Rajkot,તા.02
શહેરના શ્રોફ રોડ તાલુકા પંચાયત ઓફિસની આગળ ચેરિટી કમિશનર ઓફિસ નજીક જાહેરમાં મોબાઈલ આઈડી પર 20- ટ્વેન્ટી મેચ પર ક્રિકેટ સટ્ટો રમતો હર્ષ સેજપાલને ક્રાઈમ બ્રાન્ચે ઉઠાવી લઈ રૂપિયા 50,000 ની કિંમત નો મોબાઇલ કબજે કરી મોબાઈલ આધારે ક્રિકેટ સત્તાના મૂળ સુધી પહોંચવા તપાસનો ધમધમાટ આદર્યો છે. વધુ વિગત મુજબ આઈ પી એલ ટુર્નામેન્ટ નો પ્રારંભ થતાં ક્રિકેટના સટોડીયાઓ દ્વારા રન ફેન નો જુગાર રમાડતા હોવાની પોલીસ કમિશનર બ્રિજેશ જાને મળેલી બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચ ના ટી આઈ એમ આર ગોંડલીયા સહિતના સ્ટાફે પેટ્રોલિંગ હાથ ધર્યું હતું ત્યારે લખનઉ સુપર જાયન્ટ અને પંજાબ કિંગ્સ ઇલેવન વચ્ચે 20-20 મેચ પર કાલાવડ રોડ નજીક લીંબડી વાળી ઓમકાર રેસીડેન્સીમાં રહેતો હર્ષ તુષાર સેજપાલ નામનો તાલુકા પંચાયત ઓફિસથી આગળ ચેરિટી કમિશનર ઓફિસના પાછળના ભાગે રનફેરનો જુગાર મોબાઇલમાં આઈડી મારફતે જુગાર અને કપાત કરતો હોવાની હેડ કોન્સ્ટેબલ દીપકભાઈ ચૌહાણને મળેલી બાતમીના આધારે સ્ટાફે દરોડો પાડી હર્ષ તેજપાલને જુગાર રમતા રંગે હાથે ઝડપી લીધો હતો. પોલીસે રૂપિયા 50,000 ની કિંમત નો મોબાઇલ કબજે કર્યો છે અને આ મોબાઇલમાં સફારી એપ્લિકેશનમાં ક્રિકેટની આઈડી હોવાથી તેના મૂળ સુધી પહોંચવા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.