New Delhi,તા.10
ગુજરાતમાં ભાજપના સંગઠન માળખામાં હવે પ્રદેશ પ્રમુખ અને તેની ટીમની રચના કરવાની છે પરંતુ ભાજપના રાષ્ટ્રીય પ્રમુખનું શેડયુલ વધુ વિલંબમાં પડે તેવી ધારણા છે.
ખાસ કરીને રાજયોમાં નવા પ્રદેશ પ્રમુખની નિયુક્તિની ગતિ ધીમી છે. હજુ 12 રાજયોમાં આ પ્રક્રિયા પુરી થઈ છે અને ભાજપના સંગઠન નવરચનામાં 50% રાજયોમાં નવા પ્રદેશ પ્રમુખ સહિતનું માળખુ રચાઈ ગયુ હોય તે જરૂરી છે અને હજુ 12થી15 દિવસ લાગશે.
તા.24 માર્ચથી આરએસએસની પ્રતિનિધિ સભાની ત્રણ દિવસની બેઠક છે. જેમાં ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અને સંગઠન મહામંત્રીને હાજર રહેવાનું હોય છે.
તા.17થી24 માર્ચ સુધી બેંગલુરુમાં આ બેઠક યોજાનાર છે તેથી હવે તા.24ના રોજ આ અંગે નિર્ણય લેવાશે પણ સૂત્રો કહે છે કે આ નિયુક્તિ સંભવત એપ્રિલ માસમાં હીન્દુઓનું નવું વર્ષ ચાલુ થાય તે સમયે થશે.