Morbi,તા.31
મોરબીમાં વગર મંજુરીએ અન્ડર ગ્રાઉન્ડ વીજ કેબલ નાખવાથી રોડ સાઈડ સોલ્ડરમાં નુકશાન થયું છે જેને પગલે માર્ગ અને મકાન પંચાયત પેટા વિભાગ દ્વારા પીજીવીસીએલને રૂ ૯.૫૦ લાખનો દંડ ભરપાઈ કરવા નોટીસ આપવામાં આવી છે
મોરબી માર્ગ અને મકાન (પંચાયત) પેટા વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર દ્વારા પીજીવીસીએલ કાર્યપાલક ઈજનેરને નોટીસ આપી જણાવ્યું છે કે નેશનલ હાઈવેથી ગાળા ગામ સુધી વગર મંજુરીએ નાખવામાં આવેલ અન્ડર ગ્રાંડ વીજ કેબલ સાઈડ ફોલ્ડરથી દુર નાખવા માટે જાણ કરવામાં આવી હતી તેમજ વીજ કેબલના કારણે કોઈ અકસ્માત ના થાય તેમજ રસ્તાને ભવિષ્ય આ રસ્તો પહોળો કરવાની પ્રક્રિયામાં નડતરરૂપ ના થાય તે માટે વીજ કેબલ સાઈડ સોલ્ડરથી દુર નાખવા જણાવ્યું હતું તેમજ આપના વિભાગ હેઠળના ઈજનેરો ભવિષ્યમાં કચેરી હસ્તકના રસ્તાઓમાં કોઈપણ વીજ લાઈન નાખવાની થતી હોય તો કચેરીની મંજુરી લેવા જણાવ્યું હતું
અન્ડર ગ્રાઉન્ડ કેબલ દુર કરવાને બદલે નાખવામાં આવેલ અન્ડર ગ્રાઉન્ડ કેબલની બાજુમાં વાતુલ હસ્તકની કચેરી દ્વારા કોઈપણ મંજુરી વગર લોખંડના વીજપોલ ઉભા કરવામાં આવ્યા છે જે ગંભીર બાબત છે જે અન્વયે રોડને નુકશાની પેટે રકમ રૂ ૯,૫૦,૦૦૦ પુરા ભરપાઈ કરવા જાણ કરવામાં આવે છે વધુમાં આપની કચેરી દ્વારા માર્ગ અને મકાન વિભાગની કચેરી હસ્તકના આવતા રસ્તાઓમાં વગર મંજુરીએ વીજપોલ ના નાખવા જાણ કરવા છતાં જો વિજલાઈન નાખવામાં આવશે નાછૂટકે આપના ખર્ચે ને જોખમે મંજુરી વગરના વીજપોલ દુર કરવા કાર્યવાહી કરવાની ફરજ પડશે તેમ પણ જણાવ્યું છે