Morbi,તા.26
બહાદુરગઢ ગામના પાટિયા નજીક ટ્રક ટેન્કર ચાલકે બાઈકને ઠોકર મારતા બાઈક ચાલક આધેડ ફંગોળાઈ રોડ પર પડી જતા માથા અને શરીરે ગંભીર ઈજા પહોચતા મોત થયું હતું અકસ્માત બાદ વાહન મૂકી ચાલક નાસી ગયો હતો
માળિયા તાલુકાના ભારતનગર (વાધરવા) ના રહેવાસી કાર્તિક અમુભાઈ ધ્રાંગા (ઉ.વ.૨૬) વાળાએ ટ્રક ટેન્કર જીજે ૧૨ એડબલ્યુ ૯૫૦૪ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીના પિતાજી અમુભાઈ જેસંગભાઈ ધ્રાંગા પોતાનું બાઈક લઈને મોરબી માળિયા નેશનલ હાઈવે પરથી જતા હતા ત્યારે બહાદુરગઢ ગામના પાટિયા નજીક ટ્રક ટેન્કર ચાલકે બાઈકને ઠોકર મારી હતી જેથી ફરિયાદીના પિતા અમુભાઈ બાઈક સાથે રોડ પર પટકાઈ ગયા હતા જે અકસ્માતમાં માથા અને શરીરે ગંભીર ઈજા પહોંચતા અમુભાઈ ધ્રાંગાનું મોત થયું હતું અકસ્માત સર્જી વાહન મૂકી ચાલક નાસી ગયો હતો મોરબી તાલુકા પોલીસે ફરાર ટ્રક ટેન્કર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે