Morbi,તા.30
નાગડાવાસ ગામના પાટિયા નજીક પુરઝડપે આવતો ટ્રક ડીવાઈડર કુદાવી રોંગ સાઈડમાં બાઈક સાથે અથડાયો હતો જે અકસ્માતમાં બાઈક સવાર બે યુવાનને ઈજા પહોંચી હતી
મોરબી તાલુકાના જુના નાગડાવાસ ગામે રહેતા મેરામભાઈ ભાનુભાઈ કુવાડીયા (ઉ.વ.31) વાળાએ ટ્રક કન્ટેનર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૨૮ ના રોજ ટ્રક ચાલકે નાગડાવાસ ગામના પાટિયાથી રામપર પાટિયા વચ્ચે ટ્રક પુરઝડપે ચલાવી ડીવાઈડર પર ચડાવી સામેથી કાયદેસર લેનમાં આવતા ફરિયાદીના બાઈકને હડફેટે લીધુ હતું જે અકસ્માતમાં ફરિયાદી મેરામભાઇ અને રમેશભાઈ મેણંદભાઈ ચાવડા ઈજા પહોચી હતી મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે