Nifty futures ૨૨૬૭૬ પોઈન્ટ ઉપર તેજી રહેશે…!!

Share:

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૬.૦૩.૨૦૨૫ ના રોજ…

બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૩૭૩૦ સામે ૭૪૩૦૮ પોઈન્ટના મથાળેથી ખુલીને ૭૩૪૧૫ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૯૭૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૬૦૯ પોઈન્ટના ઉછાળા સાથે ૭૪૩૪૦ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૨૪૪૧ સામે ૨૨૫૪૧ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૨૩૫૯ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૭૯ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૭૯ પોઈન્ટના ઉછાળા સાથે ૨૨૬૨૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની આક્રમક ટેરિફ નીતિમાં હવે અમેરિકામાં જ ફુગાવા સહિતની પરિસ્થિતિ વણસવાના સંકેતે રોલબેક માટેના વધતાં દબાણને લઈ કેનેડા અને મેક્સિકો પર ટેરિફ પાછી ખેંચવાના સંકેતે આજે વૈશ્વિક બજારોમાં તેજી પાછળ ભારતીય શેરબજારમાં પણ સતત બીજા દિવસે ઉછાળો નોંધાયો હતો. ઘણા શેરો હવે આકર્ષક વેલ્યુએશને ઉપલબ્ધ બનતાં ફંડો, મહારથીઓ, ખેલંદાઓ ફરી સક્રિય લેવાલ બની જઈ તેજીમાં આવી ગયા હતા.

ભારત પર પણ ૧૦૦% ટેરિફની ધમકી ટ્રમ્પે ઉચ્ચાર્યા છતાં વાટાઘાટ બાદ આ વિચારણા આગામી દિવસોમાં પડતી મૂકાય એવી શકયતા અને ચાઈના પર ટેરિફની અમેરિકાની આક્રમક નીતિને ભારતને એડવાન્ટેજ બની રહેવાના અંદાજે આજે ભારતીય શેરબજાર નોંધપાત્ર ઉછાળા સાથે બંધ રહ્યું હતું. ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો નોંધાતા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, એશિયન પેઈન્ટ, એનટીપીસી, ટાટા સ્ટીલ સહિતના શેરોમાં ૫% સુધી ઉછાળો નોંધાતાં નિફ્ટી ફ્યુચરે ફરી પાછી અતિ મહત્ત્વની ૨૨૫૦૦ પોઈન્ટની સપાટી પાછી મેળવી હતી.

કરન્સી માર્કેટની વાત કરીએ તો, રૂપિયા સામે ડોલરના ભાવમાં ઝડપી ઘટાડો આગળ વધતાં રૂપિયાના મૂલ્યમાં ઉછાળો જોવા મળ્યોહતો, જયારે ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો નોંધાયો હતો. બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૬૫% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૬૩% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર રિયલ્ટી અને ટેલિકોમ્યુનિકેશન શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા.

બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૧૦૩ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૯૯૦ અને વધનારની સંખ્યા ૩૦૦૬ રહી હતી, ૧૦૭ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૩ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૮ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં એશિયન પેઇન્ટ્સ ૪.૭૦%, એનટીપીસી ૩.૪૧%, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૨.૯૬%, ટાટા સ્ટીલ ૨.૮૭%, બજાજ ફિનસર્વ ૨.૩૯%, હિન્દુસ્તાન યુનીલીવર ૨.૨૨%, સન ફાર્મા ૨.૦૯%, અદાણી પોર્ટ ૨.૦૪% અને એક્સીસ બેંક ૧.૮૫% વધ્યા હતા, જયારે ટેક મહિન્દ્ર ૨.૩૧%, કોટક બેન્ક ૦.૯૬%, ઝોમેટો લિ. ૦.૬૨%, ટાટા મોટર્સ ૦.૧૯% અને ઇન્ડસઇન્ડ બેન્ક ૦.૦૭% ઘટ્યા હતા.

બજારની ભાવિ દિશા…. મિત્રો, વૈશ્વિક અનિશ્ચિતતાને કારણે ભારતીય શેરબજારમાં ભારે વોલેટિલિટીને પરિણામે વેપાર પ્રવૃત્તિઓ પર અસર પડતા વર્તમાન મહિનામાં કેશ તથા ડેરિવેટિવ સેગમેન્ટ બન્નેમાં સરેરાશ દૈનિક ટર્નઓવર નોંધપાત્ર ઘટી ગયો છે. બીએસઈ તથા એનએસઈના ડેટા પ્રમાણે, બન્ને એકસચેન્જો પર કેશમાં સરેરાશ દૈનિક ટર્નઓવર વર્તમાન મહિનામાં ઘટી રૂપિયા એક લાખ કરોડની અંદર સરકી ગયું છે, જે નવેમ્બર, ૨૦૨૩ બાદ પહેલી વખત જોવા મળ્યું છે. એટલુ જ નહીં ફેબ્રુઆરી માસમાં સતત આઠમા મહિને ટર્નઓવરમાં માસિક ધોરણે ઘટાડો જોવા મળ્યો છે. ડિસેમ્બરથી સેબીએ એકસચેન્જ દીઠ એક વીકલી એકસપાઈરી અને ઊંચા એકસ્ટ્રીમ લોસ માર્જિનનું ધોરણ લાગુ કર્યું છે.

આ ઉપરાંત ૧લી એપ્રિલથી પોઝિશન્સની ઈન્ટ્રાડે દેખરેખનો નિયમ પણ લાગુ થઈ રહ્યો છે, આને કારણે પણ વેપાર વોલ્યુમમાં વધુ ઘટાડો જોવા મળવા સંભવ છે. ગયા વર્ષના ઓકટોબર બાદ બેન્ચમાર્ક ઈન્ડાઈસિસ ઉપરાંત મિડકેપ, સ્મોલકેપ તથા સેકટરલ ઈન્ડેકસમાં જોરદાર ધોવાણ થઈ રહ્યું છે જેને કારણે રોકાણકારોનું માનસ ખરડાયું છે. ફેબ્રુઆરીમાં અત્યારસુધીમાં સેન્સેકસ તથા નિફટીમાં ત્રણ ટકા જ્યારે બીએસઈ મિડકેપ ૬% અને સ્મોલકેપ્સ ઈન્ડેકસ ૮% જેટલા ઘટી ગયા છે. ભૌગોલિકરાજકીય તાણને કારણે પણ રોકાણકારો જોખમ લેવાનું ટાળી રહ્યા છે એટલું જ નહીં બેન્કો દ્વારા થાપણ દરોમાં તાજેતરમાં કરાયેલા વધારાથી રોકાણકારો મુદતી થાપણ તરફ વળી રહ્યાનું પણ જોવા મળી રહ્યું છે.

તા.૦૭.૦૩.૨૦૨૫ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…

તા.૦૬.૦૩.૨૦૨૫ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૨૬૨૦ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૨૪૭૪ પોઈન્ટના પ્રથમ અને ૨૨૩૦૩ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૨૨૬૭૬ પોઈન્ટ થી ૨૨૭૦૭ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૨૨૬૭૬ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

તા.૦૬.૦૩.૨૦૨૫ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ @ ૪૮૭૮૦ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૪૮૪૭૪ પોઈન્ટ પ્રથમ અને ૪૮૩૦૩ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૪૮૮૩૮ પોઈન્ટ થી ૪૮૯૦૯ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. બેન્ક નિફ્ટી ફ્યુચરમાં ૪૯૦૦૯ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…

  • લુપિન લિ. ( ૨૦૨૫ ) :- ફાર્મા ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૯૯૦ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૯૭૩ ના સ્ટોપલોસથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૨૦૫૩ થી રૂ.૨૦૬૦ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૨૦૭૪ ઉપર તેજી તરફી ધ્યાન…!!
  • કોટક મહિન્દ્ર બેન્ક ( ૧૯૩૧ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૯૨૩ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૯૦૯ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૯૪૪ થી રૂ.૧૯૫૦ ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!
  • ઈન્ફોસિસ લિ. ( ૧૭૧૭ ) :- રૂ.૧૬૮૬ નો પ્રથમ તેમજ રૂ.૧૬૭૦ બીજા સપોર્ટથી કમ્પ્યુટર્સ – સોફ્ટવેર એન્ડ કન્સલ્ટિંગ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૭૩૪ થી રૂ.૧૭૪૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!
  • એચસીએલ ટેક્નોલોજી ( ૧૫૮૭ ) :- કમ્પ્યુટર્સ – સોફ્ટવેર એન્ડ કન્સલ્ટિંગ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૧૫૯૭ થી રૂ.૧૬૦૬ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૧૫૫૫ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • એસબીઆઈ લાઈફ ( ૧૪૨૫ ) :- રૂ.૧૦ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૧૩૭૩ સ્ટોપલોસ આસપાસ લાઈફ ઈન્સ્યુરન્સ સેક્ટરનો આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૧૪૪૪ થી રૂ.૧૪૫૦ આસપાસ ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!!!
  • ગોદરેજ પ્રોપર્ટીઝ ( ૨૦૬૬ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રેસિડેન્શિયલ, કોમર્શિયલ પ્રોજેક્ટ્સ સેક્ટરનો આ સ્ટોક રૂ.૨૧૦૮ આસપાસ વેચવાલી થકી રૂ.૨૦૩૭ થી રૂ.૨૦૨૦ ના નીચા મથાળે ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૨૧૩૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો..!!
  • હેવેલ્સ ઈન્ડિયા ( ૧૪૫૭ ) :- રૂ.૧૪૭૪ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૪૮૦ ના સ્ટોપલોસે તબક્કાવાર રૂ.૧૪૪૦ થી રૂ.૧૪૨૪ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૪૯૪ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
  • સન ફાર્મા ( ૧૬૧૮ ) :- ફાર્મા સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૬૫૦ ના સ્ટોપલોસથી પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૫૯૫ થી રૂ.૧૫૮૦ ના ભાવની આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
  • ગ્લેનમાર્ક ફાર્મા ( ૧૩૯૬ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ફાર્મા સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૪૩૪ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૩૮૦ થી રૂ.૧૩૬૩ ના ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૪૪૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • આઈસીઆઈસીઆઈ બેન્ક ( ૧૨૨૨ ) :- રૂ.૧૨૩૭ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૨૪૪ ના સ્ટોપલોસે આ સ્ટોક રૂ.૧૨૦૨ થી રૂ.૧૧૮૮ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૨૫૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing.

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.inને આધીન…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટના પ્રોપરાઇટર છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *