ભાવનગર શહેરમાં આજે મંગળવારે કેટલાક વિસ્તારમાં પીજીવીસીએલએ વીજ કાપ રાખ્યો હતો તેથી તખ્તેશ્વર ફિલ્ટર આધારિત વિસ્તારમાં સવારના ૧૦.૧પ કલાક સુધી પાણી અપાયુ ન હતું. ઉનાળાની ગરમીમાં વીજ કાપ અને પાણી કાપના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા હતાં. વીજ તંત્રએ લાઈટ આપ્યા બાદ અન્ય વિસ્તારને મહાપાલિકાના વોટર વર્કસ વિભાગે રાબેતા મુજબ પાણી આપ્યુ હતું. આવતીકાલે તા. ૯ એપ્રિલ-૨૦૨૫ ને બુધવારના રોજ પીજીવીસીએલએ કેટલાક વિસ્તારમાં વીજ કાપ રાખ્યો છે, જેના કારણે મહિલા કોલેજ ડાયમંડ ઈ.એસ.આર. આધારિત આનંદનગર, હુડકો, નવા ત્રણ માળિયા, જુના ત્રણ માળિયા, સ્લમ બોર્ડ, તિલકનગર, માણેકવાડી, ખોડીયાર સોસાયટી, ડોન ચોક, હરિયાળા પ્લોટ વગેરે વિસ્તારમાં પાણી વિતરણ બંધ રહેશે, જો કે, લાઈટ વહેલી આવી જશે તો જે વિસ્તારનો વારો હશે તે વિસ્તારને પાણી આપવામાં આવશે તેમ મહાપાલિકાના વોટર વર્કસ વિભાગના અધિકારીએ જણાવ્યુ હતું.
Trending
- સાઉથમાં મારા મંદિરો બંધાશે Actress Urvashi Rautela નો દાવો
- ડ્રગ્સ લીધા પછી અભિનેતાએ જાહેરમાં કરી હતી ગંદી હરકત
- દિલ્હીની કોર્ટ સહિત દેશમાં ચાર સ્થળોએ બોમ્બની ધમકી
- મુસ્લિમ ક્વોટા બિલ Karnataka ના રાજ્યપાલે રાષ્ટ્રપતિને મોકલ્યું
- મરજીથી લગ્ન કર્યા હોય એટલે પોલીસ સુરક્ષાનો અધિકાર મળતો નથીઃAllahabad High Court
- રૂ.૨ લાખથી વધુની રોકડનો વિવાદ હોય તો કોર્ટે ઈનકમ ટેક્સને જાણ કરવીઃ Supreme Court
- પરિવારથી બેંગકોકની યાત્રા છુપાવવા પાસપોર્ટનાં પાનાં ફાડી નાખ્યાં: પોલીસે કેસ નોંધ્યો
- ઉર્દૂ ભાષા ગંગા-જમુની તહઝીબનું સૌથી શ્રેષ્ઠતમ દૃષ્ટાંત છેઃ Supreme Court