રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૪.૦૩.૨૦૨૫ ના રોજ…
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૩૦૮૫ સામે ૭૨૮૧૭ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૭૨૬૩૩ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૪૦૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૯૬ પોઈન્ટના ઘટાડા સાથે ૭૨૯૮૯ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૨૨૫૯ સામે ૨૨૧૧૫ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૨૧૦૧ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૧૩૬ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૬૮ પોઈન્ટના ઘટાડા સાથે ૨૨૧૯૧ પોઈન્ટ બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
ભારતીય શેરબજારમાં અફરાતફરીનો માહોલ જળવાઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કેનેડા, મેક્સિકો અને ચીન પર ટેરિફ લાદવાની ઉપરાંત બીજી એપ્રિલથી રેસિપ્રોકલ ટેરિફ લાગુ થવાની જાહેરાત કરતાં જ તેની અસર ભારતીય શેરબજાર પર જોવા મળી છે અને આઈટી, ટેક્નોલોજી, ઓટો, ટેલિકોમ શેરોમાં ભારે વેચવાલીએ આજે ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ રહ્યું હતું. કરન્સી માર્કેટની વાત કરીએ તો, વિશ્વ બજારમાં ડોલર ઈન્ડેક્સ તથા બોન્ડ યીલ્ડ ઘટતાં ભારતીય રૂપિયાના મૂલ્યમાં વધારો જોવા મળ્યો હતો, જયારે ક્રૂડઓઈલના ભાવમાં બે તરફી વધઘટ જોવા મળી હતી.
બીએસઈ ખાતે છેલ્લા કેટલાક દિવસથી કડડભૂસ થયેલા સ્મોલકેપ અને મીડકેપ શેર્સમાં આજે સુધારો જોવા મળ્યો છે. બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૦૮% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૨૮% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર ઓટો, ટેક, આઈટી, ટેલિકોમ્યુનિકેશન, એફએમસીજી અને કંઝ્યુમર ડિસ્ક્રીશનરી શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૮૬ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૭૩૭ અને વધનારની સંખ્યા ૨૨૨૧ રહી હતી, ૧૨૮ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૪ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૨૩ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ૩.૦૨%, ઝોમેટો લિ. ૨.૪૫%, ટીસીએસ લી. ૧.૦૩%, અદાણી પોર્ટ ૦.૬૩%, પાવર ગ્રીડ કોર્પોરેશન ૦.૫૯%, ટાટા સ્ટીલ ૦.૫૮%, એચડીએફસી બેન્ક ૦.૫૮%, લાર્સન લી. ૦.૪૭% અને ઇન્ડસઇન્ડ બેન્ક ૦.૩૮% વધ્યા હતા, જયારે બજાજ ફિનસર્વ ૨.૭૦%, એચસીએલ ટેકનોલોજી ૨.૪૦%, નેસ્લે ઇન્ડિયા ૧.૭૧%, એશિયન પેઈન્ટ ૧.૬૬%, ભારતી એરટેલ ૧.૧૩%, સન ફાર્મા ૧.૧૩%, ઇન્ફોસિસ ૧.૦૮%, મારુતિ સુઝુકી ૧.૦૮% અને ટાઈટન કંપની ૧.૦૨% ઘટ્યા હતા.
બજારની ભાવિ દિશા…. મિત્રો, શેરોના હાઈ વેલ્યુએશન, ઈઝરાયેલ-હમાસ યુદ્વ, યુક્રેન-રશીયા યુદ્વ, ડિસેમ્બર અંતના ત્રિમાસિક નબળા પરિણામો અને છેલ્લે ટ્રમ્પનું ટેરિફ વોર અને ત્રીજા વિશ્વ યુદ્વના ભય સહિતના આ તમામ પરિબળોએ ભારતીય શેરબજારમાં કરેકશનનો દોર યથાવત્ રહ્યો છે. નિફટી ફ્યુચર સર્વોચ્ચ સપાટીથી અંદાજીત ૧૫.૮૧% અને સેન્સેક્સ સર્વોચ્ચ સપાટીથી અંદાજીત ૧૪.૮૭% તૂટી ગયા છે. ભારતીય શેરબજાર એક વર્ષ એટલે કે બાવન સપ્તાહની નીચલી સપાટી નજીક ટ્રેડ થઇ રહ્યું છે ત્યારે ઘણી કંપનીઓમાં ફરી વેલ્યુએશન આકર્ષક બન્યું છે.
ચાઈના અને ભારતના વેલ્યુએશનમાં હવે ખાસ ફરક રહ્યો નથી, એટલે અહીંથી ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો, એફઆઈઆઈઝની વેચવાલી અટકવાની શકયતા જોવા મળી શકે છે. ઉપરાંત વર્લ્ડ વોરની શકયતા ઝીરો છે. કેમ કે અમેરિકા, યુરોપ સહિત વિશ્વ અત્યારે આર્થિક પડકારો, સમસ્યાઓથી ઘેરાયેલું છે, કોઈદેશને યુદ્વ પરવડે એવું નથી. જેથી અહીંથી સારા એ ગ્રુપના ફંડામેન્ટલ ધરાવતા અને ડિવિડન્ડ પેઈડ શેરોમાં તબક્કાવાર રોકાણ કરી શકાય. બાકી મારી અંગત સલાહ મુજબ તબક્કાવાર નફો બુક કરે એ શાણો રોકાણકાર… કેમ ખરું ને..!!!
તા.૦૫.૦૩.૨૦૨૫ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…
તા.૦૪.૦૩.૨૦૨૫ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૨૧૯૧ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૨૩૦૩ પોઈન્ટના પ્રથમ અને ૨૨૩૭૩ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૨૨૦૮૮ પોઈન્ટ થી ૨૨૦૦૮ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૨૨૩૭૩ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
તા.૦૪.૦૩.૨૦૨૫ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ @ ૪૮૪૭૨ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૪૮૮૦૮ પોઈન્ટ પ્રથમ અને ૪૮૯૭૯ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૪૮૪૦૪ પોઈન્ટ થી ૪૮૨૭૨ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. બેન્ક નિફ્ટી ફ્યુચરમાં ૪૮૯૭૯ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…
- એસબીઆઈ લાઈફ ( ૧૩૯૭ ) :- એસબીઆઈ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૩૭૦ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૩૪૪ ના સ્ટોપલોસથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૪૦૮ થી રૂ.૧૪૧૪ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૪૨૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!
- ગ્લેનમાર્ક ફાર્મા ( ૧૩૩૭ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૩૦૩ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૨૯૦ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૩૫૪ થી રૂ.૧૩૬૦ ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!
- ઓરબિન્દો ફાર્મા ( ૧૦૫૮ ) :- રૂ.૧૦૨૩ નો પ્રથમ તેમજ રૂ.૧૦૦૭ બીજા સપોર્ટથી ફાર્મા સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૦૭૪ થી રૂ.૧૦૮૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!
- ગોદરેજ કન્ઝ્યુમર ( ૯૯૫ ) :- પર્સનલ કેર સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૧૦૦૮ થી રૂ.૧૦૧૮ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૯૪૪ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
- ટાટા કન્ઝ્યુમર ( ૯૬૦ ) :- રૂ.૦૧ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૯૧૯ સ્ટોપલોસ આસપાસ ટી એન્ડ કોફી સેક્ટરનો આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૯૭૪ થી રૂ.૯૮૦ આસપાસ ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!!!
- વોલ્ટાસ લિ. ( ૧૪૦૦ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ હાઉસહોલ્ડ એપ્લાયેન્સીસ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૪૩૭ આસપાસ વેચવાલી થકી રૂ.૧૩૮૩ થી રૂ.૧૩૭૦ ના નીચા મથાળે ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૪૫૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો..!!
- ટાટા કોમ્યુનિકેશન્સ ( ૧૩૨૨ ) :- રૂ.૧૩૪૭ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૩૬૦ ના સ્ટોપલોસે તબક્કાવાર રૂ.૧૨૯૭ થી રૂ.૧૨૮૮ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૩૬૭ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
- આઈસીઆઈસીઆઈ બેન્ક ( ૧૨૧૯ ) :- પ્રાઈવેટ બેન્ક સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૨૫૦ ના સ્ટોપલોસથી પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૧૯૭ થી રૂ.૧૧૮૫ ના ભાવની આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
- એક્સિસ બેન્ક ( ૧૦૦૪ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ પ્રાઈવેટ બેન્ક સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૦૩૪ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૯૯૩ થી રૂ.૯૮૦ ના ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૦૪૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
- જેએસડબ્લ્યૂ સ્ટીલ ( ૯૮૦ ) :- રૂ.૧૦૦૮ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૦૧૪ ના સ્ટોપલોસે આ સ્ટોક રૂ.૯૬૪ થી રૂ.૯૫૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૦૨૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing.
ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.inને આધીન…!!!
લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટના પ્રોપરાઇટર છે.