રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૨.૦૧.૨૦૨૫ ના રોજ…
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૮૫૦૭ સામે ૭૮૬૫૭ પોઈન્ટના મથાળેથી ખુલીને ૭૮૫૪૨ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૪૯૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૪૩૬ પોઈન્ટના ઉછાળા સાથે ૭૯૯૪૩ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૩૮૯૭ સામે ૨૩૯૧૧ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૩૮૬૩ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૪૫૧ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૩૮૪ પોઈન્ટના ઉછાળા સાથે ૨૪૨૮૨ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
વૈશ્વિક સ્તરે પડકારો હળવા થતાં અને સ્થાનિક સ્તરે ડિસેમ્બર માસનુ જીએસટી કલેકશન વાર્ષિક ધોરણે ૭.૩% વધીને વધીને રુ.૧.૭૭ લાખ કરોડ નોંધતા અને ડોલર ઈન્ડેક્સની મજબૂતીના કારણે આઈટી અને ટેક્નોલોજી શેર્સમાં ભારે ખરીદીએ ભારતીય શેરબજારમાં ઉછાળો જોવા મળ્યો હતો.
ડિસેમ્બર માસમાં ઓવરઓલ ઓટો સેલ્સ ચાર વર્ષના તળિયે પહોંચ્યા છે. જો કે, જાન્યુઆરી માસથી ઓટો કંપનીઓના ભાવમાં વધારો અને આગામી સમયમાં ઈન્ડસ્ટ્રીને વેગ આપવા સુધારા થવાના આશાવાદે ઓટો શેરોમાં વેલ્યૂબાઈંગ સાથે પસંદગીના પીએસયુ શેરોમાં નીચલા સ્તરે સુધારો નોંધાતા નવા કેલેન્ડર વર્ષ ૨૦૨૫ના સતત બીજા દિવસે ભારતીય શેરબજારમાં આકર્ષક તેજી જોવા મળી હતી.
વિદેશી સંસ્થાકીય રોકાણકારો, ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોની વેચવાલી સામે લોકલ ફંડો – સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની સતત ખરીદીએ આજે સપ્તાહના ચોથા દિવસે બીએસઈ સેન્સેક્સ અંદાજીત ૧૫૦૦ પોઈન્ટ ઉછાળા સાથે ફરી ૮૦૦૦૦ પોઈન્ટની અને નિફ્ટી ફ્યુચરએ પણ ૨૪૩૦૦ પોઈન્ટની સપાટી પાર કરી હતી. કરન્સી માર્કેટની વાત કરીએ તો, ડોલર સામે રૂપિયો વધુ તુટ્યો હતો, જયારે ક્રુડ તેલના ભાવમાં ઉછાળો જોવા મળ્યો હતો.
ફંડો, ઓપરેટરો, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરો વર્ષ ૨૦૨૫ના સતત બીજા દિવસે લેવાલ બનતાં બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૮૯% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૬૮% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર ઓટો, આઈટી, કંઝ્યુમર ડિસ્ક્રીશનરી, ટેક અને કંઝ્યુમર ડ્યુરેબલ્સ શેરોમાં ભારે લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ પણ ઉછાળા સાથે બંધ રહ્યા હતા.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૮૬ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૫૭૪ અને વધનારની સંખ્યા ૨૩૯૫ રહી હતી, ૧૧૭ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૩ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૭ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં બજાજ ફિનસર્વ ૭.૮૬%, બજાજ ફાઈનાન્સ ૬.૫૦%, મારુતિ સુઝુકી ૫.૪૯%, ટાઈટન કંપની લિ. ૪.૨૨%, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ૪.૨૦%, ઇન્ફોસિસ લી. ૩.૯૮%, એચસીએલ ટેકનોલોજી ૩.૦૪%, ઝોમેટો લિ.૩.૦૨%, અલ્ટ્રાટેક સિમેન્ટ ૨.૮૧%, કોટક બેન્ક ૨.૬૮%, ઇન્ડસઇન્ડ બેન્ક ૨.૪૪, ટાટા મોટર્સ ૨.૧૦% અને હિન્દુસ્તાન યૂનિલિવર ૨.૦૩% વધ્યા હતા, જ્યારે સન ફાર્મા ૦.૬૨% ઘટ્યા હતા.
બજારની ભાવિ દિશા…. મિત્રો, સેન્સેક્સમાં વર્તમાન કરેક્શનને કારણે એક સમયે ૨૦% જેવું મળતું રિટર્ન કેલેન્ડર વર્ષ ૨૦૨૪ને અંતે સાધારણ ૯% જેવું જ રહ્યું છે. જોકે, રોકાણકારોને શેરબજારમાં સળંગ ૯મા વર્ષે સકારાત્મક લાભ મળ્યો છે. સંસ્થાકીય રોકાણકારો, ખાસ કરીને સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સના ટેકાએ આ સ્થિતિ જોવાઈ છે. જો કે છેલ્લા કેટલાક સમયથી ઘટતા વોલ્યૂમ સાથે બજાર કોન્સોલિડેટ થઇ રહ્યું છે તે બજારમાં ટ્રેડર્સ અને ઇન્વેસ્ટર્સના ઘટેલા રસને સૂચવે છે.
હવે જો વધુ લાંબો સમય કોન્સોલિડેશનની સ્થિતિ રહેશે તો આની વિપરીત અસર થઈ શકે છે અને આઇપીઓના મળી રહેલા સકારાત્મક પ્રતિસાદમાં ઘટાડો જોવા આવી શકે છે. આગામી દિવસોમાં બજેટની આશા – અપેક્ષા વચ્ચે કોર્પોરેટ પરિણામો, ફુગાવાના તથા આઇઆઇપી ડેટા સાથે વૈશ્વિક સ્તરે ટ્રમ્પ ૨૦મી જાન્યુઆરીએ સત્તા ગ્રહણ કરવાના હોવાથી ટ્રમ્પ પોલિસી પર વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેરબજારની રહેશે.
તા.૦૩.૦૧.૨૦૨૫ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…
- તા.૦૨.૦૧.૨૦૨૫ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૪૨૮૨ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૪૪૦૪ પોઈન્ટના પ્રથમ અને ૨૪૪૭૪ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૨૪૧૮૦ પોઈન્ટ થી ૨૪૦૮૮ પોઈન્ટ,૨૪૦૦૮ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૨૪૪૦૪ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
- તા.૦૨.૦૧.૨૦૨૫ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ @ ૫૧૮૬૦ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૫૧૩૦૩ પોઈન્ટ પ્રથમ અને ૫૧૧૮૦ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૫૨૦૦૮ પોઈન્ટ થી ૫૨૧૦૮ પોઈન્ટ,૫૨૩૦૩ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. બેન્ક નિફ્ટી ફ્યુચરમાં ૫૧૩૦૩ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…
- એસીસી લીમીટેડ ( ૨૦૮૦ ) :- અદાણી ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૨૦૩૩ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૨૦૧૭ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૨૧૦૩ થી રૂ.૨૧૧૩ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૨૧૨૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!
- ઈન્ફોસીસ લીમીટેડ ( ૧૯૬૧ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૯૨૩ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૯૦૯ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૯૮૩ થી રૂ.૧૯૯૦ ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!
- ભારત ફોર્જ ( ૧૩૨૭ ):- રૂ.૧૨૯૦ નો પ્રથમ તેમજ રૂ.૧૨૭૩ બીજા સપોર્ટથી ઓટો કમ્પોનન્ટ્સ અને ઇક્વિપમેન્ટ્સ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૩૪૪ થી રૂ.૧૩૫૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!
- રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ( ૧૨૪૭ ) :- રિફાયનરી એન્ડ માર્કેટિંગ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૧૨૬૩ થી રૂ.૧૨૭૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૧૨૧૭ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
- ઇન્ડસઇન્ડ બેંક ( ૧૦૦૩ ) :- રૂ.૧૦ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૯૭૩ સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક પ્રાઈવેટ બેન્ક સેક્ટરનાઆ સ્ટોકમાં તેજી તરફી રૂ.૧૦૨૩ થી રૂ.૧૦૩૦ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
- એચડીએફસી બેન્ક ( ૧૭૯૯ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ પ્રાઈવેટ બેન્ક સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૮૩૩ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૭૮૦ થી રૂ.૧૭૬૩ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૮૪૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો..!!
- ટાટા કોમ્યુનિકેશન ( ૧૭૫૩ ):- રૂ.૧૭૮૭ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૭૯૪ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૧૭૨૭ થી રૂ.૧૭૦૭ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૮૦૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
- ભારતી ઐરટેલ ( ૧૬૨૧ ) :- ટેલિકોમ – સેલ્યુલર અને ફિક્સ્ડ લાઇન સેવાઓ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૬૪૭ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૫૯૦ થી રૂ.૧૫૭૩ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!
- મહાનગર ગેસ ( ૧૩૦૩ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ એલપીજી/સીએનજી/પીએનજી સપ્લાયર્સ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૩૩૭ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૨૮૮ થી રૂ.૧૨૭૪ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૩૫૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
- ટાટા કેમિકલ્સ ( ૧૦૩૮ ) :- રૂ.૧૦૭૩ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૦૮૦ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૧૦૦૭ થી રૂ.૯૯૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૦૮૮ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
Past Performance is not an Indicator of Future Returns. The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing.
ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.inને આધીન…!!!
લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે.