Morbiતા.18
રંગપર ગામની સીમમાં સ્પાની આડમાં ચાલતું કૂટણખાનું ઝડપી લઈને પોલીસે એક ઈસમને ઝડપી લઈને સ્થળ પરથી રોકડ, ૨ મોબાઈલ સહીત ૧૨,૪૦૦ નો મુદામાલ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
મોરબી એ.એચ.ટી.યુ માં ફરજ બજાવતા ફૂલીબેન તરારે આરોપીઓ ફારૂખ ઈબ્રાહીમ હાણીયા અને મહમદહુશેન ભીખુભાઈ સંધી રહે બંને રણછોડનગર મોરબી વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે જેમાં જણાવ્યું છે કે આરોપીઓએ પોતાના કબ્જા વાળા રંગપર ગામની સીમમાં આવેલ યોગી કોમ્પ્લેક્ષના પહેલા માળે ગેલેક્સી વેલનેસ સ્પામાં લાયસન્સ વગર બહારથી સ્ત્રીઓ બોલાવી સ્પામાં આવતા ગ્રાહકોને અનૈતિક શરીર સુખ માણવા માટે સાધનો અને સગવડ પૂરી પાડી કૂટણખાનું ચલાવતા હતા
રેડ દરમીયાન પોલીસે આરોપી ફારૂખ હાણીયાને ઝડપી લઈને સ્થળ પરથી કોન્ડોમ પેકેટ ૭, રોકડ રૂ ૪૪૦૦ અને મોબાઈલ નંગ ૦૨ કીમત રૂ ૮૦૦૦ સહીત કુલ રૂ 12,૪૦૦ નો મુદામાલ જપ્ત કર્યો છે તેમજ અન્ય એક આરોપી વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે