Nadiad,તા.03
નડિયાદ-ડાકોર રોડ પર વિચિત્ર અકસ્માત સજાર્યો છે. જેમાં ટેમ્પોનું સ્પેર વ્હીલ બાળકીના મોંઢા પર અથડાતા સાડા ત્રણ વર્ષની બાળકીનું મોત નિપજ્યું છે. ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર ખેડા જિલ્લાના નડિયાદ-ડાકોર રોડ પર આવેલા સલુણ ગામ પાસે વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. હાઇવે પર રોડની નજીક વસવાટ કરતા એક શ્રમિક પરિવારની સાડા ત્રણ વર્ષની દીકરી હાઇવેની બાજુમાં રમી રહી હતી. આ દરમિયાન હાઇવે પરથી એક આઇશર ત્યાંથી પસાર થયું હતું. જેમાં ટ્રોલીમાં પડેલું સ્પેર વ્હીલ ઉછળીને બાળકી પર પડ્યું હતું અને તેને મોંઢાના ભાગે ઇજા પહોંચતાં મોત નિપજ્યું હતું.
આ વિચિત્ર અકસ્માતમાં શ્રમિક પરિવારે બાળકી ગુમાવતાં માતમનો માહોલ છવાયો હતો. અકસ્માતની જાણ થતાં પોલીસની કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી.