Morbi,તા.31
મોરબી તાલુકા પોલીસ મથકમાં પ્રોહીબીશનના બે ગુનામાં ત્રણ માસથી નાસતા ફરતા ઈસમને પોલીસે ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
મોરબી જીલ્લામાં નાસતા ફરતા આરોપીને ઝડપી લેવા ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હોય જે અંતર્ગત મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગ કરતી હતી અને તાલુકા પોલીસ મથકમાં પ્રોહીબીશનના બે ગુનામાં આરોપી ભાવેશ ઉર્ફે મુન્નો પરબત ધ્રાંગા રહે જુના નાગડાવાસ મોરબી વાળો ત્રણ માસથી નાસતો ફરતો હતો જે આરોપી રવિરાજ ચોકડી પાસે હોવાની બાતમી મળતા આરોપીને ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે