Morbi,તા.26
માળિયા તાલુકાના કાજરડા ગામ જવાના રસ્તેથી પોલીસે બાઈકમાં દેશી હાથ બનાવટની જામગરી બંદુક લઇ જતા ઈસમને ઝડપી લઈને બાઈક અને બંદુક સહીત ૨૨ હજારનો મુદામાલ કબજે લીધો છે
મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન માળિયા તાલુકાના કાજરડા ગામ જવાના રસ્તેથી એક ઇસમ બાઈકમાં ઉપર કપડામાં ઢાંકેલ ગેરકાયદેસર હાથ બનાવટની લોખંડની જામગરી બંદુક સાથે નીકળવાનો હોવાની બાતમી મળતા ટીમે રેડ કરી હતી અને કાજરડા ગામ જવાના રોડ પર બાઈકમાં જતા આરોપી સિકંદર જાકુબ હરદોર કાજેડીયા રહે કાજરડા તા માળિયા વાળાને ઝડપી લઈને દેશી જામગરી બંદુક નંગ ૧ કીમત રૂ ૨૦૦૦ અને બાઈક કીમત રૂ ૨૦,૦૦૦ સહીત કુલ રૂ ૨૨ હજારનો મુદામાલ ક્બ્જે લઈને આરોપી વિરુદ્ધ માળિયા પોલીસ મથકમાં હથિયારધારા હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે