રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૪.૦૨.૨૦૨૫ ના રોજ…
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૭૧૮૬ સામે ૭૭૬૮૭ પોઈન્ટના મથાળેથી ખુલીને ૭૭૪૦૨ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૨૫૬ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૩૯૭ પોઈન્ટના ઉછાળા સાથે ૭૮૫૮૩ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૩૪૪૨ સામે ૨૩૫૫૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૩૪૯૬ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૩૦૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૩૪૨ પોઈન્ટના ઉછાળા સાથે ૨૩૭૮૫ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફ વૉર હાલ પૂરતો સ્થગિત કરતાં સપ્તાહના બીજા દિવસે ભારતીય શેરબજારમાં આકર્ષક તેજી જોવા મળી હતી અને બીએસઈ સેન્સેક્સ અંદાજીત ૧૩૯૭ પોઈન્ટ તેમજ નિફ્ટી ફ્યુચર ૩૪૦ પોઈન્ટના ઉછાળા સાથે બંધ રહ્યા હતા. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડા અને મેક્સિકો પર ટેરિફ લાદવાનો નિર્ણય સ્થગિત કર્યો હોવાની સાથે વધુમાં ચીન સાથે પણ વેપાર મુદ્દે વાતચીત કરવાનો નિર્ણય જાહેર કરતાં અને કેનેડા અને મેક્સિકો સાથે પણ ટેરિફના બદલે વાતચીતના માધ્યમથી ઉકેલ લાવવાની સંભાવના વ્યક્ત કરતાં વૈશ્વિક બજારો સાથે ભારતીય શેરબજારમાં તેજી તરફી માહોલ જોવા મળ્યો હતો.
આરબીઆઈની આ સપ્તાહે યોજનારી મોનેટરી પોલિસીમાં વ્યાજના દર ૨૫ બેઝિસ પોઈન્ટ સુધી ઘટાડે તેવી અપેક્ષાઓના પગલે બેન્કિંગ શેરોમાં તેજીમાં આવ્યા હતાં સાથે સાથે સ્થાનિક સ્તરે બજેટમાં સકારાત્મક સુધારાઓ અને જીડીપી ગ્રોથમાં મુખ્ય ભૂમિકા ભજવતાં એમએસએમઈ-કૃષિ ક્ષેત્રલક્ષી જાહેરાતોની અસર જોવા મળી હતી. કરન્સી માર્કેટની વાત કરીએ તો, ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ નીતિ મુદ્દે જાહેરાતના પગલે ડોલર ઈન્ડેક્સ નબળો પડતાં રૂપિયામાં તેજી આવી હતી. રૂપિયો ઓલટાઈમ લો ૮૭.૧૮ના તળિયે પહોંચ્યા બાદ આજે ૮૭ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૩૫% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૨૦% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર એફએમસીજી શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૭૩ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૪૧૦ અને વધનારની સંખ્યા ૨૫૦૯ રહી હતી, ૧૫૪ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૪ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૯ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં લાર્સેન લી. ૪.૭૬%, અદાણી પોર્ટ ૩.૮૩%,ઇન્ડસઇન્ડ બેન્ક ૩.૫૦%, ટાટા મોટર્સ ૩.૩૮%, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૩.૨૮%, અલ્ટ્રાટેક સિમેન્ટ ૨.૭૮%, એશિયન પેઈન્ટ ૨.૬૯%, એકસિસ બેન્ક ૨.૬૨%, એનટીપીસી લી. ૨.૫૭%, એચડીએફસી બેન્ક ૨.૫૧%, એચસીએલ ટેકનોલોજી ૨.૪૬ અને કોટક બેન્ક ૨.૪૦% વધ્યા હતા, જયારે આઈટીસી હોટેલ્સ ૪.૧૬%, ઝોમેટો લિ. ૧.૫૭%, નેસ્લે ઇન્ડિયા ૦.૮૧%, મારુતિ સુઝુકી ૦.૨૩%, ટેક મહિન્દ્ર ૦.૧૧% અને હિન્દુસ્તાન યૂનિલિવર ૦.૦૬% ઘટ્યા હતા.
બજારની ભાવિ દિશા…. મિત્રો, બજેટમાં રાજકોષીય શિસ્ત જાળવીને વપરાશ વધારવાના પગલાંની જાહેરાત કર્યા બાદ હવે અર્થતંત્રને વેગ આપવા માટે પગલાં લેવાનો કેન્દ્રીય બેંકનો વારો છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની ૬ સભ્યોની મોનેટરી પોલિસી કમિટી લગભગ ૫ વર્ષમાં પ્રથમ વખત રેપો રેટમાં ઘટાડો કરી શકે છે. આગામી નાણાકીય નીતિ સમિતિની બેઠકમાં રેપો રેટમાં ૨૫ બેસિસ પોઈન્ટ્સનો ઘટાડો થઈ શકે છે. આરબીઆઈ ૭ ફેબ્રુઆરીએ નાણાકીય સમીક્ષા અંગેના નિર્ણયની જાહેરાત કરશે. મોનેટરી પોલિસી કમિટીએ મે ૨૦૨૨ અને ફેબ્રુઆરી ૨૦૨૩ વચ્ચે રેપો રેટમાં ૨૫૦ બેસિસ પોઈન્ટનો વધારો કર્યા પછી, સતત ૧૧ મીટિંગમાં તેમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો ન હતો.
કોવિડ-૧૯ રોગચાળા દરમિયાન મે ૨૦૨૦માં રેપો રેટમાં છેલ્લે ઘટાડો કરવામાં આવ્યો હતો. બજેટમાં વિકાસ દરમાં નરમાઈ, ફુગાવામાં ઘટાડાની અપેક્ષા અને રાજકોષીય કાર્યક્ષમતાને કારણે દરમાં ઘટાડો થવાની શક્યતા છે. ચાલુ નાણાકીય વર્ષના જુલાઈ – સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી)નો વૃદ્ધિ દર ઘટીને ૫.૪% થયો હતો, જે સાત ક્વાર્ટરમાં સૌથી નીચો છે. ડિસેમ્બરમાં, આરબીઆઈએ ચાલુ નાણાકીય વર્ષ માટે જીડીપી વૃદ્ધિનો અંદાજ અગાઉના ૭.૨% થી ઘટાડીને ૬.૬% કર્યો હતો, જ્યારે ફુગાવાનો અંદાજ ૪.૫%થી વધારીને ૪.૮% કર્યો હતો.
તા.૦૫.૦૨.૨૦૨૫ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…
- તા.૦૪.૦૨.૨૦૨૫ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૩૭૮૫ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૩૬૭૬ પોઈન્ટના પ્રથમ અને ૨૩૬૦૬ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૨૩૮૩૮ પોઈન્ટ થી ૨૩૯૦૯ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૨૩૬૦૬ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
- તા.૦૪.૦૨.૨૦૨૫ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ @ ૫૦૩૧૫ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૪૯૯૦૯ પોઈન્ટ પ્રથમ અને ૪૯૬૭૬ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૫૦૪૦૪ પોઈન્ટ થી ૫૦૫૭૦ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. બેન્ક નિફ્ટી ફ્યુચરમાં ૫૦૬૦૬ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…
- કોટક મહિન્દ્ર બેન્ક ( ૧૯૩૮ ) :- કોટક મહિન્દ્ર ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૯૦૯ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૮૯૦ ના સ્ટોપલોસથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૯૫૩ થી રૂ.૧૯૬૦ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૯૭૭ ઉપર તેજી તરફી ધ્યાન…!!
- બજાજ ફિનસર્વ ( ૧૮૧૩ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૭૮૭ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૭૭૦ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૮૩૪ થી રૂ.૧૮૪૦ ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!
- સન ફાર્મા ( ૧૭૫૮ ) :- રૂ.૧૭૨૦ નો પ્રથમ તેમજ રૂ.૧૭૦૭ બીજા સપોર્ટથી ફાર્મા સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૭૭૪ થી રૂ.૧૭૮૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!
- ટાટા કોમ્યુનિકેશન્સ ( ૧૫૯૩ ) :- ટેલિકોમ – સેલ્યુલર એન્ડ ફિક્સ્ડ લાઇન સર્વિસ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૧૬૦૬ થી રૂ.૧૬૧૬ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૧૫૬૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
- એક્સિસ બેન્ક ( ૧૦૧૫ ) :- રૂ.૦૨ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૯૭૦ સ્ટોપલોસ આસપાસ પ્રાઈવેટ બેન્ક સેક્ટરનોઆ સ્ટોકમાં તેજી તરફી રૂ.૧૦૩૪ થી રૂ.૧૦૪૦ આસપાસ ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!!!
- એચડીએફસી બેન્ક ( ૧૭૨૨ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ પ્રાઈવેટ બેન્ક સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૭૪૭ આસપાસ વેચવાલી થકી રૂ.૧૭૦૩ થી રૂ.૧૬૯૦ ના નીચા મથાળે ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૭૬૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો..!!
- સિપ્લા લિ. ( ૧૪૫૫ ) :- રૂ.૧૪૭૭ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૪૮૪ ના સ્ટોપલોસે તબક્કાવાર રૂ.૧૪૩૭ થી રૂ.૧૪૨૪ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૪૯૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
- રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ( ૧૨૮૬ ) :- રિફાઇનરી એન્ડ માર્કેટિંગ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૩૨૦ ના સ્ટોપલોસથી પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૨૬૦ થી રૂ.૧૨૪૪ ના ભાવની આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
- આઈસીઆઈસીઆઈ બેન્ક ( ૧૨૭૧ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ પ્રાઈવેટ બેન્ક સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૨૯૭ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૨૫૭ થી રૂ.૧૨૪૪ ના ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૩૦૮ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
- ટાટા કન્ઝ્યુમર ( ૧૦૩૫ ) :- રૂ.૧૦૭૪ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૦૮૦ ના સ્ટોપલોસે આ સ્ટોક રૂ.૧૦૧૩ થી રૂ.૯૯૮ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૦૯૩ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
Past Performance is not an Indicator of Future Returns. The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing.
ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.inને આધીન…!!!
લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે.