Morbi,તા.11
પીપળી ગામે શિવપાર્કમાં રહેતા ઇસમના ઘરે રેડ કરી એલસીબી ટીમે ઈંગ્લીશ દારૂની ૫૭ બોટલના મુદામાલ સાથે એક ઈસમને ઝડપી લીધો છે અન્ય એક ઇસમનું નામ ખુલતા તપાસ ચલાવી છે
મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન પીપળી ગામે શિવપાર્ક 2 માં રહેતા દર્શન વરાળીયાના મકાનમાં બાતમીને આધરે રેડ કરી હતી જ્યાં આરોપીના મકાનમાંથી ઈંગ્લીશ દારૂની ૫૭ બોટલ કીમત રૂ ૩૨,૦૩૪ નો જથ્થો જપ્ત કરી આરોપી દર્શન વરાળીયાને ઝડપી લીધો હતો અન્ય આરોપી જયરાજ ખાચર રહે બોટાદ વાળાનું નામ અને મોબાઈલ નંબર ખુલતા તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધી તપાસ હાથ ધરી છે