રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૧.૦૪.૨૦૨૫ ના રોજ…
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૩૮૪૭ સામે ૭૪૮૩૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૭૪૭૬૨ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૭૦૪ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૩૧૦ પોઈન્ટના ઉછાળા સાથે ૭૫૧૫૭ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૨૪૭૯ સામે ૨૨૭૪૬ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૨૭૪૬ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૭૧ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૪૩૮ પોઈન્ટના ઉછાળા સાથે ૨૨૯૧૭ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
ચીન અને અમેરિકા વચ્ચે ટ્રેડવૉરની સ્થિતિ સતત વણસી રહી હોવાથી વૈશ્વિક અનિશ્ચિતતા સામે ટ્રમ્પ દ્વારા ૭૦થી વધુ દેશોને રેસિપ્રોકલ ટેરિફના અમલીકરણમાં ૯૦ દિવસની રાહત આપતાં વૈશ્વિક બજારોમાં આકર્ષક ઉછાળા સાથે આજે સપ્તાહના અંતે ભારતીય શેરબજારમાં પણ નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો હતો. ટ્રમ્પની આ રાહતથી ભારતનાં અને અમેરિકા વચ્ચે દ્વિપક્ષીય વેપાર કરાર માટે ભારતને વધુ ૯૦ દિવસનો સમય મળતા આજે ભારતીય શેરબજાર નોંધપાત્ર ઉછાળા સાથે બંધ રહ્યું હતું.
કરન્સી માર્કેટની વાત કરીએ તો, વૈશ્વિક ડોલર ઈન્ડેક્સ તથા બોન્ડ યીલ્ડ ઘટતાં ડોલર સામે રૂપિયાના મૂલ્યમાં ઉછાળો જોવા મળ્યો હતો, જયારે સાઉદી અરેબિયાએ ક્રૂડ ઓઇલનું ઉત્પાદન વધારવાની અને કિંમતો ઘટાડવાની જાહેરાત કરતાં ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૮૪% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૩.૦૪% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર મેટલ, કોમોડિટીઝ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, યુટીલીટીઝ, પાવર, એનર્જી, કંઝ્યુમર ડિસ્ક્રીશનરી અને ઇન્ડસ્ટ્રીયલ શેરોમાં ભારે લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ પણ ઉછાળા સાથે બંધ રહ્યા હતા.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૭૯ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૮૪૬ અને વધનારની સંખ્યા ૩૧૧૫ રહી હતી, ૧૧૮ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૮ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૮ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં એશિયન પેઈન્ટ ૦.૭૬% અને ટીસીએસ લિ. ૦.૪૩% ઘટ્યા હતા, જયારે ટાટા સ્ટીલ ૪.૯૧%, પાવર ગ્રીડ કોર્પોરેશન ૩.૭૨%, એનટીપીસી લિ. ૩.૨૫%, કોટક બેન્ક ૨.૮૫%, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૨.૮૪%, અદાણી પોર્ટ ૨.૮૧%, ઝોમેટો લિ. ૨.૬૫%, બજાજ ફિનસર્વ ૨.૫૬% અને ભારતી એરટેલ ૨.૪૨% વધ્યા હતા.
બજારની ભાવિ દિશા…. મિત્રો, અમેરિકાના ટેરિફના પરિણામે વિશ્વ મહા વેપાર યુદ્ધમાં હોમાયું છે. અમેરિકામાં આયાત પર વિશ્વના અનેક દેશો પર આકરાં ટેરિફ લાગુ કરનાર ડોનાલ્ડ ટ્રમ્પના આકરાં વલણ સામે જેવા સાથે તેવાની નીતિમાં ચાઈનાએ અમેરિકાથી થતી ચીજોની આયાત પર ૧૪૫% લાગુ કરવાનો નિર્ણય લેતાં અને યુરોપના દેશો પણ અમેરિકા સામે આકરાં ટેરિફ પગલાં લેવાની તૈયારીમાં હોવાના અહેવાલો પાછળ વૈશ્વિક શેરબજારમાં વેચવાલીના દબાણે ઝડપી પીછેહઠ જોવા મળી હતી. અમેરિકાની રેસિપ્રોકલ ટેરિફની વિશ્વ પર માઠી અસરની સાથે અમેરિકાનું અર્થતંત્ર પણ મોંઘવારી અને મંદીમાં સરી પડવાના અંદાજો વચ્ચે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફ મુદ્દે ચીન સિવાય અન્ય ૭૫ જેટલા દેશો પર ઊંચા ટેરિફ દર ૯૦ દિવસ સ્થગિત રાખવાનો નિર્ણય જાહેર કરતાં વૈશ્વિક શેરબજારોમાં રીકવરી જોવા મળી હતી.
૨, એપ્રિલના ટ્રમ્પે ફાર્માસ્યુટિકલ્સની આયાત પર રેસિપ્રોકલ ટેરિફ નહીં લાદીને બાકાત રાખવાના સંકેત આપ્યા બાદ હવે ટૂંક સમયમાં ટેરિફ લાદવાનું જાહેર કરવાના કરેલા નિવેદને અને અમેરિકાએ ચાઈના પર આકરાં ટેરિફ લાગુ કરતાં અને વળતાં ચાઈનાએ પણ અમેરિકા પર ટેરિફ લાદતાં વૈશ્વિક મેટલ વેપાર ખોરવાઈ જવાની દહેશત વચ્ચે લંડન મેટલમાં નોન-ફેરસ મેટલના ભાવો તૂટતાં અને ભારતના મેટલ આયાત માટેના ક્વોલિટી માપદંડો આકરાં હોવાનું કહી આંતરરાષ્ટ્રીય માપદંડો મુજબ આયાતની મંજૂરી આપવા ભારત પર દબાણ કરવાની શરૂઆત તેમજ ઓટોમોબાઈલ ક્ષેત્રે વાહનોની અમેરિકામાં આયાત પર આકરાં ટેરિફના પરિણામે ઓટો ઉદ્યોગમાં મંદીના એંધાણની શક્યતા જોવાઈ રહી છે.
તા.૧૫.૦૪.૨૦૨૫ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…
તા.૧૧.૦૪.૨૦૨૫ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૨૯૧૭ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૨૮૦૮ પોઈન્ટના પ્રથમ અને ૨૨૬૭૬ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૨૨૯૭૯ પોઈન્ટ થી ૨૩૦૦૮ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૨૨૮૦૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
તા.૧૧.૦૪.૨૦૨૫ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ @ ૫૧૧૬૨ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૫૧૦૦૮ પોઈન્ટ પ્રથમ અને ૫૦૮૦૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૫૧૩૦૩ પોઈન્ટ થી ૫૧૪૭૪ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. બેન્ક નિફ્ટી ફ્યુચરમાં ૫૦૮૦૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…
- ગોદરેજ કન્ઝ્યુમર ( ૧૨૩૦ ) :- ગોદરેજ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૨૦૩ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૧૮૦ ના સ્ટોપલોસથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૨૪૭ થી રૂ.૧૨૬૦ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૨૭૩ ઉપર તેજી તરફી ધ્યાન…!!
- અદાણી પોર્ટ્સ ( ૧૧૬૫ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૧૩૦ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૧૧૭ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૧૮૮ થી રૂ.૧૨૦૮ ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!
- ટાટા કન્ઝ્યુમર ( ૧૦૯૯ ) :- રૂ.૧૦૭૩ નો પ્રથમ તેમજ રૂ.૧૦૪૦ બીજા સપોર્ટથી ટી એન્ડ કોફી સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૧૨૩ થી રૂ.૧૧૩૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!
- ઓરબિન્દો ફાર્મા ( ૧૦૮૯ ) :- ફાર્મા સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૧૧૦૩ થી રૂ.૧૧૧૨ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૧૦૪૭ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
- એક્સિસ બેન્ક ( ૧૦૭૩ ) :- રૂ.૦૨ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૧૦૨૭ સ્ટોપલોસ આસપાસ પ્રાઇવેટ બેન્ક સેક્ટરનો આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૧૦૮૮ થી રૂ.૧૧૦૩ આસપાસ ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!!!
- ગોદરેજ પ્રોપર્ટીઝ ( ૧૯૫૧ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રેસિડેન્શિયલ, કોમર્શિયલ પ્રોજેક્ટ્સ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૯૮૮ આસપાસ વેચવાલી થકી રૂ.૧૯૨૭ થી રૂ.૧૯૦૯ ના નીચા મથાળે ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૯૦૯ નો સ્ટોપલોસ ધ્યાને લેવો..!!
- ગ્લેનમાર્ક ફાર્મા ( ૧૩૮૧ ) :- રૂ.૧૪૦૪ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૪૧૪ ના સ્ટોપલોસે તબક્કાવાર રૂ.૧૩૬૦ થી રૂ.૧૩૪૪ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૪૨૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
- આઈસીઆઈસીઆઈ બેન્ક ( ૧૩૧૬ ) :- પ્રાઇવેટ બેન્ક સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૩૬૦ ના સ્ટોપલોસથી પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૨૯૩ થી રૂ.૧૨૮૦ ના ભાવની આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
- રામકો સિમેન્ટ્સ ( ૯૩૮ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ સિમેન્ટ એન્ડ સિમેન્ટ પ્રોડક્ટ્સ સેક્ટરનો આ સ્ટોક રૂ.૯૭૪ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૯૧૯ થી રૂ.૯૦૯ ના ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૯૯૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
- એસબીઆઈ કાર્ડ્સ ( ૮૫૩ ) :- રૂ.૮૭૪ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૮૮૮ ના સ્ટોપલોસે આ સ્ટોક રૂ.૮૩૩ થી રૂ.૮૧૮ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૮૯૮ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing / trading, mentioned on www.nikhilbhatt.in
ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.inને આધીન…!!!
લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટના પ્રોપરાઇટર છે.