રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૩.૦૪.૨૦૨૫ ના રોજ…
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૯૫૯૫ સામે ૮૦૧૪૨ પોઈન્ટના મથાળેથી ખુલીને ૭૯૫૦૬ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૭૪૭ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૫૨૦ પોઈન્ટના ઉછાળા સાથે ૮૦૧૧૬ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૪૧૬૯ સામે ૨૪૩૧૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૪૧૨૧ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૩૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૪૩ પોઈન્ટના ઉછાળા સાથે ૨૪૩૧૨ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
અમેરિકી ઉપપ્રમુખની ભારત મુલાકાત દરમિયાન ભારત – અમેરિકા વચ્ચે ટ્રેડ ડિલમાં પોઝિટીવ ડેવલપમેન્ટ થયાની સાથે એડવાન્ટેજ ભારતને ધ્યાનમાં લઈને વિદેશી સંસ્થાકીય રોકાણકારો ભારતમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત શેરોમાં ખરીદદાર બનતાં અને બીજી તરફ ચાઈના પણ ભારત સાથે વેપાર વધારવા પ્રોત્સાહનો આપવા તૈયાર થયાના સંકેતની પોઝિટીવ અસરે આજે સપ્તાહના ત્રીજા દિવસે ભારતીય શેરબજાર ઉછાળા સાથે બંધ રહ્યું હતું.
અમેરિકા દ્વારા ટેરિફની જાહેરાત બાદ કોમોડિટીના વૈશ્વિક ભાવ અસ્થિર બનતા ઊર્જા તથા મેટલ્સના ભાવમાં ઘટાડો અને સોનાના ભાવમાં ભારે વોલેટિલિટી જોવા મળી હતી. પરિણામે ભારતમાં ફુગાવાનું આઉટલુક અનિશ્ચિત બની ગયું હોવાથી ખાધ્ય પદાર્થોની કિંમતમાં તાજેતરના દિવસોમાં અપેક્ષા કરતા વધુ ઘટાડો જોવા મળ્યો છે.
કરન્સી માર્કેટની વાત કરીએ તો, અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ તથા ફેડરલ રિઝર્વ વચ્ચે વિવાદ વધતાં વૈશ્વિક બજારોમાં ડોલર ઈન્ડેક્સ સતત તૂટી રહ્યો છે ત્યારે રૂપિયા મૂલ્યમાં સતત ઉછાળો જોવા મળી રહ્યો છે, જયારે ક્રૂડઓઈલના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૯૪% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૨૬% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર બેન્કેક્સ, કંઝ્યુમર ડ્યુરેબલ્સ અને ફાઇનાન્શિયલ સર્વિસીસ શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૧૦૬ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૮૭૩ અને વધનારની સંખ્યા ૨૦૭૮ રહી હતી, ૧૫૫ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૫ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૭ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં એચસીએલ ટેકનોલોજી ૭.૭૨%, ટેક મહિન્દ્ર ૪.૬૩%, ટાટા મોટર્સ ૪.૫૯%, ઇન્ફોસિસ લિ. ૩.૬૯%, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ૩.૫૬%, ટીસીએસ લિ. ૨.૮૪%, સન ફાર્મા ૨.૩૮%, ટાટા સ્ટીલ ૨.૧૭% અને ભારતી એરટેલ ૧.૬૦% વધ્યા હતા, જયારે એચડીએફસી બેન્ક ૧.૯૮%, કોટક બેન્ક ૧.૮૦%, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ૧.૧૧%, એકસિસ બેન્ક ૦.૮૭%, આઈટીસી લિ. ૦.૬૮% અને અલ્ટ્રાટેક સિમેન્ટ ૦.૧૦% ઘટ્યા હતા.
બજારની ભાવિ દિશા…. મિત્રો, અમેરિકા દ્વારા માલસામાનની આયાત પર ટેરિફમાં કરાયેલા વધારા સામે રિઝર્વ બેન્કે ચિંતા વ્યકત કરી છે. અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને કારણે ભારતની નિકાસમાં ઘટાડો થશે અને ઘરેલુ માગ ધીમી પડશે જેને પરિણામે દેશના એકંદર વિકાસ પર અસર પડશે એમ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના બુલેટિનમાં જણાવાયું છે. ટેરિફ વોરને કારણે ભારતની બહારી માંગ પર પણ અસર થશે. અન્ય દેશોની સરખામણીએ ભારતને ટેરિફમાં કેટલાક લાભ જોવાઈ રહ્યા છે છતાં ટેરિફને કારણે આવનારી વૈશ્વિક મંદીથી ઘરઆંગણે વિકાસ તથા નિકાસ કામગીરી પર અસર પડવાની સંભાવના રહેલી હોવાનું બુલેટિનમાં નોંધવામાં આવ્યું છે.
જો કે હાલમાં અનેક મુદ્દે અનિશ્ચિતતા પ્રવર્તતી હોવાથી ટેરિફની પ્રતિકૂળ અસરની માત્રાનો અંદાજ મેળવવાનું મુશકેલ છે. અમેરિકા દ્વારા ટેરિફની જાહેરાત બાદ, કોમોડિટીના વૈશ્વિક ભાવ અસ્થિર બની ગયા છે. ઊર્જા તથા મેટલ્સના ભાવ ઘટી ગયા છે અને સોનાના ભાવમાં ભારે વોલેટિલિટી જોવા મળી રહી છે. આને પરિણામે ભારતમાં ફુગાવાનું આઉટલુક અનિશ્ચિત બની ગયું છે અન્યથા ખાધ્ય પદાર્થોની કિંમતમાં તાજેતરના દિવસોમાં અપેક્ષા કરતા વધુ ઘટાડો જોવા મળ્યો છે. નાણાં વર્ષ ૨૦૨૪-૨૫ના પ્રથમ છ મહિનામાં નબળી કામગીરી બાદ વિકાસમાં વધારો થઈ રહ્યો છે, પરંતુ અપેક્ષા પ્રમાણે વિકાસ જોવા મળતો નથી.
તા.૨૪.૦૪.૨૦૨૫ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…
તા.૨૩.૦૪.૨૦૨૫ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૪૩૧૨ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૪૪૭૪ પોઈન્ટના પ્રથમ અને ૨૪૫૦૫ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૨૪૨૭૨ પોઈન્ટ થી ૨૪૧૮૮ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૨૪૦૮૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
તા.૨૩.૦૪.૨૦૨૫ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ @ ૫૫૪૦૦ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૫૫૧૮૮ પોઈન્ટ પ્રથમ અને ૫૫૦૦૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૫૫૫૫૭ પોઈન્ટ થી ૫૫૬૩૬ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. બેન્ક નિફ્ટી ફ્યુચરમાં ૫૫૮૦૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…
- આઈસીઆઈસીઆઈ બેન્ક ( ૧૪૨૦ ) :- પ્રાઇવેટ બેન્ક ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૩૮૮ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૩૭૩ ના સ્ટોપલોસથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૪૩૪ થી રૂ.૧૪૪૦ નો આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૪૪૭ ઉપર તેજી તરફી ધ્યાન…!!
- મહાનગર ગેસ ( ૧૩૧૯ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૨૯૦ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૨૭૭ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૩૩૪ થી રૂ.૧૩૪૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!!
- રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ( ૧૨૯૭ ) :- રૂ.૧૨૭૩ નો પ્રથમ તેમજ રૂ.૧૨૬૦ બીજા સપોર્ટથી રિફાઇનરી એન્ડ માર્કેટિંગ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૩૧૩ થી રૂ.૧૩૨૦ આસપાસ તેજી તરફી રુખ નોંધાવે તેવી શક્યતા છે…!!
- એક્સિસ બેન્ક ( ૧૨૦૭ ) :- પ્રાઇવેટ બેન્ક સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૧૨૨૩ થી રૂ.૧૨૩૦ ના ભાવ સપાટીની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૧૧૬૩ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
- ટાટા કન્ઝ્યુમર ( ૧૧૫૦ ) :- રૂ.૦૧ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૧૧૧૭ સ્ટોપલોસ ધ્યાને લઈ ટી એન્ડ કોફી સેક્ટરનો આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૧૧૬૩ થી રૂ.૧૧૭૦ આસપાસ તેજી તરફી ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
- હેવેલ્સ ઈન્ડિયા ( ૧૬૧૧ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૬૪૪ આસપાસ વેચવાલી થકી રૂ.૧૫૯૦ થી રૂ.૧૫૭૪ ના નીચા મથાળે ભાવ સપાટીની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૬૫૦ નો સ્ટોપલોસ ખાસ ધ્યાને લેવો..!!
- એચસીએલ ટેક્નોલોજી ( ૧૫૯૫ ) :- રૂ.૧૬૨૪ આસપાસ ટેકનિકલ ગ્રાફ મુજબ ઓવરબોટ પોઝિશનની શક્યતાએ આ સ્ટોક રૂ.૧૬૩૩ ના સ્ટોપલોસે તબક્કાવાર રૂ.૧૫૭૮ થી રૂ.૧૫૬૫ નો ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૬૪૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
- સિપ્લા લિ. ( ૧૫૨૭ ) :- ફાર્મા સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૫૮૦ આસપાસનાં સ્ટોપલોસથી પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૪૯૪ થી રૂ.૧૪૮૦ ના ભાવની આસપાસ ટેકનિકલ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
- ટેક મહિન્દ્ર ( ૧૪૪૩ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ કમ્પ્યુટર્સ – સોફ્ટવેર એન્ડ કન્સલ્ટિંગ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૪૭૪ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૪૨૪ થી રૂ.૧૪૦૮ ના ભાવ સપાટીની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૪૮૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
- ટાટા કેમિકલ્સ ( ૮૫૫ ) :- રૂ.૮૭૪ આસપાસ ઓવરબોટ પોઝીશન સ્થિતિ નોંધાવતા આ સ્ટોક રૂ.૮૮૦ ના સ્ટોપલોસે આ સ્ટોક રૂ.૮૩૮ થી રૂ.૮૨૩ નો ભાવ આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૮૯૮ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing / trading, mentioned on www.nikhilbhatt.in
ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.inને આધીન…!!!
લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટના પ્રોપરાઇટર છે.