Morbi -માળિયા તાલુકામાં અપમૃત્યુ-આપઘાતના બનાવોમાં વૃદ્ધ સહીત છના મોત

Share:

Morbi,તા.20

            મોરબી અને માળિયા તાલુકામાં આપઘાત અને અપમૃત્યુના પાંચ બનાવો નોંધાયા છે જેમાં યુવાનો અને વૃદ્ધ સહીત કુલ છ વ્યક્તિના મૃત્યુ થયા છે જેથી પોલીસે બનાવો મામલે નોંધ કરી તપાસ ચલાવી છે 

            પ્રથમ બનાવમાં માળિયા તાલુકાના મોટા દહીંસરા ગામે રેલ્વે ફાટક પાસે આવેલ ઓરડીમાં રહેતા કુલદીપકુમાર ચુરામણ મહતો અને ગોપાલકુમાર ગિરધારી મહતો રહે બંને મૂળ ઝારખંડ વાળા ગત તા. ૧૭ ના રોજ રાત્રીના પોતાની ઓરડીમાં સુતા હતા અને સવારે સાથી કર્મચારી તેને ઓરડી પર જગાડવા જતા બંને બેભાન અવસ્થામાં મળી આવ્યા હતા જેથી સારવાર માટે મોરબી સરકારી હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં ફરજ પરના ડોકટરે જોઈ તપાસીને બંને યુવાનને મરણ ગયેલ જાહેર કર્યા હતા બંને મૃતદેહોનું ફોરેન્સિક પીએમ કરાવતા ગૂંગળામણને કારણે થયાનું ખુલ્યું છે માળિયા પોલીસે બનાવ મામલે નોંધ કરી વધુ તપાસ ચલાવી છે બીજા બનાવમાં મોરબી તાલુકાના ખેવારીયા ગામે રહેતા ઘેલુભા નાનુભા ઝાલા (ઉ.વ.૮૦) નામના વૃદ્ધને ગત તા. 18 ના રોજ પોતાના ઘરે હતા ત્યારે શ્વાસ લેવામાં તકલીફ હટતા સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં હાર્ટ એટેક આવી જતા વૃદ્ધનું મોત થયું હતું જેથી મૃતદેહ પીએમ અર્થે સરકારી હોસ્પિટલ ખસેડાયો હતો મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે

            ત્રીજા બનાવમાં મોરબીના જુના ઘૂટું ગામે રહેતા ટ્રાન્સપોર્ટના ધંધાર્થી મેહુલકુમાર કાંતિભાઈ ડાભી (ઉ.વ.૨૮) નામના યુવાન ગત તા. 19 ના રોજ જુના ઘૂટું રોડ પર સીમ્પોલો સિરામિક નજીક કોઈ કારણોસર મોત થયું હતું બનાવને પગલે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે ચોથા બનાવમાં મોરબી બૌદ્ધનગર સોસાયટીમાં રહેતા જગજીવનભાઈ ઉર્ફે જગદીશ મગનભાઈ ચૌહાણ (ઉ.વ.૪૫) નામના આધેડે લીલાપર રોડ પર આવેલ રામેશ્વર પોટરી નળિયાના કારખાનાની ઓરડીમાં પોતાની જાતે શરીરે કેરોસીન છાંટી શરીરે આગ ચાંપી શરીરે સળગી જતા મોત થયું હતું બનાવને પગલે પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો એ ડીવીઝન પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે પાંચમાં બનાવમાં મોરબીના સામાકાંઠે ભારતનગર મફતિયાપરામાં રહેતા સલીમ હુશેન પલેજા (ઉ.વ.૪૦) વાળો ગોપાલ સોસાયટી પાસે કોઈ કારણોસર બેભાન હાલતમાં મળી આવ્યો હતો જેથી ૧૦૮ એમ્બ્યુલન્સ મારફત સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો જ્યાં સારવાર દરમિયાન યુવાનનું મોત થયું હતું મોરબી સીટી બી ડીવીઝન પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે

Leave a comment

Your email address will not be published. Required fields are marked *