Rajkot,તા.21
શાપર વેરાવળ નજીક આવેલ પારડી ગામે રહેતી મહિલા ને સગા પુત્રો ઘડપણમાં નહીં સાચવે તો.. ના ડરથી જીવન દોહયલુ થઈ ગયું હોય તેમ તેની દવા પી જીવા દોરી ટૂંકાવી લીધા નો બનાવ પોલીસ દફતરે નોંધાયો છે
પારડી રહેતા મૂળ ખોળખાણ ‘બાબરા” વાળા નિમુબેન ભુપતભાઈ સોહલીયા ગઈકાલે પોતાને ઘેર ઘઉં માં નાખવાની ઝેરી દવા પી લેતા રાજકોટ સિવિલમાં સારવાર દરમિયાન મોતને ભેટ્યા હતા. ભોગ બનનારના ભાઈ રમેશભાઈ જણાવ્યું હતું કેનિમુબેન ના પતિ ભુપતભાઈ નું પણ ૨૦ વર્ષ પહેલા કુટુંબિક ઝઘડામાં ઝેરી દવા પી લેતા મોત નિપજ્યું હતું બે દીકરાને ઉછેરી નિમુબેને મોટા કર્યા હતા બંને દીકરા સાથે નીમુબેન પારડી રહે છે દીકરા કારખાનામાં મજૂરી કરે છે, પુત્રવધુઓ સાથે નાની નાની બાબતમાં ઝઘડાઓ થતા હોય શનિવારે રમેશભાઈએ સમાધાન કરાવ્યુ હતુ પરંતુ નિમુબેનન મનમાં ડર બેસી ગયો હતો કે હવે ઘડપણમાં પુત્રો નહીં સાચવે તો આ સંતાપમાં નિમુબેને દવા પી લેતા તેમનું મોત નીપજ્યું હતું