Nalsarovar-Nadabet સહિતના વેટલેન્ડની જાળવણી માટે હાઈકોર્ટની સુઓમોટો પીટીશન

Share:

Ahmedabad,તા.30
ગુજરાત હાઈકોર્ટે રાજ્યના નળસરોવર, વઢવાણા વેટલેન્ડ, થોળ તળાવ, ખીજડિયા વન્યજીવન અભયારણ્ય અને નડાબેટ વિસ્તારોમાં વેટલેન્ડ્સની જાળવણી માટે સુઓમોટો અરજી દાખલ કરી હતી. 

મુખ્ય ન્યાયાધીશ સુનિતા અગ્રવાલ અને ન્યાયાધીશ પ્રણવ ત્રિવેદીની ડિવિઝન બેન્ચે નોંધ્યું હતું કે, સુપ્રીમ કોર્ટના 11 ડિસેમ્બર, 2024 ના આદેશને ધ્યાનમાં રાખીને હાલની પીઆઈએલને સુઓ મોટો અરજી તરીકે નોંધવામાં આવી હતી. જેથી કોર્ટના અધિકારક્ષેત્રમાં આવતા રામસાર (વેટલેન્ડ) સ્થળોની યોગ્ય જાળવણી પર દેખરેખ રાખી શકાય.

ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટે 11 ડિસેમ્બર, 2024 ના રોજ 2018 ની પેન્ડિંગ પીઆઈએલમાં પસાર કરેલા આદેશમાં તેના રજિસ્ટ્રાર જનરલને નિર્દેશ આપ્યો હતો કે તેઓ અપડેટેડ રામસાર સાઇટ્સની સંપૂર્ણ યાદી તમામ હાઇકોર્ટને મોકલે અને હાઇકોર્ટને કહ્યું હતું કે, જો જરૂરી હોય તો, કોર્ટને મદદ કરવા માટે એક એમિકસ ક્યુરીની (કોર્ટ મિત્ર) નિમણૂક કરવામાં આવે,

ખાતરી કરવામાં આવે કે તેમના અધિકારક્ષેત્રમાં આવેલી રામસાર સાઇટ્સ યોગ્ય રીતે જાળવવામાં આવે. નોંધનીય છે કે, રામસાર સાઇટ્સ એ વેટલેન્ડ છે જે આંતરરાષ્ટ્રીય મહત્વના વેટલેન્ડ પર રામસર ક્ધવેન્શનનો ભાગ છે, ખાસ કરીને વોટરફોલ હેબિટેટ તરીકે, જે રામસર સાઇટ્સના સંરક્ષણ અને ટકાઉ ઉપયોગ માટે એક આંતરરાષ્ટ્રીય સંધિ છે. 

આ મામલે એમિકસ ક્યુરી તરીકે હાજર રહેલા વરિષ્ઠ વકીલ ગૌતમ જોશીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા વેટલેન્ડ ની જાળવણી માટે શું કરવામાં આવ્યું છે તેની માહિતી રજૂ કરવાની રહેશે. તેમણે વધુમાં કહ્યું કે, ભારત-પાક સરહદ પર નડાબેટ ખાતે સ્થિત બીજી એક વેટલેન્ડ છે જે ભારતમાં કદાચ સૌથી મોટી છે જેનો અડધો ભાગ ગુજરાતમાં છે અને બાકીનો અડધો ભાગ પાકિસ્તાનમાં છે. 

કોર્ટે પોતાનો આદેશ આપતાં નોંધ્યું હતું કે, જોશીએ આ સ્થળોની મુલાકાત લેવા માટે સ્વૈચ્છિક સેવા આપી હતી. કોર્ટે જોશીની રજૂઆત નોંધી હતી કે સુપ્રીમ કોર્ટના આદેશમાં ઉલ્લેખિત ચાર વેટલેન્ડ્સ ઉપરાંત, નડાબેટમાં વધુ એક વેટલેન્ડ સ્થિત છે.

ત્યારબાદ કોર્ટે કહ્યું કે, જોશી આ વેટલેન્ડ્સની જાળવણી કેવી રીતે કરવામાં આવી રહી છે તેનો પ્રત્યક્ષ અનુભવ મેળવવા માટે સ્વૈચ્છિક મુલાકાત લેશે અને આ કેસની વધુ સુનાવણી આગામી તા. 12 માર્ચના રોજ હાથ ધરવામાં આવશે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *