રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૩૦.૦૧.૨૦૨૫ ના રોજ…
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૬૫૩૨ સામે ૭૬૫૯૮ પોઈન્ટના મથાળેથી ખુલીને ૭૬૪૦૧ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૫૬૧ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૨૬ પોઈન્ટના ઉછાળા સાથે ૭૬૭૫૯ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૩૨૭૯ સામે ૨૩૩૧૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૩૨૬૯ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૮૯ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૩૮ પોઈન્ટના ઉછાળા સાથે ૨૩૪૧૮ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
સપ્તાહના ચોથા અને સત ત્રીજા દિવસે ભારતીય શેરબજાર ઉછાળા સાથે બંધ રહ્યા હતા. સપ્તાહની શરૂઆત બીએસઈ સેન્સેક્સ અંદાજીત ૮૨૪ પોઈન્ટ તૂટ્યા બાદ છેલ્લા ત્રણ દિવસમાં અંદાજીત ૧૩૯૩ પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો છે અને રોકાણકારોની મૂડી પણ અંદાજીત ૯ લાખ કરોડ આસપાસ વધી છે. ફેડ રિઝર્વ દ્વારા વ્યાજ દર યથવાત રાખતા તેમજ સ્થાનિક સ્તરે અગામી કેન્દ્રીય બજેટમાં રાહતો જાહેર થવાના આશાવાદ સાથે વપરાશ અને રોજગાર સર્જન પર ફોકસ થાય તેવી સંભાવનાઓના લીધે ભારતીય શેરબજાર સુધારા તરફી ટ્રેડ થઈ રહ્યા છે.
વૈશ્વિક સ્તરે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ફરી ભારત, ચાઈના સહિતના દેશો પર આકરાં ટેરિફ લાદવાની ધમકી ઉચાર્યા સાથે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ) ક્ષેત્રે ચાઈનીઝ સ્ટાર્ટઅપ ડીપસીકના અત્યંત સસ્તા એન્જિન લોન્ચિંગે ટેકનોલોજી શેરો પાછળ ઘટાડો નોંધાયા બાદ ભારતીય શેરબજારમાં તેજીના મહારથીઓ, ફંડો, રિટેલ રોકાણકારો દ્વારા કેન્દ્રિય બજેટ પૂર્વે નીચામાં સારા શેરોમાં લેવાલ બની જઈ શેરોમાં આક્રમક ખરીદી કરી હતી.
કરન્સી માર્કેટની વાત કરીએ તો, ફેડ રિઝર્વ દ્વારા વ્યાજ દર યથવાત રાખતા ડૉલર સામે રૂપિયો આજે ઇન્ટ્રા ડે તૂટ્યા બાદ અંતે સુધરીને ટ્રેડ થઇ રહ્યો હતો, જયારે ક્રુડ ઓઈલના વિવિધ ઉત્પાદક દેશોના સંગઠન ઓપેકની સોમવારે મળનારી મિટિંગ પૂર્વે ક્રૂડ ઓઈલના ભાવ ઘટાડો જોવા મળ્યો હતો.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૦૪% ઘટીને અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૦૨% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, ફોકસ્ડ આઈટી, આઈટી, સર્વિસ, કન્ઝ્યુમર ડીસક્રીસનરી, ટેક અને ઓટો શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૭૫ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૮૧૨ અને વધનારની સંખ્યા ૨૧૩૮ રહી હતી, ૧૨૫ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૪ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૦ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં ભારતી એરટેલ ૨.૭૮%, પાવર ગ્રીડ કોર્પોરેશન ૨.૫૯%, બજાજ ફાઈનાન્સ ૧.૮૨%, નેસ્લે ઇન્ડિયા ૧.૭૩%, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ૧.૫૧%, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૧.૪૪%, એશિયન પેઈન્ટ ૧.૩૨%, હિન્દુસ્તાન યૂનિલિવર ૧.૧૫%, ઇન્ડસઇન્ડ બેન્ક ૦.૯૨%, એચડીએફસી બેન્ક ૦.૮૯%, આઈટીસી લી. ૦.૭૪% અને એનટીપીસી લી. ૦.૫૯% વધ્યા હતા, જયારે ટાટા મોટર્સ ૭.૩૭%, આઈટીસી હોટેલ ૪.૯૮%, બજાજ ફિનસર્વ ૨.૧૨%, અદાણી પોર્ટ ૧.૮૬%, ઝોમેટો લિ. ૧.૬૬%, ઈન્ફોસીસ લી. ૧.૧૨%, કોટક બેન્ક ૧.૦૧%, લાર્સેન લી. ૦.૮૫%, ટેક મહિન્દ્ર ૦.૬૦% એચસીએલ ટેકનોલોજી ૦.૩૨% ઘટ્યા હતા.
બજારની ભાવિ દિશા…. મિત્રો, દેશના નાણા મંત્રી નિર્મલા સીતારમણ ૧ ફેબ્રુઆરી શનિવારે કેન્દ્રીય બજેટ ૨૦૨૫ રજૂ કરવાના છે. જેમાં વિવિધ ઉદ્યોગ સંગઠનો દ્વારા મધ્યમવર્ગને અનુલક્ષી ઈન્કમ ટેક્સમાં સુધારો, એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો તેમજ સરકારી લાભોમાં વધારો કરે તેવી ભલામણો કરવામાં આવી છે. જેમ કે કેન્દ્ર સરકાર નવી ટેક્સ રિજિમને પ્રોત્સાહન આપવા અનેક સુધારાઓ કરી શકે છે. હાલ ઘણા કરદાતાઓ જૂની ટેક્સ રિજિમને પ્રાધાન્ય આપી રહ્યા છે. જેને ધ્યાનમાં રાખતાં સરકાર નવી ટેક્સ રિજિમ હેઠળ ઘણા લાભો સમાવિષ્ટ કરી શકે છે.
ઉપરાંત ચાલુ નાણાકીય વર્ષમાં મોંઘવારીએ સામાન્ય લોકોને હેરાન છે ત્યારે ક્રૂડના ભાવો વૈશ્વિક સ્તરે ઘટ્યા હોવા છતાં, રૂપિયો નબળો પડતાં ઓએમસીએ પેટ્રોલ-ડિઝલના ભાવમાં ઘટાડાનો લાભ આપ્યો નથી. જેને ધ્યાનમાં રાખી સરકાર ફોસિલ ફ્યુલમાં લાગતી એક્સાઈઝ ડ્યૂટી ઘટાડી શકે છે. સાથે સાથે આ બજેટમાં નાણા મંત્રી સરકારી સહાય યોજનાઓમાં વધારો કરી શકે છે. જેમાં સંસદની સ્થાયી સમિતિએ કિસાન સન્માન નિધિ વધારી રૂ.૧૨ હજાર કરવા ભલામણ કરી હતી. હાલ રૂ.૬૦૦૦ છે. વધુમાં આયુષ્માન ભારત યોજનામાં વધુ સુવિધાઓ આપતા બજેટ ફાળવણી વધારવામાં આવી શકે છે. વર્ષ ૨૦૧૫માં શરૂ થયેલી અટલ પેન્શન યોજનામાં ઘણા સમયથી કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી તેથી કેન્દ્ર સરકાર તેમાં પણ સુધારો – વધારો કરી શકે છે.
તા.૩૧.૦૧.૨૦૨૫ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…
- તા.૩૦.૦૧.૨૦૨૫ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૩૪૧૮ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૩૫૦૫ પોઈન્ટના પ્રથમ અને ૨૩૫૭૫ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૨૩૩૭૩ પોઈન્ટ થી ૨૩૩૦૩ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૨૩૩૦૩ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
- તા.૩૦.૦૧.૨૦૨૫ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ @ ૪૯૬૮૬ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૫૦૦૮૮ પોઈન્ટ પ્રથમ અને ૫૦૧૮૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૪૯૬૦૬ પોઈન્ટ થી ૪૯૪૭૪ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. બેન્ક નિફ્ટી ફ્યુચરમાં ૫૦૧૮૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…
- નેસલે ઈન્ડિયા ( ૨૨૩૩ ) :- નેસલે ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૨૨૦૩ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૨૧૮૦ ના સ્ટોપલોસથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૨૨૫૩ થી રૂ.૨૨૬૦ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૨૨૭૪ ઉપર તેજી તરફી ધ્યાન…!!
- ભારતી એરટેલ ( ૧૬૫૦ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૬૩૩ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૬૦૬ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૬૬૭ થી રૂ.૧૬૮૦ ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!
- હેવેલ્સ ઈન્ડિયા ( ૧૫૫૦ ) :- રૂ.૧૫૨૩ નો પ્રથમ તેમજ રૂ.૧૫૦૮ બીજા સપોર્ટથી કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૫૭૩ થી રૂ.૧૫૮૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!
- સિપ્લા લિ. ( ૧૪૬૯ ) :- ફાર્મા સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૧૪૮૮ થી રૂ.૧૫૦૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૧૪૨૪ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
- વોલ્ટાસ લિ. ( ૧૨૭૭ ) :- રૂ.૦૧ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૧૨૩૦ સ્ટોપલોસ આસપાસ હાઉસહોલ્ડ એપ્લાયેન્સીસ સેક્ટરનોઆ સ્ટોકમાં તેજી તરફી રૂ.૧૨૯૩ થી રૂ.૧૩૦૩ આસપાસ ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!!!
- લુપિન લિ. ( ૨૦૭૦ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ફાર્મા સેક્ટરનો આ સ્ટોક રૂ.૨૧૦૩ આસપાસ વેચવાલી થકી રૂ.૨૦૪૪ થી રૂ.૨૦૨૩ ના નીચા મથાળે ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૨૧૨૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો..!!
- સન ફાર્મા ( ૧૭૪૨ ) :- રૂ.૧૭૭૪ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૭૮૦ ના સ્ટોપલોસે તબક્કાવાર રૂ.૧૭૨૭ થી રૂ.૧૭૦૭ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૭૮૪ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
- એચડીએફસી બેન્ક ( ૧૭૦૩ ) :- પ્રાઈવેટ બેન્ક સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૭૫૦ ના સ્ટોપલોસથી પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૬૮૮ થી રૂ.૧૬૭૦ ના ભાવની આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
- રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ( ૧૨૬૦ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રિફાઇનરી એન્ડ માર્કેટિંગ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૨૮૮ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૨૪૪ થી રૂ.૧૨૨૭ ના ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૩૦૩ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
- અદાણી પોર્ટ્સ ( ૧૦૮૧ ) :- રૂ.૧૦૯૭ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૧૦૮ ના સ્ટોપલોસે આ સ્ટોક રૂ.૧૦૬૭ થી રૂ.૧૦૫૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૧૨૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
Past Performance is not an Indicator of Future Returns. The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing.
ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.inને આધીન…!!!
લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે.