Nifty futures ૨૨૫૭૫ પોઈન્ટ ઉપર તેજી રહેશે..!!

Share:

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૫.૦.૨૦૨૫ ના રોજ…

બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૨૯૮૯ સામે ૭૩૦૦૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૭૨૮૯૪ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૦૩૯ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૭૪૦ પોઈન્ટના ઉછાળા સાથે ૭૩૭૩૦ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૨૧૯૧ સામે ૨૨૨૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૨૧૬૮ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૩૩૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૫૦ પોઈન્ટના ઉછાળા સાથે ૨૨૪૪૧ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

છેલ્લા નવ માસની તુલનાએ સૌથી લાંબી મંદી ફેબ્રુઆરી માસમાં જોવા મળ્યા બાદ આજે સપ્તાહના ત્રીજા દિવસે ભારતીય શેરબજારમાં સુધારો જોવા મળ્યો હતો. અમેરિકાના ટેરિફ વોરથી અન્ય ઉદ્યોગો સાથે ભારતીય ઓટોમોબાઈલ ઉદ્યોગને પણ ફટકો પડવાના એંધાણ સામે અમેરિકાના હેલ્થકેર – દવાઓ પર ટેરિફની શકયતા છતાં હાલ ચાઈના અને કેનેડા, મેક્સિકો ટાર્ગેટ રહેતાં અને ભારતનો કોઈ ઉલ્લેખ નહીં થઈ રહ્યો હોઈ ફંડોની આજે પસંદગીની લેવાલી નોંધાતા ભારતીય શેરબજાર ઉછાળા સાથે બંધ રહ્યું હતું.

અમેરિકામાં ટેરિફના વળતાં પગલાંથી ફુગાવો – મોંઘવારી વધવાના અને આર્થિક ભીંસ વધવાના અંદાજોએ અમેરિકી શેરબજારમાં કડાકા સાથે અમેરિકાના ટેરિફ સામે કેનેડા અને ચાઈનાએ અમેરિકી ચીજોની આયાત પર ટેરિફ લાદતાં અને મેક્સિકો પણ ટેરિફ લાદવાની તૈયારી સાથે યુરોપના દેશો વળતાં પગલાં લેવાના સંકેત વચ્ચે આજે વૈશ્વિક બજારોમાં બે તરફી અફડાતફડી સામે ટ્રમ્પના ટેરિફની ધમકીની આજે નહિંવત્ત અસરે ભારતીય શેરબજારમાં ઉછાળો જોવા મળ્યો હતો.

કરન્સી માર્કેટની વાત કરીએ તો, ટેરીફ વોરના પગલે અનિશ્ચિતતા વધતાં ડોલર ઈન્ડેક્સમાં ઘટાડો નોંધાતા રૂપિયાના મૂલ્યમાં સુધારો જોવા મળ્યો હતો, જયારે અમેરિકા, કેનેડા તથા ચીન વચ્ચે ટેરીફ વોર વધતાં ક્રૂડના ભાવ પર તેની નેગેટીવ ઈમ્પેકટ જોવા મળતા ક્રૂડઓઈલના ભાવ ઝડપી ઘટી ત્રણ માસની નીચી સપાટીએ જોવા મળ્યા હતા.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૨.૬૬% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૨.૮૦% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર યુટીલીટીઝ, પાવર, સર્વિસીસ, મેટલ અને ટેલિકોમ્યુનિકેશન શેરોમાં ભારે લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ પણ ઉછાળા સાથે બંધ રહ્યા હતા.

બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૧૦૧ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૭૬૮ અને વધનારની સંખ્યા ૩૨૪૭ રહી હતી, ૮૬ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૮ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૨૦ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં અદાણી પોર્ટ ૫.૦૨%, ટાટા સ્ટીલ ૪.૯૨, પાવર ગ્રીડ કોર્પોરેશન ૪.૨૭%, મહિન્દ્રા & મહિન્દ્રા ૪.૨૭%, એનટીપીસી લી. ૪.૦૬%, ટેક મહિન્દ્ર ૩.૭૩%, ટાટા મોટર્સ ૩.૫૨%, આઈટીસી લી. ૨.૬૬% અને ભારતી એરટેલ ૨.૫૮% વધ્યા હતા, જયારે બજાજ ફાઈનાન્સ ૩.૨૫%, ઇન્ડસઇન્ડ બેન્ક ૧.૬૪%, એચડીએફસી બેન્ક ૧.૨૫%, ઝોમેટો લિ. ૦.૩૧% અને મારુતિ સુઝુકી ૦.૦૨% ઘટ્યા હતા.

બજારની ભાવિ દિશા…. મિત્રો, ભારતના કૃષિ, એન્જિનિયરિંગ ગુડસ, જ્વેલરી, ગારમેન્ટસની અમેરિકામાં સારી માંગ રહે છે, ત્યારે ચીન સાથે વધેલી તંગદિલીનો ભારતને લાભ થવાની શકયતા નકારાતી નથી. અમેરિકાએ હાલમાં ભારતના સ્ટીલ તથા એલ્યુમિનિયમ પર ઊંચી ટેરિફ લગાડવાનું જાહેર કર્યું છે. ચીન પર ઊંચા ટેરિફને જોતા ભારત માટે તેની ઉત્પાદન ક્ષમતા વધારવાની તક ઊભી થઈ છે એટલું જ નહીં અમેરિકાની કંપનીઓને ભારતના ઉત્પાદન ક્ષેત્રમાં રોકાણ માટે આકર્ષવાના પણ સરકાર તરફથી પ્રયત્નો શરૂ કરાયા છે.

ડોનાલ્ડ ટ્રમ્પે વિશ્વને ગંભીર ટ્રેડ વોરમાં ધકેલીને હવે ખરાખરીને જંગ શરૂ થયો હોય એમ અમેરિકાના ટેરિફ સામે કેનેડા અને ચાઈનાએ અમેરિકી ચીજોની આયાત પર ટેરિફ લાદતાં અને મેક્સિકો પણ ટેરિફ લાદવાની તૈયારીમાં હોવા સાથે યુરોપના દેશો વળતાં પગલાં લેવાના સંકેત પણ મળી રહ્યા છે. ટ્રમ્પની ટેરિફ વોરની ભારત પર ખાસ પ્રતિકૂળ અસર જોવા નહીં મળે તેવી ધારણાં મૂકવામાં આવી રહી છે ત્યારે અમેરિકાની ટેરિફ વોરમાંથી બચવા ભારત અમેરિકાના વિવિધ માલસામાનો પર ટેરિફ ઘટાડવા તૈયારી કરી રહ્યું છે.

તા.૦૬.૦૩.૨૦૨૫ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…

તા.૦૫.૦૩.૨૦૨૫ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૨૪૪૧ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૨૫૦૫ પોઈન્ટના પ્રથમ અને ૨૨૫૭૫ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૨૨૩૭૩ પોઈન્ટ થી ૨૨૩૦૩ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૨૨૫૭૫ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

તા.૦૫.૦૩.૨૦૨૫ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ @ ૪૮૭૧૪ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૪૯૦૦૯ પોઈન્ટ પ્રથમ અને ૪૯૦૯૦ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૪૮૬૦૬ પોઈન્ટ થી ૪૮૫૩૦ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. બેન્ક નિફ્ટી ફ્યુચરમાં ૪૯૦૯૦ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…

  • હિન્દુસ્તાન યૂનિલિવર ( ૨૧૮૬ ) :- હિન્દુસ્તાન યૂનિલિવર ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૨૧૩૩ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૨૧૦૮ ના સ્ટોપલોસથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૨૨૦૩ થી રૂ.૨૨૧૩ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૨૨૨૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!
  • એચસીએલ ટેક્નોલોજી ( ૧૫૭૭ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૫૪૪ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૫૩૦ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૫૯૩ થી રૂ.૧૬૦૦ ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!
  • ટેક મહિન્દ્ર ( ૧૫૪૯ ) :- રૂ.૧૫૨૩ નો પ્રથમ તેમજ રૂ.૧૫૦૮ બીજા સપોર્ટથી કમ્પ્યુટર્સ – સોફ્ટવેર એન્ડ કન્સલ્ટિંગ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૫૬૪ થી રૂ.૧૫૭૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!
  • અદાણી પોર્ટ્સ ( ૧૧૧૬ ) :- પોર્ટ એન્ડ પોર્ટ સર્વિસ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૧૧૩૩ થી રૂ.૧૧૪૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૧૦૭૩ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • જેએસડબ્લ્યૂ સ્ટીલ ( ૧૦૧૧ ) :- રૂ.૦૧ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૯૭૩ સ્ટોપલોસ આસપાસ આયર્ન એન્ડ સ્ટીલ સેક્ટરનો આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૧૦૨૩ થી રૂ.૧૦૩૦ આસપાસ ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!!!
  • બાલકૃષ્ણ ઈન્ડસ્ટ્રીઝ ( ૨૪૯૦ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ટાયર એન્ડ રબર પ્રોડક્ટ્સ સેક્ટરનો આ સ્ટોક રૂ.૨૫૦૮ આસપાસ વેચવાલી થકી રૂ.૨૪૬૪ થી રૂ.૨૪૫૦ ના નીચા મથાળે ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૨૫૩૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો..!!
  • કોટક મહિન્દ્ર બેન્ક ( ૧૯૪૧ ) :- રૂ.૧૯૭૭ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૯૮૪ ના સ્ટોપલોસે તબક્કાવાર રૂ.૧૯૨૩ થી રૂ.૧૯૦૯ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૯૯૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
  • એચડીએફસી બેન્ક ( ૧૭૦૦ ) :- પ્રાઈવેટ બેન્ક સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૭૫૦ ના સ્ટોપલોસથી પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૬૮૬ થી રૂ.૧૬૭૦ ના ભાવની આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
  • રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ( ૧૧૮૨ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રિફાઇનરી એન્ડ માર્કેટિંગ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૨૦૮ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૧૬૭ થી રૂ.૧૧૫૫ ના ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૨૨૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • એક્સિસ બેન્ક ( ૧૦૧૭ ) :- રૂ.૧૦૩૭ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૦૪૪ ના સ્ટોપલોસે આ સ્ટોક રૂ.૧૦૦૩ થી રૂ.૯૯૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૦૫૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing.

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.inને આધીન…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટના પ્રોપરાઇટર છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *