Meghalaya તા.31
મેઘાલયના ઈસ્ટ હિલ્સ જિલ્લામાં એક ચર્ચામાં ઘુસીને ‘જય શ્રીરામ’ના નારા લગાવનાર સોશિયલ મીડિયા ઈન્ફાલુએન્સર આકાશ સાગર સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ ઘટનાથી ઈસાઈ બહુમતી ધરાવતા રાજયમાં આક્રોશ ફેલાયો છે.
આકાશે ઈન્સ્ટાગ્રામ પર ઘટનાના વીડિયો પોસ્ટ કર્યો હતો. ત્યારબાદ મુખ્યમંત્રી કોનરાડ સંગમાએ કાર્યવાહીની વાત કરી હતી. આ ઘટના ગુરૂવારે બની હતી. 20 વર્ષનો સાગર કથીત રીતે એક પર્યટક હતો. તે કેટલાક અન્ય લોકો સાથે પાવલન નોંગ ગામમાં ચર્ચ ઓફ એપી ફેનીમાં ઘુસી ગયો હતો અને ‘જય શ્રીરામ’ના નારા લગાવ્યા હતા.
આ મામલે સામાજીક કાર્યકર્તા એન્જેલા રંગદે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે એફઆઈઆર નોંધાવી હતી. સીએમ સંગમાએ ઘટનાની નિંદા કરી ઘટનાને શાંતિ-સૌહાર્દ બગાડવાનો પ્રયાસ કર્યો હતો. રાજયના ભાજપ પ્રવકતા મારિયાહોમ ખારક્રાંગે પણ ઘટનાની નિંદા કરી હતી.