રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૦.૦૩.૨૦૨૫ ના રોજ…
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૪૩૩૨ સામે ૭૪૪૭૪ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૭૪૦૨૨ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૭૧૯ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૧૭ પોઈન્ટના ઘટાડા સાથે ૭૪૧૧૫ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૨૬૪૯ સામે ૨૨૫૯૯ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૨૪૮૬ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૨૪૧ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૩૪ પોઈન્ટના ઘટાડા સાથે ૨૨૫૧૫ પોઈન્ટ બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ૪ માર્ચથી મેક્સિકો અને કેનેડા સામે ટેરિફની શરૂઆતની જાહેરાત સાથે ચીન સામેનું ટેરિફ પણ વધારાશે તેવી જાહેરાત બાદ ભારતીય શેરબજારમાં છેલ્લાં ઘણા સમયથી કડાકાની સ્થિતિ જોવા મળી રહી છે ત્યારે આજે સપ્તાહના પ્રથમ દિવસે પણ સેન્સેક્સ અને નિફ્ટી ફ્યુચરમાં ઘટાડો જોવા મળ્યો હતો. અમેરિકાના ભારત પર ડયુટી ઘટાડવાના દબાણને લઈ કેન્દ્ર સરકાર પરની આયાત ડયુટી ઘટાડવા વિચારણા કરીને રહ્યાના અહેવાલે ભારતીય ઓટો ઉદ્યોગને ફટકો પડવાના અંદાજોએ ઓટો શેરોમાં ફંડોનું હેમરિંગ સાથે અમેરિકાના ભારત પર ક્રુડ ઓઈલની ખરીદીનું દબાણ વધારતી તાજેતરની બન્ને દેશો વચ્ચેની ડિલ અને બીજી તરફ ઓપેક દેશો દ્વારા એપ્રિલ પૂર્વે ક્રુડ ઓઈલના ઉત્પાદનમાં વધારો નહીં કરવાના નિર્ણય અને એપ્રિલથી અમેરિકા દ્વારા રેસિપ્રોકલ ટેરિફ લાદવાના નેગેટીવ પરિબળોએ આજે વૈશ્વિક બજારોમાં ઘટાડા સાથે ભારતીય શેરબજારમાં પણ ઉછાળે નફારૂપી વેચવાલી જોવા મળી હતી.
કરન્સી માર્કેટની વાત કરીએ તો, રૂપિયા સામે ડોલરના ભાવમાં ઉછાળો જોવા મળ્યો હતો, જયારે વૈશ્વિક ક્રૂડઓઈલના ભાવ સતત દબાણ હેઠળ રહ્યા હતા. બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૪૬% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૨.૧૧% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર યુટીલીટીઝ અને એફએમસીજી શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૨૨૯ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૮૭૭ અને વધનારની સંખ્યા ૧૨૦૩ રહી હતી, ૧૪૯ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૪ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૧ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં પાવર ગ્રીડ કોર્પોરેશન ૩.૧૨%, હિન્દુસ્તાન યુનીલીવર ૧.૯૯%, ઇન્ફોસિસ લી. ૧.૦૧%, નેસ્લે ઇન્ડિયા ૦.૬૬%, એશિયન પેઈન્ટ ૦.૪૫%, આઈટીસી લી. ૦.૩૧%, સન ફાર્મા ૦.૧૩ અને આઈસીઆઈસીઆઈ બેન્ક ૦.૦૨% વધ્યા હતા, જયારે ઇન્ડસઇન્ડ બેન્ક ૩.૮૬%, ઝોમેટો લિ. ૨.૫૮%, લાર્સેન લી. ૨.૧૦%, ટાઈટન કંપની લી. ૧.૮૩%, મહિન્દ્રા & મહિન્દ્રા ૦.૯૭%, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૦.૮૭%, કોટક બેન્ક ૦.૮૫%, બજાજ ફાઈનાન્સ ૦.૭૨% અને અલ્ટ્રાટેક સિમેન્ટ ૦.૭૧% ઘટ્યા હતા.
બજારની ભાવિ દિશા…. મિત્રો, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વને બન્ને મોરચે ત્રીજા વિશ્વ યુદ્વનો ભય અને વર્લ્ડ ટ્રેડ વોરનો ભય બતાવતા રહીને શક્ય બને એટલી અમેરિકાના હિતમાં બિઝનેસ ડિલ કરાવવાના પ્રયાસો કરી રહ્યા છે. વિશ્વ પર આકરાં ટેરિફનું શસ્ત્ર ઉગામીને અમેરિકામાં ફુગાવા – મોંઘવારીની સ્થિતિ વણસવાના સંકેત અને એના પરિણામે ટેરિફમાં બેકફૂટ જવા લાગી ઓટો ઉદ્યોગ માટે મેક્સિકો, કેનેડા પરની ટેરિફને એક મહિનો મોકૂફ રાખ્યા છે. બીજી તરફ યુક્રેન મામલે અમેરિકા પોતાનું હિત સાધી મિનરલ્સ ડિલ કરવામાં ઝેલેન્સકીને ઝૂંકાવવા સફળ રહ્યા છે. યુરોપના દેશો પણ અમેરિકા સામે મોરચો માંડીને ટેરિફ મામલે અમેરિકાને ઝુંકાવવા અને પોતાનું હિત સાધવા પ્રયાસ કરી રહ્યા છે.
જ્યારે ચાઈના અમેરિકા પર ભીંસ વધારી રહ્યું હોઈ ચાઈના પણ તેના સંભવિત સંકટને જોઈ ભારત સહિતના દેશો સાથે સંબંધો સુધારીને તેના અમેરિકા સાથેના વેપારમાં નુકશાનની અસર શકય એટલી ઓછી કરવા પ્રયાસ કરી રહ્યું છે. આ ડેવલપમેન્ટ વચ્ચે હજુ અનિશ્ચિતતાનો દોર આગામી દિવસોમાં પણ કાયમ રહેવાની શકયતા છે ત્યારે ભારત પર રેસિપ્રોકલ ટેરિફ ૨, એપ્રિલથી લાગુ કરવા અમેરિકા મક્કમ હોવાની ચીમકીએ સંભવિત વૈશ્વિક પરિબળોને લઈ અનિશ્ચિતતાનો દોર કાયમ રહેવાની શકયતાએ દરેક ઉછાળે સાવચેતી જરૂરી બની રહેશે.
તા.૧૧.૦૩.૨૦૨૫ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…
તા.૧૦.૦૩.૨૦૨૫ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૨૫૧૫ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૨૬૭૬ પોઈન્ટના પ્રથમ અને ૨૨૭૩૭ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૨૨૪૭૪ પોઈન્ટ થી ૨૨૪૦૪ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૨૨૬૭૬ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
તા.૧૦.૦૩.૨૦૨૫ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ @ ૪૮૩૧૫ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૪૮૬૦૬ પોઈન્ટ પ્રથમ અને ૪૮૬૭૬ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૪૮૧૮૦ પોઈન્ટ થી ૪૮૦૮૦ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. બેન્ક નિફ્ટી ફ્યુચરમાં ૪૮૬૭૬ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…
- એચસીએલ ટેક્નોલોજી ( ૧૫૫૫ ) :- એચસીએલ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૫૧૭ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૫૦૫ ના સ્ટોપલોસથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૫૭૩ થી રૂ.૧૫૮૦ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૫૮૮ ઉપર તેજી તરફી ધ્યાન…!!
- ટેક મહિન્દ્ર ( ૧૪૮૬ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૪૬૦ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૪૩૪ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૫૦૩ થી રૂ.૧૫૨૦ ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!
- વોલ્ટાસ લિ. ( ૧૩૯૪ ) :- રૂ.૧૩૭૩ નો પ્રથમ તેમજ રૂ.૧૩૬૦ બીજા સપોર્ટથી હાઉસહોલ્ડ એપ્લાયેન્સીસ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૪૦૪ થી રૂ.૧૪૨૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!
- રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ( ૧૨૪૦ ) :- રિફાઇનરી એન્ડ માર્કેટિંગ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૧૨૫૭ થી રૂ.૧૨૭૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૧૧૮૮ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
- અદાણી પોર્ટ્સ ( ૧૧૪૨ ) :- રૂ.૦૨ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૧૧૦૮ સ્ટોપલોસ આસપાસ પોર્ટ એન્ડ પોર્ટ સર્વિસ સેક્ટરનો આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૧૧૬૩ થી રૂ.૧૧૭૦ આસપાસ ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!!!
- હેવેલ્સ ઈન્ડિયા ( ૧૪૬૭ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૪૯૦ આસપાસ વેચવાલી થકી રૂ.૧૪૩૪ થી રૂ.૧૪૨૦ ના નીચા મથાળે ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૫૦૮ નો સ્ટોપલોસ ધ્યાને લેવો..!!
- ગ્લેનમાર્ક ફાર્મા ( ૧૪૦૦ ) :- રૂ.૧૪૪૪ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૪૫૪ ના સ્ટોપલોસે તબક્કાવાર રૂ.૧૩૮૩ થી રૂ.૧૩૭૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૪૬૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
- આઈસીઆઈસીઆઈ બેન્ક ( ૧૨૧૫ ) :- પ્રાઇવેટ બેન્ક સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૨૪૭ ના સ્ટોપલોસથી પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૧૯૭ થી રૂ.૧૧૮૫ ના ભાવની આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
- ઓરબિન્દો ફાર્મા ( ૧૦૯૧ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ફાર્મા સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૧૦૮ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૦૭૭ થી રૂ.૧૦૬૦ ના ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૧૨૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
- એક્સિસ બેન્ક ( ૧૦૩૬ ) :- રૂ.૧૦૬૭ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૦૮૪ ના સ્ટોપલોસે આ સ્ટોક રૂ.૧૦૧૭ થી રૂ.૧૦૦૭ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૧૦૩ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing, mentioned on www.nikhilbhatt.in
ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.inને આધીન…!!!
લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટના પ્રોપરાઇટર છે.