ફાઇનલમાં હાર બાદ New Zealand કેપ્ટન બદલ્યો, રચિન રવિન્દ્ર અને ગ્લેન ફિલિપ્સ પણ ટીમમાં નથી

Share:

Mumbai,તા.૧૧

ચેમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫ ની ફાઇનલમાં ન્યૂઝીલેન્ડની ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. આ સાથે, કિવી ટીમનું ૨૫ વર્ષ પછી ટાઇટલ જીતવાનું સ્વપ્ન ચકનાચૂર થઈ ગયું. આ હાર બાદ ન્યુઝીલેન્ડની ટીમમાં મોટા ફેરફારો જોવા મળ્યા છે. વાસ્તવમાં, ન્યુઝીલેન્ડે પાકિસ્તાન સામેની ટી ૨૦ શ્રેણી માટે પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે. પાકિસ્તાન સામે કિવી ટીમની કમાન મિશેલ સેન્ટનરને બદલે માઈકલ બ્રેસવેલને સોંપવામાં આવી છે. આ શ્રેણી માટે સેન્ટનર ઉપલબ્ધ નથી. સેન્ટનર ઉપરાંત, ડેવોન કોનવે, કેન વિલિયમસન અને રચિન રવિન્દ્ર જેવા ઘણા સ્ટાર ખેલાડીઓ પણ આ ટીમનો ભાગ નથી.

ટીમમાંથી સ્ટાર ખેલાડી ગાયબ

ડેવોન કોનવે, લોકી ફર્ગ્યુસન, ગ્લેન ફિલિપ્સ, બેવોન જેકબ્સ અને રચિન રવિન્દ્ર પાકિસ્તાન સામેની ્‌૨૦ૈં શ્રેણી રમશે નહીં. આ બધા ખેલાડીઓ તેમની ટી ૨૦ પ્રતિબદ્ધતાને કારણે ઉપલબ્ધ નથી, જ્યારે કેન વિલિયમસને પણ પોતાને ઉપલબ્ધ નથી જાહેર કર્યા. રચિન રવિન્દ્ર અને ડેવોન કોનવે આઇપીએલ  ૨૦૨૫ માં ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રમતા જોવા મળશે.આઇપીએલ ૨૦૨૫ ૨૨ માર્ચથી શરૂ થવા જઈ રહી છે. તે જ સમયે, કેન વિલિયમસન પાકિસ્તાન સુપર લીગમાં ભાગ લેશે. પીએસએલ ૨૦૨૫ આવતા મહિનાની ૧૧મી તારીખથી રમાશે.

શ્રીલંકા સામેની ઘરેલુ ટી ૨૦ શ્રેણી ગુમાવનાર ઇશ સોઢી ટીમમાં પાછો ફર્યો છે. તે જ સમયે, હેમસ્ટ્રિંગની ઇજાને કારણે ચેમ્પિયન્સ ટ્રોફીમાં ન રમનાર બેન સીઅર્સે પણ વાપસી કરી છે. કાયલ જેમીસન અને વિલ ઓ’રોર્ક શ્રેણીની પ્રથમ ત્રણ મેચ માટે ઉપલબ્ધ છે કારણ કે ટીમ તાજેતરના આઇસીસી ઇવેન્ટ પછી ઝડપી બોલરોના કાર્યભારને સંચાલિત કરવાનો પ્રયાસ કરશે. ઈજાને કારણે ચેમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫ ની ફાઇનલમાં રમી ન શક્યા અને ટુર્નામેન્ટમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર મેટ હેનરી,ટી ૨૦ શ્રેણીની ચોથી અને પાંચમી મેચ માટે પસંદ કરવામાં આવ્યા છે. જોકે, આ પહેલા તેણે ફિટનેસ ટેસ્ટમાંથી પસાર થવું પડશે. ફિન એલન, જીમી નીશમ અને ટિમ સીફર્ટને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે.

ન્યુઝીલેન્ડ વિરુદ્ધ પાકિસ્તાન ટી ૨૦ શ્રેણીનો સંપૂર્ણ સમયપત્રક

પહેલી ટી૨૦આઈઃ રવિવાર, ૧૬ માર્ચ, હેગલી ઓવલ, ક્રાઇસ્ટચર્ચ

બીજી ટી૨૦આઈઃ મંગળવાર, ૧૮ માર્ચ, યુનિવર્સિટી ઓફ ઓટાગો ઓવલ, ડ્યુનેડિન

ત્રીજી ટી૨૦આઈઃ શુક્રવાર, ૨૧ માર્ચ, ઇડન પાર્ક, ઓકલેન્ડ

ચોથી ટી૨૦આઈઃ રવિવાર, ૨૩ માર્ચ, બે ઓવલ, તૌરંગા

પાંચમી ટી૨૦આઈઃ બુધવાર, ૨૫ માર્ચ, સ્કાય સ્ટેડિયમ, વેલિંગ્ટન

પાકિસ્તાન સામેની ટી ૨૦ શ્રેણી માટે ન્યૂઝીલેન્ડ ટીમ આ મુજબ છેઃ માઈકલ બ્રેસવેલ (કેપ્ટન), ફિન એલન, માર્ક ચેપમેન, જેકબ ડફી, જેક ફોક્સ (મેચ ૪-૫), મિચ હે, મેટ હેનરી (મેચ ૪-૫), કાયલ જેમીસન (મેચ ૧-૩), ડેરિલ મિશેલ, જીમી નીશમ, વિલ ઓ’રોર્ક (મેચ ૧-૩), ટિમ રોબિન્સન, બેન સીઅર્સ, ટિમ સીફર્ટ, ઇશ સોઢી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *