Nifty futures ૨૨૩૦૩ પોઈન્ટ ઉપર તેજી રહેશે..!!

Share:

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૧.૦૩.૨૦૨૫ ના રોજ

બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૪૧૧૫ સામે ૭૩૭૪૩ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૭૩૬૬૩ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૫૩૨ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૨ પોઈન્ટના ઘટાડા સાથે ૭૪૧૦૨ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૨૫૧૫ સામે ૨૨૪૧૯ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૨૩૬૧ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૩૧ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૪૮ પોઈન્ટના ઉછાળા સાથે ૨૨૫૬૪ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની આકરી ટેરિફ પોલિસીના કારણે અમેરિકામાં આ વર્ષે મંદી શરૂ થવાના સંકેત, બેરોજગારીના દરમાં વધારો તેમજ ટ્રમ્પના ટેરિફ વોરથી વિશ્વમાં ટ્રેડવોરની ભીતિના પગલે વૈશ્વિક બજારોમાં નોંધાયેલા કડાકાની અસર ભારતીય શેરબજારમાં પણ જોવા મળી હતી. ટેરિફ વોરમાં ભારત પર ભીંસ વધવા લાગી હોઈ સરકારે અમેરિકા સાથે સિક્રેટ ટ્રેડ ડિલ કરીને ટેરિફમાં અપેક્ષાથી વધુ ઘટાડો કરવા સંમતિ આપી દીધાની ચર્ચા વચ્ચે આજે સપ્તાહના બીજા દિવસે ભારતીય શેરબજાર બે તરફી અફડાતફડીના અંતે ઘટાડા સાથે બંધ રહ્યું હતું.

ટ્રમ્પના ટેરિફ વોરના પરિણામે નિકાસો પર નિર્ભર દેશોની હાલત કફોડી થવાના એંધાણમાં ચાઈનામાં ફુગાવો શૂન્યની અંદર આવી જવા સાથે ડિફલેશનની વિકટ પરિસ્થિતિ સર્જાઈ રહ્યાના અને ભારત પર ટેરિફ લાદવાનું સતત દબાણ સામે ભારતે ટેરિફમાં ઘટાડો કરવા તૈયારી બતાવ્યાના નિર્દેશોએ આજે ભારતીય શેરબજારમાં સાવચેતીનો માહોલ જોવા મળ્યો હતો. કરન્સી માર્કેટની વાત કરીએ તો, વિશ્વ બજારમાં ડોલર ઈન્ડેક્સ તથા બોન્ડ યીલ્ડ ઘટતાં ભારતીય રૂપિયાના મૂલ્યમાં વધારો જોવા મળ્યો હતો, જયારે ક્રૂડઓઈલના ભાવમાં બે તરફી વધઘટ જોવા મળી હતી.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૭૨% વધીને અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૭૦% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર આઈટી, ફોકસ્ડ આઈટી, બેન્કેકસ, એફએમસીજી, યુટિલિટીઝ, ઓટો, ટેક અને ઇન્ડસ્ટ્રીયલ્સ શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા.

બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૯૨ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૫૦૬ અને વધનારની સંખ્યા ૧૪૬૬ રહી હતી, ૧૨૦ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૪ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૭ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં સન ફાર્મા ૨.૬૨%, આઈસીઆઈસીઆઈ બેન્ક ૨.૪૯%, ભારતી એરટેલ ૧.૯૩%, એચસીએલ ટેક ૧.૨૨%, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૦.૭૪%, કોટક બેન્ક ૦.૬૮%, ટાઈટન લિ. ૦.૫૯%, નેસ્લે ઇન્ડિયા ૦.૨૩% અને ટેક મહિન્દ્રા ૦.૦૧% વધ્યા હતા, જયારે ઇન્ડસઇન્ડ બેન્ક ૨૭.૧૭%, ઈન્ફોસીસ લિ. ૨.૪૮%, બજાજ ફિનસર્વ ૧.૮૧%, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ૧.૭૭%, પાવર ગ્રીડ કોર્પ. ૧.૪૯%, એક્સીસ બેન્ક ૦.૯૮%, અદાણી પોર્ટસ ૦.૫૬%, એચડીએફસી બેન્ક ૦.૧૨% ટાટા સ્ટીલ ૦.૦૭%, બજાજ ફાઈનાન્સ ૦.૦૨% અને ટાટા મોટર્સ ૦.૦૧% ઘટ્યા હતા.

બજારની ભાવિ દિશા…. મિત્રો, ટ્રમ્પે વિશ્વભરના દેશો સામે આક્રમક ટેરિફ યુદ્ધ છેડ્યું છે. અમેરિકાના વહીવટી ખર્ચમાં કાપ મૂકવા માટે કર્મચારીઓની આડેધડ છટણી કરાઈ રહી છે. આ બધાં કારણોને લીધે અમેરિકામાં આર્થિક અનિશ્ચિતતાઓનો માહોલ સર્જાયો છે. પરિણામે રોકાણકારો યુએસ ટ્રેઝરી બોન્ડ્સ જેવી સુરક્ષિત અસ્કયામતો તરફ વળી ગયા છે. અમેરિકન બજારમાં કડાકો બોલતાં એની પ્રતિકૂળ અસર વૈશ્વિક બજારો પર પણ જોવા મળી હતી છે અને ટ્રમ્પની નીતિઓના કારણે ટૂંકા ગાળાની મંદી આવી શકે છે. નિષ્ણાત અર્થશાસ્ત્રીઓના મતે, ટ્રમ્પની નીતિઓને લીધે અમેરિકાનો આર્થિક વિકાસ રૂંધાશે. વર્ષ ૨૦૨૫ના અંત સુધીમાં અમેરિકાનો આર્થિક વિકાસ અંદાજિત ૨.૨% રહેવાની અપેક્ષા હતી તે હવે ઘટીને ૧.૭% થઈ ગઈ છે. ગગડતાં માર્કેટોને સ્થિર કરવા માટે ટ્રમ્પ પોતાની નીતિઓમાં કંઈક હકારાત્મક બદલાવ લાવશે એવી સૌને અપેક્ષા છે ત્યારે આગામી દિવસોમાં અમેરિકન પ્રમુખના નિર્ણયો અને નીતિઓ પર ભારતીય શેરબજારની નજર રહેશે.

તા.૧૨.૦૩.૨૦૨૫ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…

તા.૧૧.૦૩.૨૦૨૫ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૨૫૬૪ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૨૩૭૩ પોઈન્ટના પ્રથમ અને ૨૨૩૦૩ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૨૨૬૦૬ પોઈન્ટ થી ૨૨૬૭૬ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૨૨૩૦૩ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

તા.૧૧.૦૩.૨૦૨૫ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ @ ૪૭૯૯૯ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૪૭૮૦૮ પોઈન્ટ પ્રથમ અને ૪૭૬૭૬ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૪૮૦૮૮ પોઈન્ટ થી ૪૮૧૮૮ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. બેન્ક નિફ્ટી ફ્યુચરમાં ૪૮૩૦૩ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…

  • એસીસી લિ. ( ૧૮૮૫ ) :- અદાણી ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૮૪૪ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૮૨૮ ના સ્ટોપલોસથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૮૯૮ થી રૂ.૧૯૦૩ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૯૧૩ ઉપર તેજી તરફી ધ્યાન…!!
  • ઈન્ફોસિસ લિ. ( ૧૬૭૩ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૬૪૪ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૬૨૬ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૬૮૮ થી રૂ.૧૬૯૪ ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!
  • એચસીએલ ટેક્નોલોજી ( ૧૫૭૧ ) :- રૂ.૧૫૪૪ નો પ્રથમ તેમજ રૂ.૧૫૩૦ બીજા સપોર્ટથી કમ્પ્યુટર્સ – સોફ્ટવેર એન્ડ કન્સલ્ટિંગ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૫૮૮ થી રૂ.૧૬૦૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!
  • હેવેલ્સ ઈન્ડિયા ( ૧૪૭૯ ) :- કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૧૪૯૪ થી રૂ.૧૫૦૮ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૧૪૨૪ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • આઈસીઆઈસીઆઈ બેન્ક ( ૧૨૪૭ ) :- રૂ.૦૨ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૧૨૦૭ સ્ટોપલોસ આસપાસ પ્રાઇવેટ બેન્ક સેક્ટરનો આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૧૨૬૩ થી રૂ.૧૨૭૦ આસપાસ ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!!!
  • ટેક મહિન્દ્ર ( ૧૪૮૭ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ કમ્પ્યુટર્સ – સોફ્ટવેર એન્ડ કન્સલ્ટિંગ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૫૦૮ આસપાસ વેચવાલી થકી રૂ.૧૪૭૦ થી રૂ.૧૪૪૪ ના નીચા મથાળે ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૫૨૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો..!!
  • સિપ્લા લિ. ( ૧૪૫૨ ) :- રૂ.૧૪૭૭ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૪૮૪ ના સ્ટોપલોસે તબક્કાવાર રૂ.૧૪૩૪ થી રૂ.૧૪૦૮ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૪૯૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
  • એસબીઆઈ લાઈફ ( ૧૪૨૩ ) :- લાઈફ ઈન્સ્યુરન્સ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૪૭૦ ના સ્ટોપલોસથી પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૪૦૪ થી રૂ.૧૩૯૩ ના ભાવની આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
  • રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ( ૧૨૪૮ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રિફાઇનરી એન્ડ માર્કેટિંગ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૨૭૭ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૨૩૦ થી રૂ.૧૨૧૭ ના ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૨૯૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • ગોદરેજ કન્ઝ્યુમર ( ૧૦૪૨ ) :- રૂ.૧૦૮૮ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૦૯૪ ના સ્ટોપલોસે આ સ્ટોક રૂ.૧૦૨૩ થી રૂ.૧૦૦૮ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૧૦૮ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing, mentioned on www.nikhilbhatt.in

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.inને આધીન…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટના પ્રોપરાઇટર છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *