Nirmala Sitharaman સામે અર્થવ્યવસ્થાની ઝડપ વધારવાનો મોટો પડકાર

Share:

New Delhi,તા.01
અર્થવ્યવસ્થાની ગતિમાં ઘટાડાની સાથે નાણાં મંત્રાલયનાં પડકારો વધી ગયાં છે. આવકવેરા અધિનિયમને સરળ બનાવવા માટે બજેટમાં જાહેર કરાયેલી સમીક્ષા પણ નવાં વર્ષમાં જ ફળે તેમ લાગે છે.

નિર્મલા સીતારામન, જેઓ નાણાં મંત્રાલયની સાથે કંપની બાબતોનાં મંત્રાલયની લગામ પણ સંભાળી રહ્યાં છે, તેમણે રોજગાર મોરચે બજેટમાં કરવામાં આવેલી જાહેરાતને પણ ઔપચારિક બનાવવી પડશે. 

સરળ આવકવેરા કાયદો
નાણામંત્રીએ બજેટમાં આવકવેરા અધિનિયમ 1961ની જોગવાઈઓને સરળ બનાવવા તેની સમીક્ષા કરવાની પણ જાહેરાત કરી હતી. સીબીડીટીને આ સંદર્ભમાં લગભગ 7000 સૂચનો પણ મળ્યાં હતાં. જો કે, મુખ્ય આવકવેરા કમિશનર વીકેની અધ્યક્ષતામાં રચાયેલી સમિતિનો રિપોર્ટ આવતાં વર્ષે મળવાની આશા છે, ત્યારબાદ સંસદનાં બજેટ સત્રમાં આ સંબંધિત બિલ રજૂ કરવામાં આવી શકે છે.

આગામી સામાન્ય બજેટમાં આ કામ કરવામાં આવશે તેવી આશા વ્યક્ત કરતાં સીબીડીટીના ચેરમેન રવિ અગ્રવાલે તાજેતરમાં કહ્યું હતું કે, ’કોઈપણ ફેરફાર યોગ્ય સમયે થાય છે. આ વખતે લાગે છે કે યોગ્ય સમય આવી ગયો છે. 

મૂડી ખર્ચ વધારવો પડશે
નાણામંત્રીએ ગયાં વર્ષમાં રાજકોષીય ખાધને 5.6 ટકા પર લાવીને ચાલું વર્ષ માટે 4.9 ટકાનો લક્ષ્યાંક રાખ્યો હતો.  જીએસટી સહિત ટેક્સ કલેક્શનની સારી ગતિને ધ્યાનમાં રાખીને, આ મોરચે કોઈ સમસ્યા ન થવી જોઈએ.  નાણાપ્રધાને બજેટમાં કહ્યું હતું કે સરકારને નાણાકીય વર્ષ 25 માં ટેક્સમાંથી 25 લાખ કરોડ રૂપિયાથી વધુ મળશે. મૂડીખર્ચની નીચી ગતિ પણ રાજકોષીય ખાધને અંકુશમાં રાખવામાં મદદ કરી રહી હોવાનું જણાય છે.

જોકે, બજેટમાં આપવામાં આવેલાં રૂ. 11.11 લાખ કરોડનાં મૂડી ખર્ચનાં લક્ષ્યાંકને હાંસલ કરવાનો પડકાર છે. આ તે ખર્ચ છે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવે છે. આ નાણાકીય વર્ષમાં ઓક્ટોબર સુધી કેન્દ્રનું મૂડીરોકાણ ગયાં વર્ષની સરખામણીમાં 14.7 ટકા ઘટીને રૂ. 4.7 લાખ કરોડ થયું છે.

હવે સરકાર વર્ષનાં બાકીનાં મહિનામાં મૂડીરોકાણ વધારવા માટે સરકારી વિભાગોને કેટલીક મંજૂરીઓમાં રાહત આપી શકે છે. કેરએજના ચીફ ઇકોનોમિસ્ટ રજની સિન્હાએ જણાવ્યું હતું કે, ’કેન્દ્રનું મૂડીરોકાણ તેનાં લક્ષ્યાંક કરતાં લગભગ રૂ.1.5 લાખ કરોડ ઓછું હોઇ શકે છે, જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર વૃદ્ધિને અસર કરી શકે છે. 

 પીએમ ઈન્ટર્નશિપ સ્કીમ
તાજેતરના પીએલએફએસ ડેટા અનુસાર, જુલાઈ-સપ્ટેમ્બર દરમિયાન શહેરી વિસ્તારોમાં બેરોજગારીનો દર 6.4 ટકા હતો, જે એક વર્ષ પહેલાં 6.6 ટકા હતો.  સીએમઆઇઈ અનુસાર, બેરોજગારી દર ઓક્ટોબરમાં 8.7 ટકા અને નવેમ્બરમાં 8 ટકા હતો. આર્થિક સર્વેક્ષણ 2024 માં એવું કહેવામાં આવ્યું હતું કે કોલેજમાંથી પાસ આઉટ થતાં દર બેમાંથી લગભગ એક યુવક પાસે રોજગાર યોગ્ય કુશળતા નથી. તેને ધ્યાનમાં રાખીને બજેટમાં પીએમ ઈન્ટર્નશિપ સ્કીમની જાહેરાત કરવામાં આવી હતી.

 સ્કીમ શું છે 
આ સ્કીમ 21-24 વર્ષનાં 10 મું પાસ યુવાનોને ટોચની 500 કંપનીઓમાં ઈન્ટર્નશિપની તક આપવા માટે શરૂ કરવામાં આવી હતી. 

 સ્કીમ ક્યારે શરૂ થશે
3 ઓક્ટોબરે પાયલોટ પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યો હતો, પરંતુ હજુ સુધી ઔપચારિક લોન્ચિંગ થયું નથી. નવાં વર્ષથી તેની શરૂઆત થશે.

15 લાખ રૂપિયા સુધીની કમાણી કરનારાઓને બજેટમાં ગિફ્ટ મળી શકે
આ બજેટમાં સરકાર 15 લાખ રૂપિયા સુધીનો આવકવેરો ભરનારાઓને મોટી ભેટ આપી શકે છે. સૂત્રોનું કહેવું છે કે દેશનાં મધ્યમ વર્ગને રાહત આપવા અને અર્થવ્યવસ્થામાં મંદીનાં કારણે વપરાશ વધારવા માટે કેન્દ્ર સરકાર ફેબ્રુઆરીનાં બજેટમાં આ અંગે મોટો નિર્ણય લઈ શકે છે.

સરકાર વાર્ષિક 15 લાખ રૂપિયા સુધીની કમાણી કરનારા લોકો માટે આવકવેરો ઘટાડવાનું વિચારી રહી છે. આ પગલાથી લાખો કરદાતાઓને ફાયદો થઈ શકે છે.

ઉત્પાદન અને વૃદ્ધિ આ પડકારો છે 
નાણાપ્રધાન નિર્મલા સીતારમણ સમક્ષ દેશની જીડીપી વૃદ્ધિને ઝડપી બનાવવાનો મોટો પડકાર છે. 

વૃદ્ધિ ધીમી 
બીજા ક્વાર્ટરમાં વૃદ્ધિ 5.4 ટકા હતી, જે સાત ક્વાર્ટરમાં સૌથી ઓછી છે. આરબીઆઈએ સમગ્ર નાણાકીય વર્ષ માટે વૃદ્ધિ અંદાજ 7.2 ટકા થી ઘટાડીને 6.6 ટકા કર્યો છે.

શું કરવાની જરૂર છે 
 ગ્રોથ વધારવા માટે મેન્યુફેક્ચરિંગ પર ફોકસ વધારવું પડશે. ઓક્ટોબરમાં મેન્યુફેક્ચરિંગ ગ્રોથ 4.1 ટકા હતો જે એક વર્ષ અગાઉ 10.6 ટકા હતો.

PHDCCIનું સૂચન 
જીડીપીમાં મેન્યુફેક્ચરિંગનો હિસ્સો જે હાલ 16 ટકા છે તેને 2030  સુધીમાં 25 ટકા સુધી કરવો જોઈએ. નોકરીઓ વધારવા માટે એમએસએમને સપોર્ટ આપવો જોઈએ.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *