Morbi,તા.10
મોરબી જીલ્લા પંચાયતની આજે સાધારણ સભામાં વર્ષ ૨૦૨૫-૨૬ નું કુલ ૭૯૦ કરોડનું અંદાજપત્ર રજુ કરવામાં આવ્યું હતું અને સ્વભંડોળના ૨૪ કરોડના કામોનો જોગવાઈ કરવામાં આવી છે બજેટમાં આરોગ્ય ક્ષેત્રે વધુ રકમની ફાળવણી કરવાને બદલે સિંચાઈ ક્ષેત્રમાં ફાળવવા નેતા વિપક્ષે માંગ કરી હતી સાથે જ ગૌચર મુદે વિપક્ષે આક્રમકતા દાખવી હતી
મોરબી જીલ્લા પંચાયત પ્રમુખ અને ડીડીઓના અધ્યક્ષસ્થાને મળેલી સામાન્ય સભામાં તમામ એજન્ડાઓને બહાલી આપવામાં આવી હતી તેમજ વર્ષ ૨૦૨૫-૨૬ નું અંદાજપત્ર રજુ કરાયું હતું કુલ ૭૯૦ કરોડનું બજેટ રજુ કરાયું હતું અને સાથે જ ૨૪ કરોડથી વધુના કામોની જોગવાઈઓ કરવામાં આવી છે
- સામાન્ય વહીવટ ક્ષેત્રે રૂ ૧૬૯.૮૫ લાખ જેમાં માનદ વેતન, પગાર ભથ્થા અને સાદીલવાર ખર્ચનો સમાવેશ થાય છે
- પંચાયત અને વિકાસ ક્ષેત્રે રૂ ૧૦૮૦.૩૩ લાખની જોગવાઈ
- શિક્ષણ ક્ષેત્રે રૂ ૨૩૦.૦૨ લાખની પ્રાથમિક શિક્ષણની પ્રવૃતિઓ અંગે જોગવાઈ
- આરોગ્ય ક્ષેત્રે રૂ ૧૦૩.૨૨ લાખની જોગવાઈ
- ICDS માટે રૂ ૩૦ લાખની જોગવાઈ
- ખેતીવાડી ક્ષેત્રે રૂ ૨૧.૧૦ લાખની જોગવાઈ
- પશુપાલન ક્ષેત્રે રૂ ૧૦.૩૦ લાખની જોગવાઈ
- સમાજ કલ્યાણ ક્ષેત્રે રૂ ૧૧૦ ;લાખની જોગવાઈ
- આંકડા શાખા માટે રૂ ૧.૫૦ લાખની જોગવાઈ
- કુદરતી આફતો માટે રૂ ૯૧ લાખ જેમાં ૮૦ લાખ પુર નિયંત્રણ ભંડોળ જોગવાઈનો સમાવેશ
- સિંચાઈ ક્ષેત્રે રૂ ૫૧ લાખની જોગવાઈ
- બાંધકામ ક્ષેત્રે રૂ રૂ ૪૦૬.૭૫ લાખની જોગવાઈ
- પ્રકીર્ણ યોજનાઓ અને કાર્યો માટે રૂ ૯૬.૮૦ લાખની જોગવાઈ કરવામાં આવી છે
ગૌચર મુદે વિપક્ષ આક્રમક, ડીડીઓએ માપણી માટે ખાતરી આપી
સામાન્ય સભામાં ગૌચર મુદે વિપક્ષ આક્રમક મૂડમાં જોવા મળ્યું હતું જીલ્લામાં ગૌચર માપણી કરવાનું ગત સામાન્ય સભામાં નક્કી કર્યું હતું પરંતુ એક તાલુકામાં જ માપણી થઇ હોવાથી નેતા વિપક્ષે દલીલો કરી હતી અને ગૌચર ક્યાં છે તે જીલ્લા પંચાયતને ખબર જ નથી તેવો કટાક્ષ કર્યો હતો જે મામલે ડીડીઓએ માપણી માટે આદેશ આપવામાં આવશે તેમ જણાવ્યું હતું
આરોગ્યને બદલે સિંચાઈમાં વધુ નાણા ફાળવવા વિપક્ષની માંગ
બજેટમાં આરોગ્ય ક્ષેત્રે જોગવાઈ વધારવામાં આવી છે ત્યારે શાસક પક્ષના અજય લોરિયા અને નેતા વિપક્ષ દ્વારા સિંચાઈમાં વધુ નાણા ફાળવવાની માંગ કરવામાં આવી હતી ખેડૂતોના હિતમાં સિંચાઈ ક્ષેત્રે વધુ જોગવાઈ કરવી જોઈએ તેવી રજૂઆત કરી હતી