેય સુપરસ્ટાર બની શક્યો નહીં.સંજય કપૂરની ફ્લોપ ફિલ્મ પ્રેમને બનાવવામાં ૮ વર્ષ લાગ્યા. ફિલ્મના શૂટિંગ દરમિયાન સંજય કપૂર અને તબ્બુ વચ્ચે નિકટતા વધી ગઈ. મીડિયા રિપોટ્‌ર્સ અનુસાર, સંજયે અભિનેત્રી સાથે છેતરપિંડી કરી અને બંને અલગ થઈ ગયા.સંજય કપૂરના પરિવારમાં ઘણા એવા લોકો રહે છે, જેમણે ઈન્ડસ્ટ્રી પર કબજો જમાવ્યો છે. સંજય કપૂરનો આખો પરિવાર બોલિવૂડમાં એક્ટિવ છે. સંજય કપૂરના ભાઈ અનિલ કપૂર દિગ્ગજ એક્ટર અને બોની કપૂર એક સફળ પ્રોડ્યુસર છે. સંજય કપૂરે કરિયામાં કેટલીક હિટ ફિલ્મો આપી છે. તેની આ ફિલ્મો તેને ક્યારેય કારકિર્દીની ટોચ પર લઈ જઈ શકી નથી.કહેવામાં આવે છે કે, હિટ ફિલ્મ આપ્યા પછી એક્ટર પાસે ફિલ્મોની હારમાળા લાગી જાય છે. પરંતુ સાલ ૨૦૦૯માં આપેલા એક ઈન્ટરવ્યૂમાં સંજય કપૂરે કહ્યું હતું કે, ‘એવું કહેવાય છે કે, સફળતા બધું બદલી નાખે છે.’ તમારી ફિલ્મ હિટ થતાં જ મેકર પોતે જ તમને કાસ્ટ કરવાનું શરૂ કરી દે છે. પણ મારી સાથે આવું બન્યું નથી. મારા દરવાજે કોઈ આવ્યું નહીં; હું રાહ જોતો બેઠો રહ્યો.’સંજય કપૂરે ૧૯૯૫માં માધુરી દીક્ષિત સાથે ફિલ્મ ‘રાજા’માં કામ કર્યું હતું. આ ફિલ્મ તેના માટે હિટ સાબિત થઈ. ફિલ્મના ગીતો પણ ખૂબ જ લોકપ્રિય થયા. માત્ર ૪.૨૫ કરોડ રૂપિયાના બજેટમાં બનેલી આ ફિલ્મે દુનિયાભરમાં ૩૩ કરોડ ૫૮ લાખ રૂપિયાની કમાણી કરી. પરંતુ આ હિટથી પણ તેને કોઈ ફાયદો થયો નહીં.ઉલ્લેખનીય છે કે, માધુરી દીક્ષિત તેની કારકિર્દીમાં ટોચની એક્ટ્રેસ બની, પરંતુ સંજય કપૂરને ઈન્ડસ્ટ્રીમાં તે મુકામ ન મળ્યું. આજે પણ પ્રેમ ફિલ્મની રિલીઝના ૩૦ વર્ષ પછી તે હજુ પણ સંઘર્ષ કરી રહ્યો છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *