રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૫.૦૪.૨૦૨૫ ના રોજ…
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૫૧૫૭ સામે ૭૬૮૫૨ પોઈન્ટના મથાળેથી ખુલીને ૭૬૪૩૫ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૪૭૨ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૫૭૭ પોઈન્ટના ઉછાળા સાથે ૭૬૭૩૪ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૨૯૧૭ સામે ૨૩૨૯૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૩૨૫૨ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૪૭ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૪૨૩ પોઈન્ટના ઉછાળા સાથે ૨૩૩૪૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
ભારતીય શેરબજારમાં આજે પણ ટેરિફવૉરમાં ૯૦ દિવસની રાહતની સકારાત્મક અસર જોવા મળી હતી. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તેમની આકરી ટેરિફ નીતિના નિર્ણયોને પરિણામે કોર્પોરેટ અમેરિકા અને સ્થાનિક લોકોના આકરાં વિરોધનો સામનો કરવાનો વખત આવતાં હવે રોલબેક કરવાની પડી રહેલી ફરજના પોઝિટીવ પરિબળે વૈશ્વિક બજારોમાં સાર્વત્રિક સુધારા સાથે આજે સપ્તાહના બીજા દિવસે ભારતીય શેરબજારમાં નોંધપાત્ર ઉછાળો નોંધાયો હતો.
ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવમાં ફરી મજબૂતી સામે ટેરિફવૉરના કારણે ડૉલર ઇન્ડેક્સ બે વર્ષની નીચી સપાટીએ નોંધાતા અને યુએસ બોન્ડ માર્કેટમાં પણ કડાકો થતાં વિદેશી રોકાણ વધવાની શક્યતા સાથે સ્થાનિક સ્તરે આરબીઆઇ દ્વારા ફુગાવો કાબૂમાં રહેવાની સાથે પોઝિટિવ અર્થતંત્રનો આશાવાદ રજુ કરતા આજે ભારતીય શેરબજાર અંદાજીત ૨%થી વધુના ઉછાળા સાથે બંધ રહ્યું હતું.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૩.૦૨% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૩.૨૧% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર રિયલ્ટી, ઈન્ડસ્ટ્રીયલ્સ, કેપિટલ ગુડ્સ, ઓટો, કંઝ્યુમર ડિસ્ક્રીશનરી, ફાઈનાન્શિયલ સર્વિસીસ, કોમોડિટીઝ, મેટલ અને સર્વિસીસ શેરોમાં ભારે લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ પણ ઉછાળા સાથે બંધ રહ્યા હતા.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૨૫૭ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૭૮૫ અને વધનારની સંખ્યા ૩૩૦૨ રહી હતી, ૧૭૦ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૮ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૫ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં આઈટીસી લિ. ૦.૩૬% અને હિન્દુસ્તાન યુનીલીવર ૦.૨૩% ઘટ્યા હતા, જયારે ઇન્ડસઇન્ડ બેન્ક ૬.૮૪%, ટાટા મોટર્સ ૪.૫૦%, લાર્સેન લિ. ૪.૫૦%, એકસિસ બેન્ક ૪.૧૮%, અદાણી પોર્ટ ૪.૦૨%, એચડીએફસી બેન્ક ૩.૨૩%, આઈસીઆઈસીઆઈ બેન્ક ૨.૮૬%, એચસીએલ ટેકનોલોજી ૨.૬૧% અને મહિન્દ્રા & મહિન્દ્રા ૨.૪૨% વધ્યા હતા.
બજારની ભાવિ દિશા…. મિત્રો, અમેરિકાને ફરી સર્વોપરી અને વિશ્વની મહાસત્તા બનાવી ધાક જમાવવાના ટ્રમ્પના આ વર્લ્ડ ટ્રેડ વોરમાં વિશ્વ ફરી મહામંદીમાં હોમાઈ જવાનો ખતરો ઊભો થયો હતો. અમેરિકાના હિતમાં વિશ્વને ટેરિફના નામે ઝુંકાવવા અને બિઝનેસ ડિલ માટે ટેબલ પર આવવવાની ફરજ પાડવાની અથાગ કોશિષમાં વિશ્વમાં સર્વોપરિતામાં અમેરિકાને હંફાવી દેનાર ડ્રેગન – ચાઈનાએ ટ્રમ્પને બરોબરની ટક્કર આપીને જેવા સાથે તેવાની ટ્રમ્પની નીતિનો ટેરિફથી ટેરિફનું શસ્ત્ર ઉગામી પડકારને ઝીલી લીધો છે. અમેરિકા વિરૂધ્ધ વિશ્વની બની રહેલું વર્લ્ડ ટ્રેડ વોર હવે અમેરિકા વિરૂધ્ધ ચાઈના સુધી સીમિત બનવા લાગ્યું છે.
ચાઈનાને વિશ્વથી એકલું અટલું કરવાના ટ્રમ્પના મનસુબા અત્યારે તો ટ્રમ્પ વિશ્વના અનેક દેશોના હિતેચ્છું હોવાનો આભાસ ઊભો કરવા ૯૦ દિવસની મહોલત આપીને ટેરિફ અમલ ટાળવાનો નિર્ણય લીધો છે. પરંતુ હજુ આકરાં ટેરિફ દરો લાગુ થવાની શક્યતા તો છે જ. જેથી દરેક દેશો સાથે ટેરિફ-ટ્રેડ ડિલ કરવાની અમેરિકાની વાટાઘાટ આગામી ૯૦ દિવસ સુધી ચાલતી રહેશે અને હજુ વૈશ્વિક બજારોમાં ત્રણ મહિના અનિશ્ચિતતા બની રહેવાની પૂરી શકયતા સાથે આગામી દિવસોમાં દરેક ઉછાળે સાવચેતી જરૂરી બની રહેશે.
તા.૧૬.૦૪.૨૦૨૫ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…
તા.૧૫.૦૪.૨૦૨૫ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૩૩૪૦ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૩૦૮૮ પોઈન્ટના પ્રથમ અને ૨૩૦૦૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૨૩૪૦૪ પોઈન્ટ થી ૨૩૪૭૪ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૨૩૦૦૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
તા.૧૫.૦૪.૨૦૨૫ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ @ ૫૨૩૮૩ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૫૨૧૮૮ પોઈન્ટ પ્રથમ અને ૫૨૦૦૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૫૨૫૦૫ પોઈન્ટ થી ૫૨૫૭૦ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. બેન્ક નિફ્ટી ફ્યુચરમાં ૫૨૬૦૬ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…
- સન ફાર્મા ( ૧૭૦૮ ) :- ફાર્મા ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૬૮૦ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૬૬૩ ના સ્ટોપલોસથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૭૨૪ થી રૂ.૧૭૩૦ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૭૩૭ ઉપર તેજી તરફી ધ્યાન…!!
- હેવેલ્સ ઈન્ડિયા ( ૧૫૭૧ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૫૩૪ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૫૧૮ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૫૮૮ થી રૂ.૧૬૦૦ ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!
- મહાનગર ગેસ ( ૧૩૧૪ ) :- રૂ.૧૨૮૮ નો પ્રથમ તેમજ રૂ.૧૨૭૩ બીજા સપોર્ટથી એલપીજી/સીએનજી/પીએનજી/એલએનજી સપ્લાયર સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૩૩૪ થી રૂ.૧૩૪૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!
- રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ( ૧૨૪૦ ) :- રિફાઇનરી એન્ડ માર્કેટિંગ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૧૨૫૭ થી રૂ.૧૨૭૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૧૨૦૮ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
- ટાટા કન્ઝ્યુમર ( ૧૧૦૨ ) :- રૂ.૦૧ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૧૦૬૦ સ્ટોપલોસ આસપાસ ટી એન્ડ કોફી સેક્ટરનો આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૧૧૨૩ થી રૂ.૧૧૩૦ આસપાસ ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!!!
- ટાટા કોમ્યુનિકેશન્સ ( ૧૫૯૨ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ટેલિકોમ – સેલ્યુલર એન્ડ ફિક્સ્ડ લાઇન સર્વિસ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૬૨૩ આસપાસ વેચવાલી થકી રૂ.૧૫૭૩ થી રૂ.૧૫૬૦ ના નીચા મથાળે ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૬૩૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો..!!
- ઈન્ફોસિસ લિ. ( ૧૪૨૯ ) :- રૂ.૧૪૪૭ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૪૫૪ ના સ્ટોપલોસે તબક્કાવાર રૂ.૧૪૦૮ થી રૂ.૧૩૯૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૪૬૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
- આઈસીઆઈસીઆઈ બેન્ક ( ૧૩૫૦ ) :- પ્રાઇવેટ બેન્ક સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૩૮૦ ના સ્ટોપલોસથી પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૩૩૭ થી રૂ.૧૩૧૮ ના ભાવની આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
- વોલ્ટાસ લિ. ( ૧૨૯૬ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ હાઉસહોલ્ડ એપ્લાયેન્સીસ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૩૨૩ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૨૮૦ થી રૂ.૧૨૭૨ ના ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૩૩૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
- એક્સિસ બેન્ક ( ૧૧૧૪ ) :- રૂ.૧૧૩૭ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૧૫૩ ના સ્ટોપલોસે આ સ્ટોક રૂ.૧૦૯૭ થી રૂ.૧૦૮૮ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૧૬૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing / trading, mentioned on www.nikhilbhatt.in
ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.inને આધીન…!!!
લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટના પ્રોપરાઇટર છે.