Nifty futures ૨૨૮૦૮ પોઈન્ટ ઉપર તેજી રહેશે..!!

Share:

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૭.૦૩.૨૦૨૫ ના રોજ

બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૪૩૪૦ સામે ૭૪૩૪૭ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૭૪૦૩૮ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૫૪૮ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૭ પોઈન્ટના ઘટાડા સાથે ૭૪૩૩૨ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૨૬૨૦ સામે ૨૨૫૯૮ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૨૫૭૨ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૬૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૯ પોઈન્ટના ઉછાળા સાથે ૨૨૬૪૭ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તેમની આક્રમક ટેરિફ નીતિ સામે વિરોધ શરૂ થતાં મેક્સિકો અને કેનેડાની ઓટો આયાત પર ટેરિફને એક મહિના મુલત્તવી રાખવાનો નિર્ણય લેતાં અને બીજી તરફ ચાઈના તેના અર્થતંત્રને ટેરિફ વોર સામે સુસજ્જ કરવા તૈયારી કરી રહ્યાની પોઝિટીવ અસરે આજે ફંડો, મહારથીઓ, ઓપરેટરોએ શેરોમાં સતત ત્રીજા દિવસે તેજી કરી હતી. ટ્રમ્પ ભારત સામે હજુ આક્રમક વલણ કાયમ રાખીને કૃષિ સિવાયની તમામ ચીજો પર ભારત શૂન્ય આયાત ડયુટી લાગુ કરે એવો આગ્રહ રાખતાં હજુ અનિશ્ચિતતા છતાં વૈશ્વિક મોરચે અમેરિકા ટેરિફને લઈ એકલું પડવા લાગ્યાના સંકેતે સપ્તાહના અંતે ભારતીય શેરબજારમાં ઉછાળો જોવા મળ્યો હતો, જો કે દરેક ઉછાળે સાવચેતી નોંધાતા ભારતીય શેરબજાર સામાન્ય ઘટાડા સાથે બંધ રહ્યું હતું.

કરન્સી માર્કેટની વાત કરીએ તો, વિશ્વ બજારમાં ડોલર ઈન્ડેક્સ તથા બોન્ડ યીલ્ડ ઘટતાં ભારતીય રૂપિયાના મૂલ્યમાં વધારો જોવા મળ્યો હતો, જયારે ક્રૂડઓઈલના ભાવમાં બે તરફી વધઘટ જોવા મળી હતી. બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૩૦% ઘટીને અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૭૫% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર ઇન્ડસ્ટ્રીયલ, કોમોડિટીઝ, એનર્જી, કેપિટલ ગુડ્સ, મેટલ, ઓટો, ટેલિકોમ્યુનિકેશન અને ઓઈલ એન્ડ ગેસ શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા.

બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૧૧૪ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૪૬૮ અને વધનારની સંખ્યા ૨૫૧૨ રહી હતી, ૧૩૪ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૫ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૮ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૩.૧૮%, નેસ્લે ઇન્ડિયા ૧.૬૨%, ટાટા સ્ટીલ ૧.૩૬%, અદાણી પોર્ટ ૦.૮૧%, ટાટા સ્ટીલ ૦.૮૦%, અલ્ટ્રાટેક સિમેન્ટ ૦.૭૭%, કોટક બેન્ક ૦.૬૭%, એકસિસ બેન્ક ૦.૪૯% અને ટીસીએસ લી. ૦.૩૨% વધ્યા હતા, જયારે ઝોમેટો લિ. ૩.૮૨%, ઇન્ડસઇન્ડ બેન્ક ૩.૫૩%, એનટીપીસી લી. ૨.૪૯%, ઇન્ફોસિસ લી. ૧.૬૦%, એચસીએલ ટેકનોલોજી ૧.૫૫%, ટાઈટન કંપની ૧.૨૮%, પાવર ગ્રીડ કોર્પોરેશન ૧.૨૪%, હિન્દુસ્તાન યુનીલીવર ૦.૭૧% અને ટેક મહિન્દ્ર ૦.૬૪% ઘટ્યા હતા.

બજારની ભાવિ દિશા…. મિત્રો, ચીનના શેરબજારો ફરી સક્રિય બનવા લાગતા અને ભારતીય ઈક્વિટીસમાં વિદેશી રોકાણકારોની જંગી વેચવાલીથી માર્કેટ કેપમાં એક ટ્રિલિયન ડોલરનું ધોવાણ થયું છે. વૈશ્વિક માર્કેટ કેપમાં ભારતનો હિસ્સો ૨૦૧૮થી સરેરાશ ૨.૯૯% રહ્યો છે. ગયા વર્ષના સપ્ટેમ્બરથી એમએસસીઆઈ ઈન્ડિયા ઈન્ડેકસ ૧૮% જેટલો ઘટી ગયો છે જ્યારે એમએસસીઆઈ વર્લ્ડ ઈન્ડેકસ મોટેભાગે યથાવત છે. ભારતીય ઈક્વિટીસમાં વિદેશી રોકાણકારોની સતત વેચવાલી જ્યારે ઘરેલું સંસ્થાકીય રોકાણકારોની સતત ખરીદીને પગલે બન્ને વચ્ચે દેશના ઈક્વિટી હોલ્ડિંગના તફાવત ઘટી ગયો છે. ડિસેમ્બર ત્રિમાસિકના અંતે એફઆઈઆઈ તથા ડીઆઈઆઈ વચ્ચે ઈક્વિટીસ હોલ્ડિંગનું અંતર અત્યારસુધીની નીચી સપાટીએ જોવા મળ્યું હતું.

એનએસઈમાં લિસ્ટેડ શેરોમાં વિદેશી રોકાણકારોનું હોલ્ડિંગ ડિસેમ્બર ત્રિમાસિકમાં ઘટી ૧૭.૨૩% સાથે ૧૨ વર્ષની નીચી સપાટીએ રહ્યું હતું જ્યારે ડીઆઈઆઈ પાસે હોલ્ડિંગ વધી ૧૬.૯૦% પહોંચી ગયું હતું. આમ બન્નેના હોલ્ડિંગ વચ્ચે માત્ર ૦.૩૩% તફાવત રહ્યો હતો જે ૨૦૧૫ના માર્ચ ત્રિમાસિકમાં ૧૦.૩૦% જેટલુ ઊંચુ હતું. વિદેશી રોકાણકારોની વેચવાલીને કારણે ભારતીય ઈક્વિટીસના ભાવમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે, જેની અસર એકંદર માર્કેટ કેપ પર જોવા મળી રહી છે. ત્યારે અગામી દિવસોમાં ફોરેન ફંડોનો રોકાણ વ્યુહ કેવો રહેશે તેના પર ભારતીય શેરબજારની નજર રહેશે.

તા.૧૦.૦૩.૨૦૨૫ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…

તા.૦૭.૦૩.૨૦૨૫ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૨૬૪૯ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૨૪૭૪ પોઈન્ટના પ્રથમ અને ૨૨૪૦૪ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૨૨૭૦૭ પોઈન્ટ થી ૨૨૭૩૭ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૨૨૮૦૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

તા.૦૭.૦૩.૨૦૨૫ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ @ ૪૮૬૮૦ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૪૮૪૭૪ પોઈન્ટ પ્રથમ અને ૪૮૩૦૩ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૪૮૭૩૭ પોઈન્ટ થી ૪૮૮૦૮ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. બેન્ક નિફ્ટી ફ્યુચરમાં ૪૮૯૭૯ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…

  • ભારતી એરટેલ ( ૧૬૪૦ ) :- એરટેલ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૬૦૬ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૫૮૮ ના સ્ટોપલોસથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૬૫૬ થી રૂ.૧૬૬૪ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૬૭૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!
  • ટાટા કોમ્યુનિકેશન ( ૧૩૯૧ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૩૭૦ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૩૫૩ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૪૦૮ થી રૂ.૧૪૨૦ ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!
  • ડૉ. રેડ્ડીઝ લેબોરેટરી ( ૧૧૩૬ ) :- રૂ.૧૧૦૩ નો પ્રથમ તેમજ રૂ.૧૦૮૮ બીજા સપોર્ટથી ફાર્મા સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૧૫૩ થી રૂ.૧૧૬૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!
  • એક્સિસ બેન્ક ( ૧૦૩૯ ) :- પ્રાઇવેટ બેન્ક સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૧૦૫૫ થી રૂ.૧૦૭૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૯૯૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • જેએસડબલ્યુ સ્ટીલ ( ૧૦૧૪ ) :- રૂ.૦૧ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૯૭૩ સ્ટોપલોસ આસપાસ આયર્ન એન્ડ સ્ટીલ સેક્ટરનો આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૧૦૩૪ થી રૂ.૧૦૪૦ આસપાસ ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!!!
  • વોલ્ટાસ લિ. ( ૧૪૦૫ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ હાઉસહોલ્ડ એપ્લાયેન્સીસ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૪૪૩ આસપાસ વેચવાલી થકી રૂ.૧૩૮૮ થી રૂ.૧૩૭૩ ના નીચા મથાળે ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૪૫૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો..!!
  • ગ્લેનમાર્ક ફાર્મા ( ૧૪૦૪ ) :- રૂ.૧૪૪૪ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૪૫૦ ના સ્ટોપલોસે તબક્કાવાર રૂ.૧૩૮૮ થી રૂ.૧૩૮૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૪૭૩ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
  • ગોદરેજ કન્ઝ્યુમર ( ૧૦૪૫ ) :- પર્સનલ કેર સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૦૯૦ ના સ્ટોપલોસથી પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૦૨૩ થી રૂ.૧૦૧૬ ના ભાવની આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
  • એસબીઆઈ કાર્ડ્સ ( ૮૩૮ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ નોન બેંકિંગ ફાઇનાન્શિયલ કંપની સેક્ટરનો આ સ્ટોક રૂ.૮૬૩ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૮૧૮ થી રૂ.૮૦૮ ના ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૮૭૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • ટાટા કેમિકલ ( ૮૧૬ ) :- રૂ.૮૩૮ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૮૪૪ ના સ્ટોપલોસે આ સ્ટોક રૂ.૮૦૩ થી રૂ.૭૮૭ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૮૫૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing.

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.inને આધીન…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટના પ્રોપરાઇટર છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *