Morbi,તા.11
વીડી જાંબુડિયા નજીકથી પોલીસે કારમાં દારૂની હેરાફેરી કરનાર ઈસમને ઝડપી લઈને ઈંગ્લીશ દારૂની ૧૬૮ બોટલ અને કાર સહીત ૪ લાખથી વધુનો મુદામાલ જપ્ત કર્યો છે તેમજ અન્ય એક આરોપીનું નામ ખુલતા વધુ તપાસ ચલાવી છે
વાંકાનેર તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન બાતમીને આધારે વીડી જાંબુડિયા ગામના બોર્ડ પાસે વોચ ગોઠવી હતી જ્યાંથી રેનોલ્ટ કાર જીજે ૦૧ કેયુ ૯૦૮૦ વાળી પસાર થતા કારણે રોકી તલાશી લેતા ઈંગ્લીશ દારૂની ૧૬૮ બોટલ કીમત રૂ ૧,૦૧,૫૫૬ મળી આવતા કાર અને દારૂ સહીત કુલ રૂ ૪,01,૫૫૬ નો મુદામાલ જપ્ત કરી આરોપી રામદેવસિંહ ગજુભા ઝાલા રહે રાયસંગપર તા. મુળી વાળાને ઝડપી લીધો છે અન્ય આરોપી વિશાલ ગોરધન કોળી રહે વરડુસર તા. વક્નએર વાળાનું નામ ખુલતા વધુ તપાસ ચલાવી છે