એમસીએક્સ પર ગોલ્ડ-ટેન વાયદાને બહોળો પ્રતિસાદઃ કામકાજના પ્રથમ દિવસે નોંધાયું 2,302 લોટનું વોલ્યુમ
સોનાનો વાયદો રૂ.680ના ઉછાળા સાથે રૂ.91 હજારને પારઃ ચાંદીના વાયદામાં રૂ.69ની નરમાઈઃ ક્રૂડ તેલનો વાયદો રૂ.3 જેટલો મામૂલી સુધર્યોઃ કોમોડિટી વાયદાઓમાં રૂ.12899.01 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.42852.95 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.10092.07 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 21397 પોઇન્ટના સ્તરે
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.55753.89 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.12899.01 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.42852.95 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ એપ્રિલ વાયદો 21397 પોઇન્ટના સ્તરે પહોંચ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.760.97 કરોડનું થયું હતું.
અત્રે એ ઉલ્લેખનીય છે કે એક્સચેન્જ પર નવા શરૂ થયેલા ગોલ્ડ-ટેનના વાયદાને કામકાજના પ્રથમ દિવસે બહોળો પ્રતિસાદ પ્રાપ્ત થયો હતો. સાંજે પાંચ વાગ્યા સુધીમાં રૂ.20.96 કરોડનાં 2,302 લોટના વોલ્યુમ સાથે ઓપન ઈન્ટરેસ્ટ 1,190 લોટનો નોંધાયો હતો. ગોલ્ડ-ટેન એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ રૂ.90504ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.92494 અને નીચામાં રૂ.90504ના સ્તરને સ્પર્શી, રૂ.129ના ઉછાળા સાથે રૂ.91055ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ રૂ.90654ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.91065 અને નીચામાં રૂ.90510ના મથાળે અથડાઈ, રૂ.90120ના આગલા બંધ સામે રૂ.680 વધી રૂ.90800ના સ્તરે પહોંચ્યો હતો. ગોલ્ડ-ગિની એપ્રિલ વાયદો 8 ગ્રામદીઠ રૂ.498 વધી રૂ.72936ના સ્તરે પહોંચ્યો હતો. ગોલ્ડ-પેટલ એપ્રિલ વાયદો 1 ગ્રામદીઠ રૂ.52 વધી રૂ.9165ના સ્તરે પહોંચ્યો હતો. સોનું-મિની એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ રૂ.591 વધી રૂ.90729 થયો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી મે વાયદો કિલોદીઠ રૂ.100398ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.100975 અને નીચામાં રૂ.99969ના મથાળે અથડાઈ, રૂ.100065ના આગલા બંધ સામે રૂ.69 ઘટી રૂ.99996ના સ્તરે પહોંચ્યો હતો. કિલોદીઠ ચાંદી-મિની એપ્રિલ વાયદો રૂ.83 ઘટી રૂ.99922ના સ્તરે પહોંચ્યો હતો. ચાંદી-માઇક્રો એપ્રિલ વાયદો રૂ.87 ઘટી રૂ.99919ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.10092.07 કરોડનાં કામકાજ થયાં હતાં.
બિનલોહ ધાતુઓમાં રૂ.1207.05 કરોડનાં કામકાજ થયાં હતાં. કિલોદીઠ તાંબું એપ્રિલ વાયદો રૂ.2.85 વધી રૂ.894.2 થયો હતો. જસત એપ્રિલ વાયદો રૂ.1 ઘટી રૂ.268.8 થયો હતો. એલ્યુમિનિયમ એપ્રિલ વાયદો રૂ.1.05 ઘટી રૂ.245.25 થયો હતો. સીસું એપ્રિલ વાયદો 40 પૈસા ઘટી રૂ.178.95 થયો હતો.
એનર્જી સેગમેન્ટમાં રૂ.1596.94 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ક્રૂડ તેલ એપ્રિલ વાયદો બેરલદીઠ રૂ.6130ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.6175 અને નીચામાં રૂ.6097ના મથાળે અથડાઈ, રૂ.6124ના આગલા બંધ સામે રૂ.3 વધી રૂ.6127 થયો હતો. ક્રૂડ તેલ-મિની એપ્રિલ વાયદો રૂ.1 વધી રૂ.6126ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. નેચરલ ગેસ એપ્રિલ વાયદો એમએમબીટીયુદીઠ 90 પૈસા ઘટી રૂ.350.4 થયો હતો. નેચરલ ગેસ-મિની એપ્રિલ વાયદો 80 પૈસા ઘટી રૂ.350.4ના ભાવે બોલાયો હતો.
કૃષિચીજોમાં મેન્થા તેલ એપ્રિલ વાયદો કિલોદીઠ રૂ.941.9ના ભાવે ખૂલી, 30 પૈસા વધી રૂ.941.7ના ભાવે બોલાયો હતો. કોટન ખાંડી મે વાયદો ખાંડીદીઠ રૂ.600 વધી રૂ.54800ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.6585.26 કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ.3506.81 કરોડનાં કામકાજ થયાં હતાં. તાંબાંના વાયદાઓમાં રૂ.746.07 કરોડ, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના વાયદાઓમાં રૂ.181.71 કરોડ, સીસું અને સીસું-મિનીના વાયદાઓમાં રૂ.45.00 કરોડ, જસત અને જસત-મિનીના વાયદાઓમાં રૂ.234.27 કરોડનાં કામકાજ થયાં હતાં.
ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ.412.33 કરોડનાં કામકાજ થયાં હતાં. જ્યારે નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ.1184.61 કરોડનાં કામ થયાં હતાં. મેન્થા તેલના વાયદાઓમાં રૂ.2.37 કરોડનાં કામ થયાં હતાં.
ઓપન ઇન્ટરેસ્ટ સોનાના વાયદાઓમાં 20260 લોટ, સોનું-મિનીના વાયદાઓમાં 32559 લોટ, ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં 8311 લોટ અને ગોલ્ડ-પેટલના વાયદાઓમાં 85018 લોટના સ્તરે હતો. જ્યારે ચાંદીના વાયદાઓમાં 21591 લોટ, ચાંદી-મિનીના વાયદાઓમાં 33711 લોટ અને ચાંદી-માઇક્રો વાયદાઓમાં 117577 લોટના સ્તરે રહ્યો હતો. ક્રૂડ તેલના વાયદાઓમાં 8065 લોટ, નેચરલ ગેસના વાયદાઓમાં 13981 લોટના સ્તરે રહ્યો હતો.
ઇન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, બુલડેક્સ એપ્રિલ વાયદો 21441 પોઇન્ટના સ્તરે ખૂલી, ઉપરમાં 21493 પોઇન્ટના સ્તર અને નીચામાં 21397 પોઇન્ટના સ્તરને સ્પર્શી, 62 પોઇન્ટ વધી 21397 પોઇન્ટના સ્તરે પહોંચ્યો હતો.
કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ એપ્રિલ રૂ.6200ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ 50 પૈસા ઘટી રૂ.113.6ના ભાવે બોલાયો હતો. જ્યારે નેચરલ ગેસ એપ્રિલ રૂ.350ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.1.2 ઘટી રૂ.19.1 થયો હતો.
સોનું એપ્રિલ રૂ.92000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.179 વધી રૂ.1110ના ભાવે બોલાયો હતો. આ સામે ચાંદી એપ્રિલ રૂ.100000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.4.5 ઘટી રૂ.2521.5 થયો હતો. તાંબું એપ્રિલ રૂ.900ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.1.33 વધી રૂ.12.1ના ભાવે બોલાયો હતો. જસત એપ્રિલ રૂ.270ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ 29 પૈસા ઘટી રૂ.3.3 થયો હતો.
મિની કોલ ઓપ્શન્સમાં ક્રૂડ તેલ-મિની એપ્રિલ રૂ.6100ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ.5.4 વધી રૂ.165.25ના ભાવે બોલાયો હતો. નેચરલ ગેસ-મિની એપ્રિલ રૂ.350ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.1.15 ઘટી રૂ.19.2 થયો હતો. સોનું-મિની એપ્રિલ રૂ.91000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.212 વધી રૂ.1200.5ના ભાવે બોલાયો હતો. ચાંદી-મિની એપ્રિલ રૂ.100000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.13 ઘટી રૂ.2337.5ના ભાવે બોલાયો હતો.
પુટ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ એપ્રિલ રૂ.6100ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ.11.2 ઘટી રૂ.124.7 થયો હતો. જ્યારે નેચરલ ગેસ એપ્રિલ રૂ.350ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ 50 પૈસા ઘટી રૂ.18.4ના ભાવે બોલાયો હતો.
સોનું એપ્રિલ રૂ.90000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.167 ઘટી રૂ.998.5 થયો હતો. આ સામે ચાંદી એપ્રિલ રૂ.100000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.94 વધી રૂ.2500.5ના ભાવે બોલાયો હતો. તાંબું એપ્રિલ રૂ.890ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.1.84 ઘટી રૂ.12.1ના ભાવે બોલાયો હતો. જસત એપ્રિલ રૂ.270ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ 15 પૈસા વધી રૂ.4.54ના ભાવે બોલાયો હતો.
મિની પુટ ઓપ્શન્સમાં ક્રૂડ તેલ-મિની એપ્રિલ રૂ.6000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ.10.3 ઘટી રૂ.85.2 થયો હતો. નેચરલ ગેસ-મિની એપ્રિલ રૂ.350ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ 55 પૈસા ઘટી રૂ.18.5ના ભાવે બોલાયો હતો. સોનું-મિની એપ્રિલ રૂ.90000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.196.5 ઘટી રૂ.1072.5ના ભાવે બોલાયો હતો. ચાંદી-મિની એપ્રિલ રૂ.100000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.101 વધી રૂ.2413ના ભાવે બોલાયો હતો.