ઓપરેશન બાદ પરિવારજનોની જાણ બહાર અન્ય હોસ્પિટલમાં રીફર કરી દેવાય, તબીબી બેદરકારી નો પરિવારનો આક્ષેપ
Rajkot,તા.25
જામનગર જિલ્લાના રવાણી ખીજડીયા ના ક્ષત્રિય પરિવાર ની ૧૧ મહિનાની માસુમ દીકરીનું ગળા ના ઇન્ફેક્શન ના નિદાન બાદ થયેલા ઓપરેશન પછી બાળકી નું મૃત્યુ નીપજયાના બનાવમાં તબીબી બેદરકારી નો પરિવારે આક્ષેપ કર્યોં છે.
આ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ રવાણી ખીજડીયા ના જનકસિંહ જાડેજા ની ૧૧મહિનાની દીકરી મિતાશ્રી બા ને ગળામાં સોજો આવતા રાજકોટ નાના મવા રોડ પર આવેલ કિસ હોસ્પિટલમાં તબિયત બતાવતા ગળામાં ઇન્ફેક્શન નું નિદાન થયું હતું અને માં શારદા હોસ્પિટલમાં ઓપરેશન માટે રિફર કરવામાં આવી હતી અને ડોક્ટર જીતેન્દ્ર ગાંધી દ્વારા સાંજના સાત એક વાગે ઓપરેશન કરવામાં આવ્યું હતું, ઓપરેશન બાદ પરિવારજનો ને કોઈ જાણ કર્યા વગર બેભાન અવસ્થામાં મિતાશ્રી બા ને સૌરાષ્ટ્ર હોસ્પિટલમાં રીફર કરવામાં આવી હતી જ્યાં તેનું મૃત્યુ નીપજ્યું હતું.
મિતાશ્રી બા ના પિતા જનકસિંહ જાડેજાએ આક્ષેપ કર્યો છે કે જ્યાં ઓપરેશન થયું ત્યાં ઓક્સિજન કે વેન્ટિલેટર ની કોઈ વ્યવસ્થા ન હતી, અને મારી દીકરીને અમારી જાણ વગર જ સૌરાષ્ટ્ર હોસ્પિટલમાં મોકલી દેવામાં આવી રસ્તામાં બે વાર ટ્રાફિક પોઇન્ટ પર ઓક્સિજન કે વેન્ટિલેટર વગરની એમ્બ્યુલન્સ ટ્રાફિકમાં રોકાઈ જતા કલાકનો સમય વીતી ગયો હતો અને ઓક્સિજનના અભાવે મારી દીકરીનું મૃત્યુ નીપજ્યું હતું. જામનગરના રવાણી ખીજડીયા નીમિતાશ્રી બા જનકસિંહ જાડેજા નું ઓપરેશન બાદ મૃત્યુ થયાની ઘટનામાંમાં શારદા હોસ્પિટલ ના સંચાલકોએ બાળકીને હોસ્પિટલમાંથી ઓપરેશન બાદ તાત્કાલિક રીફર કરવા ના કારણોમાં જણાવ્યું હતું કે હોસ્પિટલમાં રાત્રે ફરજ પર કોઈ તબીબ ન હોવાથી ઓબ્ઝર્વેશન માટે સૌરાષ્ટ્ર હોસ્પિટલમાં રીફર કરવામાં આવી હતી પરિવારજનોએ એવો આક્ષેપ કર્યો છે કે જો રસ્તામાં ઓક્સિજન અને વેન્ટિલેટરની પૂરતી સુવિધા હોત તો દીકરી બચી ગઈ હોત..સૌરાષ્ટ્ર હોસ્પિટલ દ્વારા આ અંગે પોલીસમાં જાણ કરતા માલવિયા નગર પોલીસ હેડ કોન્સ્ટેબલ કેજી ઝાલા અને સ્ટાફ હોસ્પિટલ દોડી આવ્યા હતા અને જરૂરી કાર્યવાહી કરી બાળકીના મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે સિવિલમાં ખસેડવામાં આવ્યો હતો પરિવારે ફરિયાદ નોંધવા માંગ કરી છે મતાંશીબા એક ભાઈ અને એક બહેનમાં નાના હતા, પરિવાર એક તબક્કે મૃતદેહ સ્વીકાર વાનો ઇનકાર કરી દેતા તંત્ર ને દોડધામ થઈ જવા પામી હતી