લોધીકા અને વિછીયા ગામે જુગાર રમતા નવ શખ્સોની ધરપકડ
Jetpur,તા.31
રાજકોટ જિલ્લામાં ત્રણ સ્થળોએ પોલીસે બરોડા જુગારના દરોડા પાડ્યા છે જેમાં જેતપુરના ઉમરાળી ગામે એલસી 2019 પાણી ચાર મહિલા સહિત નવ શખ્સોની ધરપકડ કરે છે જ્યારે લોધિકા અને વિછીયા પંથકમાં જુગાર રમતા 9 શખ્સોની ધરપકડ કરી છે.રાજકોટ જિલ્લામાં દારૂ જુગારની બધી ડામી દેવા જિલ્લા પોલીસ વડાએ આપેલી સુચના ને પગલે જેતપુર તાલુકાના ઉમરાળી ગામની સીમમાં સંકેત મૂળજી સોજીત્રાની વાડીમાં જુગાર રમતા હોવાની એલસીબી ને મળેલી બાતમીના આધારે સ્ટાફે દરોડો પાડી જુગાર રમતા સંકેત સોજીત્રા ,મેરામણ સોમા સુવા, કિશોર મગન કુંડલીયા, મહેશ ભૂરા ભોજાણી, ધર્મેન્દ્રસિંહ મંગળસિંહ સોલંકી, સતીબેન ડાંગર, વાલીબેન કેશવાલા, કમુબેન ભોજાણી, હંસાબેન મુકેશભાઈ મણવર સહિત નવ શખ્સની ધરપકડ કરી રોકડા બે લાખ અને કાર મળી ₹2.85 લાખનું મુદ્દામાલ કબજે કર્યો છે.વિછીયા ના ખોડીયાર પરામાં જાહેરમાં જુગાર રમતો હોવાની મળેલી બાતમી ના આધારે પોલીસે દરોડો પાડી જુગાર રમતા ધાર્મિક જયંતિ, દર્શન વિજય દાવડા, રવિ અરવિંદ ડાભી, જયેશ રમેશ રોજાસરા અને સંજય મનસુખ ઝાપડિયાની ધરપકડ કરી 14500 નો મુદ્દામાલ કબજે કર્યો છે જ્યારે લોધીકા ગામે જાહેરમાં જુગાર રમતા મુકેશ ખીમજી ખીમસુરીયા, લાધા ટપુ સિંધવ, જીકા ખેતા ચૌહાણ અને નાનજી પટેલની ધરપકડ કરી 12 800 નું મુદામાં કબજે કર્યો છે