Muskએ નવરચિત DOGE માં માત્ર 22 વર્ષના ભારતવંશી યુવા એન્જિનિયરને લીધો

Share:

Washington,તા.5
માત્ર 22 વર્ષના જ ભારતવંશી યુવાન ઈજનેર આકાશ બોબ્બાને એલન મસ્કે નવરચિત ડીપાર્ટમેન્ટ ઓફ ગવર્નમેન્ટ એફીશ્યન્સી (DOGE)માં તેમની સાથે લીધો છે. મસ્કે કુલ છ ઈજનેરોને આ ડીપાર્ટમેન્ટમાં લીધા છે, તે છ એ છની વય 19 થી 24 વચ્ચે છે.

તે સર્વેને સરકારના સંવેદનશીલ વિભાગોમાં પણ પહોંચી શકવાના અધિકારો આપવામાં આવ્યા છે. આ પગલું અસામાન્ય માનવામાં આવે છે. આથી થોડો વિવાદ થવાની તેમજ મુંઝવણ પણ સરકારી વિભાગોમાં ઊભી થવાની પૂરી સંભાવના છે.

બોબ્બાને એક એક્ષપર્ટ તરીકે સરકારના આંતરીક રેકોર્ડઝ તપાસવાનો અધિકાર આપવામાં આવ્યો છે. આ ઉપરાંત તેને ઓફિસ ઑફ ધી પર્સોનેલ મેનેજમેન્ટ (ઓ.પી.એમ.)નો હવાલો અપાયો છે. તેઓને તેમનો રીપોર્ટ ટ્રમ્પના ચીફ ઓફ સ્ટાફ આમન્ડા સ્કેલ્સને આપવાનો રહેશે.

બોબ્બાને મસ્કની આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સની કંપનીમાં સ્ટાફની વરણી કરવાનો અનુભવ છે. તેમ છતાં એકાએક આ યુવાન ભારતવંશીયની ચઢતીએ ઘણાના ભવા ઊંચાં કર્યા છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *