Dehradun,તા.20
ઉતરાખંડમાં હવે રાજય બહારના લોકોને ખેતીની જમીન ખરીદવા પર પ્રતિબંધ લગાવી દેવાયા છે. રાજયના 13માંથી 11 જીલ્લા પર પ્રતિબંધ લાગુ થશે.
રાજય સરકારે આ અંગે એક ખરડો વિધાનસભામાં રજુ કરવા તૈયારી કરી છે. રાજયની પ્રાકૃતિક ખેતી અને કૃષી સંસ્કૃતિને જાળવી રાખવા આ નિર્ણય લેવાયો હોવાનું મુખ્યમંત્રી શ્રી પુષ્કરસિંઘ ધામીએ જાહેર કર્યુ હતુ.
અગાઉ રાજયમાં ટુરીઝમ માટે 12.5 થી 30 હેકટર સુધીની જમીન રાજય બહારના લોકો માટે ખરીદવાની મંજુરી અપાઈ હતી. જયારે બાગાયત માટે 30 હેકટર સુધીની મંજુરી હતી. હાલ રાજયના બહારના લોકો રહેણાંક હેતુ માટે મ્યુનિસીપલ એરીયા બહાર 250 સ્કવેર મીટરનો પ્લોટ ખરીદી શકે છે. જે જોગવાઈ યથાવત રહેશે.