Morbi,તા.30
મોરબીને મહાપાલિકાનો દરજ્જો આપ્યા બાદ મ્યુંનીસીપલ કમિશ્નરના માર્ગદર્શન હેઠળ શહેરમાં દબાણ હટાવો ઝુંબેશ પુરજોશમાં ચાલી રહી છે શહેરના શનાળા રોડ, સામાકાંઠા સહિતના વિસ્તારમાં દબાણો હટાવાયા છે ત્યારે લારી ગલ્લા રાખી વેપાર કરતા નાના ધંધાર્થીઓની રોજી રોટી છીનવાઈ ગઈ છે ત્યારે આજે નાના ધંધાર્થીઓને વૈકલ્પિક જગ્યા આપવાની માંગ સાથે રજૂઆત કરવામાં આવી હતી
મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાની આગેવાની હેઠળ આજે નાના ધંધાર્થીઓને સાથે રાખીને ડેપ્યુટી કમિશ્નરને રજૂઆત કરવામાં આવી હતી જેમાં હાલ દબાણ હટાવો ઝુંબેશ અંતર્ગત લારી ગલ્લા હટાવવામાં આવી રહ્યા છે જે નાના ધંધાર્થીઓએ સરકારમાંથી મળતી લોન લઈને વેપાર કરી રહ્યા છે તેમની પાસે આવકનું અન્ય કોઈ સાધન નથી અને ધંધા રોજગાર છીનવાઈ ગયા છે જેથી અનેક પરિવારો આર્થિક ભીંસ અનુભવી રહ્યા છે ત્યારે નાના ધંધાર્થીઓના હિતમાં મહાપાલિકા તંત્ર વૈકલ્પિક જગ્યા ફાળવે તેવી માંગ કરી હતી