New Delhi,તા.7
સુપ્રિમ કોર્ટે ગઈકાલે જણાવ્યું હતું કે, અદાલતો પાસેથી એ અપેક્ષા નથી રાખી શકાતી કે જામીન સંબંધિત કેસોમાં લાંબી તારીખો દે. ન્યાયમુર્તિ બી.આર.ગવઈ અને ન્યાયમુર્તિ ઓગસ્ટીન જયોર્જ મસીહની બેન્ચે આ ટિપ્પણી ત્યારે કરેલી જયારે તેમને જણાવવામાં આવ્યુ કે, પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે તબીબ આધારે અસ્થાયી જામીનની અરજી પર સુનાવણીની તારીખ બે મહિના બાદની નકકી કરી હતી.
અરજદારનાં વકીલે જણાવ્યું હતું કે, તેમણે એ આધારે અસ્થાયી જામીન માટે હાઈકોર્ટમાં ગયા હતા કારણ કે તેમના અસીલની બે વર્ષની દીકરીને તત્કાલ સર્જરીની જરૂર છે.
હાઈકોર્ટે 21 ફેબ્રુઆરીએ પસાર કરેલ પોતાના આદેશમાં કેસની સુનાવણી 22 એપ્રિલ માટે સ્થગિત કરી દીધી હતી.પીઠે જણાવ્યું હતું કે જામીનનાં મામલામાં અદાલતો પાસેથી આવી આશા ન રાખી શકાય કે મામલાને આટલી લાંબી તારીખ સુધી રોકી રાખે.
સાથે જ બેન્ચે અરજદારને શીધ્ર સુનાવણી માટે હાઈકોર્ટમાં જવાની મંજુરી આપી હતી. બેન્ચે હાઈકોર્ટને અનુરોધ કર્યો હતો કે સુનાવણીની તારીખ ઝડપથી નકકી કરે.
સુપ્રિમ કોર્ટે ગુરૂવારે બધી હાઈકોર્ટને કહ્યું કે તે પોતાના અધિકાર ક્ષેત્રની સિવીલ કોર્ટને 6 મહિનામાં આદેશ (ડીક્રી)નુ પાલન કરવાની માંગવાળી અરજીઓ પર નિર્ણય લેવાનો નિર્દેશ આપે, આવુ ન કરવા પર પીઠાસીન અધિકારી જવાબદાર રહેશે. જસ્ટીસ પારદીવાલાએ જણાવ્યુ હતું કે જો નિકાલ અરજીઓ ત્રણ-ચાર વર્ષ સુધી પેન્ડીંગ રહે તો તે ડિક્રીનાં મૂળ ઉદેશને જ ખતમ કરી નાખે છે.