New Delhi તા.28
કર્મચારી ભવિષ્યનિધિ સંગઠન (ઈપીએફઓ)ના પોર્ટલ સાથે જોડાયેલ ટેકનીકલ સમસ્યાઓ ખતમ નથી થઈ રહી. ઈપીએફઓના સભ્યોને પોર્ટલ લોગઈન કરવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. દેશભરમાંથી લોકોએ સોશિયલ મીડીયા પ્લેટફોર્મ પર તેને લઈને પોતાની નારાજગી જાહેર કરી છે.
હાલમાં પોર્ટલ પર દાવાના નિકાલમાં અડચણો, પાસબુક ડાઉનલોડ અને કેવાયસી અપડેટ જેવી ફરિયાદો સતત વધી રહી છે. અનેકવાર સદસ્યો લોગ-ઈન નથી થઈ રહ્યા તો જો સભ્યો લોગ ઈન થઈ રહ્યા છે તો પાસબુક ડાઉનલોડ નથી થઈ રહી.
એક સદસ્યે સોશિયલ મીડિયામાં લખ્યું છે કે, છેલ્લા બે સપ્તાહથી પાસબુક ડાઉનલોડ કરવાથી કોશિશ કરી રહ્યો છું, પરંતુ ડાઉનલોડ નથી થઈ રહી, તેને લઈને કોઈ સાંભળતા પણ નથી.
આ મામલા સાથે જોડાયેલા લોકોનું કહેવું છે કે, આવતા મહિનાઓ સુધી આ ફરિયાદો આવતી રહેશે. તેનું કારણ એ છે કે ઈપીએફઓની નવી આઈટી સીસ્ટમમાં 3.0 થી લઈને કામ ચાલી રહ્યું છે. એટલે જયાં સુધી નવી સીસ્ટમ નહીં આવે ત્યાં સુધી જૂના સોફટવેર પર ઈપીએફઓ કામ કરતું રહેશે.