Morbi,તા.30
પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મોટો ભ્રષ્ટાચાર થયાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે સામાજિક કાર્યકરો દ્વારા મ્યુનીસીપલ કમિશ્નરને આવેદન પાઠવી બધી સનદો ચેક કરવામાં આવે તેવી માંગ કરી છે મહાનગરપાલિકાના કર્મચારીઓની સાંઠગાંઠ હોવાથી વચેટિયાઓને મકાન આપી દેવામાં આવ્યા હોવાના આક્ષેપો કરવામાં આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે
મોરબીના સામાજિક કાર્યકર રાજુભાઈ દવે, જગદીશભાઈ બાંભણીયા, દેવેશ મેરૂભાઈ, ગીરીશભાઈ કોટેચા દ્વારા આવેદન પાઠવી જણાવ્યું છે કે વર્ષ ૨૦૧૮ માં જયારે પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનો ડ્રો મારફત સોપવામાં આવ્યા ત્યારે ૫૬૦ જેટલા મકાન મોરબીના ધારાસભ્ય મારફત ઓનલાઈન ગાંધીનગરથી સોપવામાં આવ્યા હતા અને અરજદારોને સનદ પણ સોપાણી હતી મોરબી પાલિકાના ચીફ ઓફિસર પણ હાજર હતા જેમાં એક જ પરિવારના ત્રણ ત્રણ સભ્યને મકાન સોપ્યા હતા તેમાં પણ લાગવગ અને ભ્રષ્ટાચાર થયો હતો તેમજ અરજદારને સનદ સોપાણી હતી તે સનદ બીજાના નામે ટ્રાન્સફર કરી આપવામાં આવી છે
સનદ કોના કહેવાથી ટ્રાન્સફર થઇ જો આવું કરવું હોય to સરકાર પાસેથી મંજુરી લેવી પડે અને છાપામાં પણ આપવું પડે જો આવું કરેલ ના હોય તો કાયદેસર ગુનો બને છે વર્ષ ૨૦૨૨ માં ઝૂલતો પુલ દુર્ઘટના બાદ નગરપાલિકા સુપરસીડ થઇ હતી અને વહીવટદાર શાસન આવ્યું હતું જયારે ચેકિંગ કરવામાં આવે ત્યારે કર્મચારીઓ સમજાવી દે કે તમારે ડ્રો માં આવેલ છે તેમ કહેવાનું. દેવીપૂજક ઘણા લોકોને લીલાપર રોડ પરથી પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મકાન દેવાય ગયા છે મકાન લાગેલા જેને આમાં ટ્રાન્સફર કરવામાં આવેલ છે જે કેવી રીતે બને મકાન ફરી ના સકે મકાનની સનદ ફેરવી ફેરવી મકાન પણ વહેચી દેવાયા છે અને ભાડે પણ દેવાઈ ગયા છે જેથી મોરબીના મકાન વિહોણી જનતાની માંગ છે કે આ વિષય પર ગંભીરતાથી તપાસ કરાવો અને યોગ્ય પગલા લેવા જણાવ્યું છે