Morbi,તા.30
બેલા નજીક આવેલ કારખાનામાં સેદમાં પેલેટ પેકિંગ પટી રોડની ચોરી કરીને લઇ જતા બે ઈસમો સીસીટીવી ફૂટેજમાં દેખાતા બંને વિરુદ્ધ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે તાલુકા પોલીસે ફરીયાદન નોંધી વધુ તપાસ હાથ ધરી છે
મોરબી તાલુકાના ખરેડા ગામે રહેતા સાવનકુમાર નવનીતભાઈ ચાડમીયાએ આરોપીઓ પ્રવીણ ડાયાભાઇ ભોયા રહે મોરબી અને એક અજાણ્યા ઇસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ગત તા. ૨૪ ના રોજ બેલા ગામની સીમમાં આવેલ એડમીન વિટ્રીફાઈડ કારખાનાના સેડમાં લોડીંગ પોઈન્ટ પાસે બંને આરોપીઓ મોટરસાયકલ લઈને આવી કારખાનાના સેડમાંથી પેલેટ પેકિંગનો પટી રોડ નંગ ૧ કીમત રૂ ૪૦૦૦ ની ચોરી કરી લઇ જતા સીસીટીવી ફૂટેજમાં જોવા મળ્યા હતા મોરબી તાલુકા પોલીસે ચોરીની ફરિયાદ નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે