Morbi,તા.10
મોરબી જીલ્લા ટ્રાફિક પોલીસ ટીમ દ્વારા જીલ્લાના નેશનલ હાઈવે પર લેન ડ્રાઈવિંગનો અમલ કરાવ્યો હતો ટ્રાફિક શાખાની ટીમે વાહનચાલકોને વાહન રોડની ડાબી બાજુ ચલાવવા તેમજ ટ્રાફિક નિયમો અંગે જાણકારી આપી હતી
મોરબી જીલ્લામાં પસાર થતા નેશનલ હાઈવે રોડ પર ટ્રાફિક નિયમોનું ચુસ્તપણે પાલન થાય અને જીલ્લામાં રોડ અકસ્માતના બનાવો અટકે તે માટે ભારે વાહનો રોડની ડાબી બાજુ ચલાવવા અંગે મોટર વ્હીસ્ક્લ (ડ્રાઈવિંગ) રેગ્યુલેશન ૨૦૧૭ માં વાહન ચાલકો પોતાના વાહન લેન મુજબ ચલાવવા અધિનિયમની કલમ ૬ માં જોગવાઈ કરવામાં આવી છે જેથી મોરબી જીલ્લા ટ્રાફિક શાખા દ્વારા તા. ૦૭ થી ૧૬ માર્ચ સુધી ૧૦ દિવસ લેન ડ્રાઈવિંગ ડ્રાઈવ રાખવામાં આવી છે જે અંતર્ગત નેશનલ હાઈવે પર ટ્રાફિક નિયમોનું પાલન કરાવવા ભારે વાહનો રોડની ડાબી સાઈડ ચાલે તે માટે અલગ અલગ સ્થળો પર પોલીસની ટીમો બનાવી નેશનલ હાઇવે પર વાહનનો લેન ડ્રાઈવિંગનો ભંગ કરનાર વાહનચાલકોને રોકી લેન ડ્રાઈવિંગ કરવા સમજ આપવામાં આવી રહી છે
ઓછી ગતિએ ચાલતા વાહનોને પણ રોડની ડાબી સાઈડ વાહન ચલાવવા માટે સમજ આપવામાં આવે છે જીલ્લા ટ્રાફિક શાખા દ્વારા લેન ડ્રાઈવિંગ બાબતે ભારે વાહનચાલકોને સુચના આપવા તેમજ લેન ડ્રાઈવિંગ બાબતે પ્રસિદ્ધિ માટે ઓટો રીક્ષામાં લાઉડ સ્પીકર માઈક દ્વારા ગુજરાતી અને હિન્દી ભાષામાં મોટા અવાજે સુચના આપવામાં આવે છે