income taxની જુની પ્રણાલી એકાદ-બે વર્ષમાં આપોઆપ ખત્મ:નાણાં સચિવ

Share:

New Delhi,તા.5
કેન્દ્રીય બજેટમાં નવી ટેકસ પ્રણાલી હેઠળ 12 લાખ સુધીની આવકને કરમુકત કરી દેવામાં આવી છે જયારે જુની સીસ્ટમ આપમેળે જ એકાદ-બે વર્ષમાં બંધ થઈ જવાનો દાવો કેન્દ્રીય નાણાસચીવ તુરિનકાંત પાંડેયએ કર્યો હતો.

તેઓએ કહ્યું કે, બજેટમાં ઈન્કમટેકસની જુની પ્રણાલી વિશે કાંઈ કહેવાયું નથી.તેમા છુટછાટ ટેકસ સ્લેબ જુદા છે પરંતુ નવી પ્રણાલીમાં મોટી રાહત હોવાથી કરદાતાઓ આપોઆપ જ નથી પ્રણાલીમાં એન્ટ્રી લઈ લેશે.

છુટછાટ વિશે વિચારવાના બદલે કરદાતા રોકાણ પર ફોકસ કરી શકે. તે માટે જ કર પ્રણાલી દાખલ કરવામાં આવી છે.12 લાખ રૂપિયા સુધીની આવકને કરમુકત રાખવી હોય તો દેખીતી રીતે જ કરદાતાઓ નવી પ્રણાલી તરફ વળી જશે.

દરમ્યાન એકાદ દિવસમાં સંસદમાં રજુ થનારા નવા ઈન્કમટેકસ વિધેયક વિશે તેઓએ કહ્યું કે તેમાં કોઈ નવા ટેકસ નહીં હોય અને આગામી એપ્રિલથી લાગુ થઈ જશે, આ વિધેયક સંપૂર્ણ નવુ હશે તેમાં નવા ટેકસ કે કરમાં બદલાવ નહીં હોય પરંતુ કરમાળખામાં ધરખમ બદલાવ હશે અને સરળ-પારદર્શી હશે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *